Book Title: Jain_Satyaprakash 1954 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ . શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૨૦ આગળ ધકેલવામાં આવે તે પછી વળી જોઈ લેવાશે. અણી ચૂક્યો સો વર્ષ જીવે. ભગવાન મહાવીરે મીઠા શબ્દોમાં કહ્યું: “રાજ! મોહ વિવેકને મારે છે; માટે એને અંધ કહ્યા છે. મારા નશ્વર દેહ પ્રત્યેને તમારે મોહ આજે તમને આ બેલાવી રહ્યો છે. નિકટ રહ્યા છે, જ્ઞાની થયા છે છતાં ભાખેલું ભૂલી ગયા કે આયુષ્યનો એક ક્ષણ પણ સુર, અસુર કે માનવ-કઈ વધારી શકતું નથી ? નાટક તો નિશ્ચિત બાંધેલો સમયમર્યાદામાં ભજવાય ને પૂરું થાય એમાં જ શોભા ! અન્તહીન નાટક રુચે ખરું? તમે તે સંસાર જીતી લેનાર દ્ધા છે. છતાં મેહ પાસે હજી વારંવાર પીછેહઠ કરે છે. મોહને જીત મુશ્કેલ છે. શું તમે જ નહેતા કહેતા કે શીતળ હેમંત ઋતુમાં ઊનનાં વસ્ત્રો ભલે ઉપયોગી હોય, સુખકર હોય, પણ વસંત આવે ગ્રીષ્મ પ્રગટે એટલે એ તે ફેંકવા ગ્ય જ! રંકના હાથમાં પાત્ર ત્યાં સુધી જ ભે, જ્યાં સુધી એને ભિક્ષાની જરૂર છે. રંક મટીને એ રાજા થાય, પછી પણ જે પાત્ર લઈને ફરે તે ? દેહનું કામ, જન્મનું કારણ ને મૃત્યુની ગરજ-સરી ગઈ, આયુષ્યની એક ક્ષણ અને ક્ષણને એક કણ પણ હવે બેજારૂપ છે. ઇંદ્રરાજ ! જુઓ, પણે વસંત–કદી ન કરમાતી અમર વસંત ખીલી રહી છે. સત્, ચિત્ ને આનંદની કદી ન આથમતી ઉષા ઊગી રહી છે? સ્વાગત માટે સજજ છે!” ઇંદ્રરાજ શરમાઈ ગયા, પગમાં પડ્યા. એકત્રિત મેદનીમાં પ્રભુ વીરના નિકટના સેવકે પણ હતા. તેઓએ તૂટતી ધીરજવાળા ભક્તજનોને એકઠા કરીને આશ્વાસન આપવા માંડયું. કેઈ ખાનગી વાત તેઓ જાણતા હોય તેમ કહેવા લાગ્યા: “ભલે ભગવાન ગમે તે કહે, પણ હાલમાં નિર્વાણ નહિ સ્વીકારે, તે એક ને એક બે જેવી વાત છે. અંતેવાસી છીએ એટલે અંદરની વાત અમે જાણીએ છીએ. અમને બરાબર યાદ છે, કે ભગવાને પિતાના પ્રિય શિષ્ય મહર્ષિ ગૌતમને એકવાર કહ્યું હતું, કે આપણે બંને એક સાથે એક દિવસે સિદ્ધ (એકને કેવળજ્ઞાન-એકને સિદ્ધિપદ) થઈશું. આજે તેમણે જ મહર્ષિ ગૌતમને ધર્મધ દેવા બીજે ગામ મેકલ્યા છે. જળ-મીનની પ્રીત છે. જેમના વિના એક ક્ષણ પણું જીવી શકે નહીં. એવા ગૌતમસ્વામીના આવ્યા વગર ભગવાન કંઈ દેહ છોડી દેશે ? શાન્તિ ધારણ કરે ! આ તે મેટાની લીલા છે!” વાત બિલકુલ સાચી હતી. મહાસમર્થ ઈન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરે વચન આપ્યાની વાત જાણતી હતી. આથી આખા સમુદાયમાં આસાયેશની લાગણી પ્રસરી રહી. પણ ભગવાન તે અંતિમ ક્રિયામાં મગ્ન હતા. પર્યકાસને બિરાજ્યા હતા. આયુષ્યની શીશીમાંથી છેલ્લા કણ ઝરતા હતા, ને એ પણ હવે પૂર્ણ થવાની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30