Book Title: Jain_Satyaprakash 1954 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫ અંક : ૧ ] નિર્વાણ “ઇદ્રરાજ, સાંભળવું હોય તે સાંભળી લે ! ભગવાનને હું એકાંત રાગી ભક્ત હતું અને એ એકાંત રાગ મારી પ્રગતિને હાનિકારક નીવડ્યો હતે. આત્મિક પૂજાને બદલે મેં વ્યક્તિપૂજા આદરી હતી. ગુણને બદલે એમના દેહને હું પૂજારી બન્યા હતે ભાવને બદલે દ્રવ્યને પૂજારી બન્યું હતું, ને છતાં હું તે માન કે મેં તે ભાવપૂજા જ આદરી છે. પ્રભુને વિરહ મારે માટે અસહ્ય હતા. એ અસાતા જ મારી અશક્તિ હતી. એ કારણે અનેક નાના નવદીક્ષિત સાધુઓ ઝટઝટ સાધ્યને વરી ગયા ને હું એવો ને એ બેઠો રહ્યો. ભગવાન ઘણીવાર કહેતા: ગૌતમ, મોહ અને ભ્રાન્તિનું સામાન્ય સર્વત્ર પ્રસરેલું છે. તને કયાં ખબર છે કે રાગ એવી ચીજ છે, કે જે સહસ્ત્ર શતાબ્દીઓના સ્વાધ્યાય-સંયમને તપ-તિતિક્ષાને નિર્માલ્ય બનાવી નાખે છે. સાગરના સાગર ઓળંગી નાખનાર સમર્થ આત્માને ખબર નથી હોતી કે કેટલીકવાર કિનારા પાસે જ એનું વહાણ ડૂબે છે. સૂરજ છાબડે ઢંકાય એવી કહેવત કેટલીક વાર જ્ઞાનીઓ જ સાચી પાડે છે. ગૌતમ, ફરીથી કહું છું, હાડચામની દીવાલે ભેદી નાખ! ક્ષણભંગુર દેહને નજરથી અળગે કર ! બાહ્ય તરફથી દષ્ટિ વાળી આંતર તરફ જા ! ત્યાં ગૌતમ પણ નથી, મહાવીર પણ નથી, ગુરુ પણ નથી કે શિષ્ય પણ નથી! સર્વને સમાન બનાવનારી પરમ જ્યોતિ ત્યાં વિલાસી રહી છે.” ગુરુ ગૌતમ આટલું આટલું કહીને થંભ્યા. અંતરમાં આનંદને મહાસાગર ભરતીએ ચઢવ્યો હોય, તેવી તેમની મુખમુદ્રા જ છે ને!ડી વારે ગુરુ ગૌતમ બોલ્યા: પણ ભક્તજને, હું માનતે કે પ્રભુ આ બધું બીજા કેઈને લક્ષીને કહે છે. સંસારમાં ગૌતમે તે આસક્તિમાત્ર છોડી છે! પણ અંતરને ઊજળ ખૂણે એક આસક્તિ હતી, પ્રભુના દેહ પરના મમત્વની. દેહ તે ક્ષણભંગુર છે ચિરંજીવ તે માત્ર આત્મા છે; એ હું જાણતો હતો. ક્ષણભંગુરની ઉપાસના ન હોય. એમ હું સહને કહેતે હતે. પણ હું જ ભૂલ્ય ! ચતુર પડ્યો ચતુરાઈની ખાડમાં ! છેલ્લી પળે મને અળગો કરી પ્રભુએ મારી ભ્રમણા, મારે મેહ દૂર કરી પિતાનું વચન પાળ્યું. પ્રભુનું મૃત્યુ તે મરી ગયું હતું–મારું પણ મૃત્યુ હવે મરી ગયું. આજ હિં કૃતકૃત્ય થયા “પ્રભુએ નિર્વાણ પામી સંસારને સદાને માટે અખંડ પ્રકાશ, ન બુઝાય તેવી તિ, માણસ ભૂલે ન પડે તે ધર્મ બતાવ્યા છે. જય હે મહાપ્રભુને !” મેદની ગુરુના પાયને વંદી રહી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30