Book Title: Jain_Satyaprakash 1954 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 6) f C સાધુ–સંમેલનનું મેંઘેરું સંભારણું લેખક—શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી રાજનગરનું સાધુ-સંમેલન આજે પણ મૂર્તિમંત સ્વરૂપમાં નેત્રો સામે તરવરતું હોય અથવા તે એ સમયે થયેલી કાર્યવાહીની કંઈ પણ ઝાંખી થતી હોય, અગર તે એ વેળાના ઠરાવોમાં કોઈ કાર્ય જીવંત દશા ધરાવતું હોય તે તે પાંચ સાધુ મહારાજની સમિતિ દ્વારા પ્રગટ થતું “શ્રી જેને સત્ય પ્રકાશ” માસિક છે. ઘણી સ્મૃતિઓ કાળના ગર્ભમાં વિલીન થઈ ચૂકી છે. ઠરાવાના ઘડવૈયાઓમાં મોવડી તરીકે ભાગ ભજવનાર ઘણાખરા સૂરિપુંગવા આજે આપણી નજર સામેથી વિદાય થઈ ગયા છે, અને ઠરાનું પાલન પણ કેટલા અંશે થાય છે એનું માપ તે કોઈ વિશિષ્ટ જ્ઞાની જ કહાડી શકે. આમ છતાં આ માસિક સાચે જ લડખડતુ-ટગુમગુ ચાલતું ભરતી-ઓટના વહેણમાં ઝોકાં ખાતું પિતાનાં એગણીશ વર્ષ પૂરાં કરી વીસમા વર્ષમાં પ્રવેશ કરે છે, એ કંઈ ઓછા આનંદની વાત નથી. બાળવયે ત્યજી યુવાનીમાં પ્રવેશતા અભકને ભાગ્યે જ ઓછી મુશીબતોમાંથી પસાર થવાનું હોય છે. વચલા ગાળામાં વિદ્યાધ્યયનમાં પણ પ્રગતિ કરવાની આવે છે અને એમાં આગળ કૂચ કર એ અર્ભક બાળભાવ ત્યજી જેમ અનુભવી યુવકના સ્થાનને અલંકૃત કરે છે તેમ આપણા આ માસિકે પણ પિતાનાં પૂર્વ વર્ષોમાં કેટલીયે ટાઢી-મીઠી અનુભવી છે. અનુભવ જ્ઞાનની લાલીમા મેળવી, પિતાની અગત્ય એને પુરવાર કરી છે. સમાજમાં વર્તતા મતમતાંતરેથી એ અલિપ્ત રહેલ છે. જે વાનગી પીરસી છે તેનાથી જૈન-જૈનેતર સમદાયને લાભ થયો છે. કેટલીયે ભ્રમણાઓને એના દ્વારા ઘટસ્ફોટ કરાયો . સાચી સમજ લાવવામાં પણ એને ફાળે નાનોસુનો નથી. આ સર્વેમાં અદ્દભુત વાત તે એ છે કે સમિતિના પૂજ્ય શ્રમ ભિન્ન ભિન્ન વિચારશ્રેણી ધરાવતા હોવા છતાં એમાંના કોઈ પણ મંતવ્યને આ માસિકમાં પગપેસાર કરાવવાનો યત્ન સર સેવાયો નથી. ચચાનામા તથાણુનઃ એ સૂત્ર અનુસાર યથાશક્તિ એણે સત્ય ફેલાવવાને સુયાસ કર્યો છે. ઈતિહાસના અંકાડા સાંધવામાં એના ઉપર કાળના કારણે પથરાયેલા અંધારા ઉલેચવામાં–જેનેતર વિદ્વાનોના અધૂરા અભ્યાસ સર્જાયેલા કોયડા ઉકેલવામાં સામ્યપણાથી પ્રેરાઈ જૈનધર્મના પ્રસંગોને બૌદ્ધધર્મના નામે સાંકળી દેવાના થયેલા પ્રયાસો સામે, નિતર સત્ય દલીલપૂર્વક રજુ કરી એ સુધારવામાં–અને પ્રાચીન રાસાઓ-શિલાલેખ તેમજ શેને આમજન સમૂહ સામે આલેખવામાં આ માસિકનો ફાળો જૈન સમાજના હરકોઈ માસિકથી ચઢી જાય તેવો છે. વળી, અવસરચિત ખાસ અંકે પ્રગટ કરી એને જે મહત્ત્વની વાચનસામગ્રી પૂરી પાડી છે એ વાત અભ્યાસીગણની ધ્યાન બહાર ન જ હોઈ શકે. જ્યારે આ જાતની મહત્તા આપણી આંખ સામે રમતી હોય ત્યારે એના વીશમાં વર્ષ એને કે સ્વાંગ સજાવવો એ અવશ્ય વિચારણીય છે. એનામાં યુવાનીને થનગનાટ આણવા સારુ, એને વિપુલ સામગ્રીથી ભરપુર કરવા સારુ, નિયમિતતા જેવા આવશ્યક કાર્યને કાયમી કરવા સારુ સૌ પ્રથમ કાર્ય [ જુઓ : અનુસંધાન પૃષ્ઠ : ૨ ]. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30