Book Title: Jain_Satyaprakash 1954 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૦ સમાજમાં પ્રચારની દષ્ટિએ અમારી સામે આ પ્રશ્ન એક સમસ્યા બની ગયો છે. એ સમસ્યાને હલ શ્રીસંઘ તરફથી મળતી મદદ દ્વારા જ થઈ શકે. અમુક સ્થળના માતબર શ્રીસંઘે આ માસિકના વાર્ષિક ખર્ચ પૂરતા નિયમિત મદદગાર બને તે માસિકને લવાજમ ગ્રાહકો ઉપર નિર્ભર રહેવું ન પડે અને માસિક એના ચાલુ રણમાં વિકાસ સાધી શકે. આ માટે સમિતિના પાંચ પૂજ્ય અને પૂજ્ય આચાર્યો તેમજ પદસ્થ મુનિરાજે તે સ્થળના શ્રીસંઘને ખાસ ઉપદેશ આપે તે જ માસિકની સમસ્યા હલ થશે એમ અમારું માનવું છે. આ સ્થળે માસિકના લેખકને અમે વિસરતા નથી, માસિકના ધરણને સાચવી રાખવા લેખકે નિષ્કામ ભાવે પિતાથી બનતું કરે છે એ આપણા સંતેષની વાત છે એ માટે તેમને જેટલું આભાર માનીએ તેટલે એ છે જ છે. ખાસ કરીને પૂજ્ય મુનિરાજેને અમે વિનંતિ કરીએ છીએ કે સાહિત્યના વિવિધ વિષયે પૈકી જેમાં તેઓ નિષ્ણાત હોય તે વિષય ઉપરના પ્રમાણ પુરસ્સર લેખ લખી મેકલે તે માસિકના વિકાસમાં તેમને સાથ અનિવાર્ય મદદરૂપ બનશે. અમે આશા રાખીએ કે પૂજ્ય આચાર્યો, મુનિરાજે અને શ્રીસંઘે અમારી વિનંતિ તરફ ધ્યાન આપી સમાજના આ એકના એક તટસ્થ માસિકનું અસ્તિત્વ બનાવી રાખવા માટે પિતાથી બનતું કરશે. -સંપાદક [ અનુસંધાન પૃષ્ઠ : ૩ થી ચાલુ ] પૂર્ણ પ્રમાણમાં ધનની સહાય લેખાય. જ્યાં લગી એ માટે ચિંતા ઊભી હોય ત્યાં લગી તંત્રીની ધગશ ભાગ્યે જ નવીનતા આણી શકે. વળી યાદ રાખવું કે આ જાતના સાહિત્યને નિભાવ તો ગ્રાહક સંખ્યા પર નિર્ભર નથી હોતો. એ માટે સહાયક ફંડ હોવું જરૂરી છે. જૈન સમાજ શ્રીસ અને પૂજન્ય સાધુપણ એ વાત મન પર લે તે, આ ત્રુટિ તે જોતજોતામાં સંધાઈ જાય તેમ છે. ઉપરાંત જ્ઞાન નિમિત્તે આવક પણ ચાલુ જ હોય છે. મોટા શહેરના સંધ પાસે જ્ઞાનખાતે રકમ જમા પડી હોય છે. માસિક દ્વારા ભગવંતદેવની વાણીને તેઓશ્રી પ્રતિપાદિત સિદ્ધાન્તનો, થતી ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ થાય છે, એ સંખ્યક જ્ઞાનને પ્રચાર નહીં તે બીજું છે પણ શું? આગમગ્રંથ કે અન્ય ધાર્મિક પુસ્તકોના પ્રકાશનમાં જ્ઞાનદ્રવ્ય વાપરી શકાય છે એ જોતાં આ જરૂરી કાર્યમાં એ ખરચાય એમાં દેવ જેવું જણાતું નથી. દેશકાળ તરફ દષ્ટિ ફેરવતા, અને ઊગતી પેઢીના સંતાનનું માનસ જોતાં, પુસ્તકો કરતાં જુદા જુદા વિશેની વિવિધ રંગી વાનગી પીરસતું માસિક બનાવીએ. વળી, એ કળાકૃતિએનાં ચિત્રો આપીએ, અને વધુ આકર્ષક ઢબમાં તૈયાર કરી એનું માસિક મારફતે પ્રચાર ક્ષેત્ર અતિવિસ્તૃત સરજાય, એને ફેલા અવશ્ય વધે–એ કંઈ જેવી તેવી પ્રભાવના ન ન ગણાય. ગોરખપુરથી વૈદિક ધર્મનું જે માસિક નીકળે છે તે તરફ નજર કરે સસ્તુ સાહિત્ય કાર્યાલય જે રીતે પ્રકાશન કરી રહેલ છે તે તરફ દષ્ટિ કે, તે સહજ જણાશે કે ધર્મપ્રચાર વિસ્તારવો હોય તે એની ઢબે કામ કરતાં શીખવું જોઈએ. આશા છે કે સમિતિના મુનિરાજે અને સંધના આગેવાને આ દિશામાં આગળ ડગ ભરવાનો નિશ્ચય કરશે જ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30