Book Title: Jain_Satyaprakash 1954 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ: ૨૦ ત્યાંથી ચાલ્યા આવ્યા.
સાચી વાત છે.
ગુરુ ગૌતમ આકાશ સામે ગર્જના કરી પડઘા પાડે છે “પ્રભુ ! એવાં તે કયાં મારાં મહાપાપ હતાં કે જીવનભર સાથે રાખીને અંતકાળે અળગે કર્યો? શું તમારાં વચન મિચ્યા હતાં ! અરે, મિથ્યા કેમ કરીને માની શકું ? પછી આમ કેમ ?” આ તે જ્ઞાનીનું રુદન !
અરે, આવા કરુણ સ્વરભાર તે સંસારમાં કેઈન જોયા નથી. માનવીનાં ધબકતાં હૈયાં થંભી જાય એવા એ શેકસ્વર !
સંસારને કઈ બાપ, કઈ મા, કઈ પતિવ્રતા, કેઈ પુત્ર, કેઈ બહેન આવું કદી રડી નહિ હોય! યેગીનાં આવાં અમૂલખ આંસુ સંસારે જન્મ ધારી કદી જોયાં નહિ હોય!
આખી મેદની નવી વેદના અનુભવી રહી. ઈદ્રરાજ વિચારી રહ્યા કે અજ્ઞાનીને સમજાવ સહેલું છે, પણ આ જ્ઞાનીને શેકભાર કેમ હળવે કરી શકાય? સમજીને શી રીતે સમજાવાશે? મત્સ્યને તરવાનું કેમ શિખવાશે? સહુ અજબ મૂઝવણ અનુભવી રહ્યાં.
પગલે પગલે, પળે પળે ગુરુ ગૌતમ સમીપ આવી રહ્યા હતા. પાવાપુરીના સુંદર પાર્વતીય પ્રદેશ પર ગોપજનેની બંસી બજી ઊઠી કે એ મહાગુરુ ધીર, સ્વસ્થ પગલે આવતા દેખાયા.
પણ આ શું? આશાતીત દશ્ય ! વિલાપને બદલે, રુદનને બદલે, મહાગુરુના મુખ પર અપૂર્વ શાન્તિ ને અલૌકિક તેજ રમતાં હતાં. તેમનાં નેત્રમાં પ્રાસસિદ્ધિને નવીન આનંદ ભર્યો હતે !
અરે, મહાગુરુ તે હસે છે! શું મહાદુઃખમાંથી પ્રગટ થતું ગાંડપણ તે એમને લાગ્યું નથી ને! આખી મેદની ઉત્સુકતામાં સમીપ આવી.
પ્રભુ ગયા !” ઇંદ્રરાજે બોલવાની હિંમત કરી.
હા, એ ગયા ને આપણે તરી ગયા, ઇંદ્રરાજ, હાડચામની મેહમાયાની દીવાલે ભૂદાઈ ગઈ. જે જીવનથી ન પ્રાપ્ત થયું તે મહાપ્રભુના નિર્વાણે મારા નિર્વાણના પથને નિશ્ચિત કર્યો. મારી સિદ્ધિનાં દ્વાર ખૂલી ગયાં.
શું આપને મહાજ્ઞાન-કેવળજ્ઞાન ઊપર્યું?”
કેમ કરીને?”
For Private And Personal Use Only