Book Title: Jain_Satyaprakash 1953 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આબુ-રાણકપુરનાં જગપ્રસિદ્ધ દેરાં ભૂલભરેલી પુસ્તિકાઓને પ્રચાર લેખક: શ્રીયુત જ્યભિખ્ખ ઘણાં વર્ષોની આકાંક્ષા પછી, આબૂ-રાણકપુરનાં દેરાં જેવા પ્રસંગ આ ગ્રીષ્મ ઋતુમાં જ સાંપડો. આબૂત દહેરાં જગપ્રસિદ્ધિ મેળવી ગયાં છે, પણ તેનાથી ય વધુ પ્રસિદ્ધિ મેળવવા ગ્ય શ્રી રાણકપુરનું મંદિર હજી હમણાં જ પ્રસિદ્ધિમાં આવ્યું છે. આ મંદિર શિલ્પ, ઈજનેરી વિદ્યા ને સ્થાપત્યને બેનમૂન નમૂત છે. ( તાજેતરમાં સાંભળ્યું કે હમીરગઢનું ખંડેર મંદિર તે આ સહુને ટપી જાય તે શિલ્પકલાને નમૂને છે. હમીરગઢ સિરોહીથી છએક માઈલ દૂર છે. અને એને જીર્ણોદ્ધાર પણ શેઠ આ. ક. કરાવવા ઈચ્છે છે.) શાળા-કોલેજમાં તૈયાર થતા આજના ઈજનેરને અહીં અભ્યાસ ને અવલોકન માટે મોકલ્યા પછી ઉપાધિઓ એનાયત કરવી જોઈએ, એમ આ મંદિરનું નિરીક્ષણ કરતાં સહસા લાગી આવે છે. આ બંને દહેરાઓ જોતાં હમેશાં એક ઉપમા યાદ આવ્યા કરી છે. કોઈ સુંદરી દરેક અંગને યોગ્ય સપ્રમાણુ શણગાર સજીને ઊભી હોય એવાં રાણકપુરનાં દહેરાં લાગ્યાં છે: ને આબૂતાં દહેરાં માથેપગે અડવી પણ કંઠે-હાથે ખીચખીચ ઘરેણાં ખડકીને ઊભેલી સુંદરી જેવાં લાગ્યાં છે. અલંકાર તે બંને ઠેકાણે સભર છે. કલા વિષે ૫ણું કંઈ કહેવા જેવું નથી, પણ રાણકપુરમાં વિશેષ ભવ્યતા છે. પણ આ વિષે તે ભવિષ્યમાં લખવા વિચાર છે. અત્રે લખવા યોગ્ય બાબત જુદી છે. આબુ-રાણકપુરને જીર્ણોદ્ધાર જે યોગ્ય રીતે થતા જોઈએ છીએ ને જેમ શેઠ આ. કે.ની પેઢીને અને એના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની તીર્થરક્ષાની તમન્નાને અંજલિ આપવાનું દિલ થઈ જાય છે, તેમ આબુ-દેલવાડાના ઇતિહાસને, કલા, શિલ્પને ગ્રંથસ્થ કરી સર્વજનસુલભ કરવાનું માન સ્વ. મુનિરાજશ્રી જયંતવિજયજી મ. ને ફાળે જાય છે. એમણે તૈયાર કરેલા ગ્રંથે સાથે રાખીને આ તીર્થનું નિરીક્ષણ કરીએ ત્યારે જ સમજાય છે, કે સ્વર્ગસ્થ વિદ્વાન મુનિરાજે લોહીનું કેવું પાણી કરી આ ભગીરથ કાર્ય કર્યું છે. લક્ષમી દ્વારા આ તીર્થને ઉદ્ધાર કરનાર આપણા પ્રતાપી પુરુષો જેટલું જ માન પિતાની સરસ્વતી દ્વારા, પિતાના આરોગ્યની પણ ભેટ કરીને-પ્રતિકૂલ હવાપાણી ને ખાનપાનની પણ પરવા ન કરીને–આ. તીના ઇતિહાસને પ્રવાસના અપૂર્વ પ્રથો રચનાર સ્વર્ગસ્થ મુનિરાજને ઘટે છે. પણ આ વાતની ચર્ચા અહીં ખાસ કરી નથીપણ આ ગ્રંથના અનુકરણમાં ને કેટલાક સ્વતંત્ર રીતે બહાર પડેલા કે પડતા ગ્રંથ વિષે કંઈક ઉલ્લેખ કર અહીં જરૂરી બન્યો છે. આખની બજારમાં અને બીજે આબૂની માહિતી પૂરી પાડતી નાની-મેટી પુસ્તિકાઓ વેચાતી મળે છે. ચાર આનાથી લઈને ચાર રૂપિયા સુધીની એ પુસ્તિકાઓ છે. પણ તે બધીને સમગ્ર રીતે જોતાં આબુદેલવાડાને પૂરતી રીતે ન્યાય આપનાર પુસ્તક તે મુનિરાજ જયન્તવિજયજીનું જ છે. પણ સ્વર્ગસ્થ મુનિરાજના આબુ-અંગેની કિંમત મટી હેવાથી ને આ પુસ્તકેની કિંમત અલ્પ હેવાથી તેને ઉપાડ ઘણું રહે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28