Book Title: Jain_Satyaprakash 1954 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેમવાણી પુસ્તિકાને જવાબ (સંપાદકીય) ગત જન્માષ્ટમીના દિવસે શ્રી વર્ધમાન શ્રમણ સંઘના પ્રચારમંત્રી મુનિ શ્રી પ્રેમચંદજીએ રાજકોટની વિરાણી પૌષધશાળામાં જે ભાષણ કરેલું તે “પ્રેમવાણી' નામક પુસ્તિકરૂપે પ્રગટ થયું છે. તેના પ્રકાશક છે—શ્રી ચુનીલાલભાઈ નાગજી વેરા તથા સાંકળીબાઈ ધર્માદા ટ્રસ્ટ ફંડ, રાજકોટ. અમારે ગતાંક પ્રગટ થાય એ પહેલાં અગાઉના દિવસે જ એ પુસ્તિકા વિશે અમે ટૂંકી ધમાત્ર લઈ શક્યા છીએ અને વિશેષ નોંધ આ અંકમાં આપવાનો અમે નિર્ણય કર્યો હતું. દરમ્યાન સૌરાષ્ટ્રમાં જ નહિ પણ ગુજરાત અને બીજે સ્થળે પણ એ પુસ્તિકા સામે પ્રબળ વિરોધ જાગ્યો છે. એનો પ્રતીકાર કરતા હોવો થયા છે, જેની નકલે અને કેટલાક પત્રો અમને મળ્યા છે, એટલું ધી અમે પ્રસ્તુત વિથ ઉપર આવીએ. આખુંયે ભાષણ જતાં મુનિશ્રીની મદશાનો ખ્યાલ આવી જાય છે. એમના ઊંદષ્ટ વકતવ્યને વિચાર કરીએ તે પહેલાં એમના માનસને જે ચિતાર એમની પંક્તિઓ આપી રહી છે તે જોઈએ. પૃષ્ઠ: ૧૫માં તેઓ કહે છેઃ મુંબઈથી ચાલીને હું અહિં આવ્યો છું. ત્યાં માર્ગમાં મેવાડના જે લોકો રહે છે તે દસ દસ માઈલ ચાલીને દર્શન કરવા આવ્યા અને અહિં તે હું પિતે આવી ગયા છે તે પણ કેટલાય લોકોએ દર્શન કર્યા નથી. કારણ કે કઠીમાં અનાજ છે. દુઃખમાં બધા સ્મરણ કરે છે.” બીજે સ્થળે પૃષ્ઠ: ૧૩માં તેઓ કહે છે: મેવાડમાં ઊંચી શ્રદ્ધા છે અને અહિં? અહિં તે લેકે મહેલમાં મસ્ત છે. કેટલાય માણસે એવા છે કે જેમનાં મને હજુ સુધી દર્શન થયાં નથી. તેઓએ પણ મારા દર્શન કર્યા નથી. હું તે તેમના ઘેર જવા તૈયાર છું. જે કઈ લઈ જનાર હોય તે.” મુનિશ્રીને લોકોમાં પોતાનાં દર્શન કરાવવાની કેટલી તાલાવેલી લાગી છે એ આમાંથી જાણવા મળે છે, મેવાડીઓ દુઃખી છે માટે એમની શ્રદ્ધા ઊંચા પ્રકારની છે અને મહેલમાં વસનારા ગુજરાતીઓને એમના દર્શનની પડી નથી. ત્યારે ગુજરાતીઓની દશા મેવાડીઓ જેવી થાય તે જ એમનાં દર્શન કરી શકે ને ? આ છે એમની મનોભાવના ! - આ જ કારણે તેમણે પોતાના અધિકારપદેથી જાણે એટમ બેબનો ધડાકો કરવા ધાયો હોય અને પિતાના પક્ષને આવાહન કરવાનું હોય તેમ–ભાષણમાં ઠેર ઠેર મૃર્તિ, મંદિર, દેવદ્રવ્ય (ધર્માદા દ્રવ્ય) પ્રત્યે કેવળ સાંપ્રદાયિક ઝનૂનથી પિતાનો રોષ ઠાલવ્યો છે. કેઈ સ્થળે દેવદ્રવ્યને ગેરલાભ લેવાયો. હોય છે તે હકીક્તને સર્વ સાધારણ બનાવી દેવદ્રવ્ય પ્રત્યેની પિતાની સૂગ વ્યક્ત કરી છે. દેવ-દ્રવ્યને ઉપયોગ તેના ભક્તો અને આપણા ભાઈઓ માટે થ જોઈએ એવો ફલિતાર્થ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30