Book Title: Jain_Satyaprakash 1953 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજઘાટથી મળી આવેલી શ્રી પાર્શ્વનાથ-મૂર્તિ લેખક :-શ્રીયુત કાત્ત વાજપેચી એમ. એ. પીએચ. ડી. પુરાતત્ત્વ અધિકારી, ઉત્તર પ્રદેશ. - કાશીના પૂર્વ બાજુના ગંગા તટ ઉપર રહેલ રાજધાટ પ્રાચીન નગરીનાં વંસાવશેષ છુપાવી રહ્યો છે. હમણાં અહીથી ઈતિહાસ અને કળાની જે પ્રભૂત સામગ્રી–પથ્થર અને માટીની બહુ સંખ્યક મૂતિઓ, સિકકાઓ, મૃણમુદ્રાઓ તથા અભિલેખાના રૂપમાં પ્રાપ્ત થયેલ છે; જેથી એ સ્થાનનું મહત્ત્વ સ્પષ્ટ થઈ ચૂકયું છે. અહીંથી પ્રાપ્ત અધિકાંશ સામગ્રી કાશીના ભારત કલાભવનમાં સંગ્રહીત છે. માટીનાં કેટલાંક રમકડાં તે પાતાની રીતમાં અદ્વિતીય છે.. હાલમાં જ અહી’ અગિયાર મહત્વપૂર્ણ જૈન મૂતિઓના એક સંગ્રહ પણ મળી આવ્યા છે, જેને રાજકીય સંગ્રહાલય -લખનૌને માટે મેળવી લેવામાં આવ્યા છે. આ પ્રતિમાઓ દ્વારા ઉત્તર ગુપ્ત તેમજ મધ્યકાલીન જૈન મૂતિવિજ્ઞાન ઉપર ઉલ્લેખનીય પ્રકાશ પાડ્યો છે. આનું સમ્યક અધ્યયન કર્યા પછી એક વિસ્તૃત વિવેચન યથાસમય પ્રસ્તુત કરવામાં આવશે. અહીં તેમાંની કેવળ એક મૂર્તિના ઉલ્લેખ કરવામાં આવે છે. કાર્યોત્સર્ગ મુદ્રામાં ઊભા રહેલા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે, તેના પ્રશાંત ભાવને કળાકારે અત્યંત સુંદર રીતે વ્યક્ત કર્યો છે. તેના અનમીલિત નેત્રા, કુંચિતકેશ, સપ્તફણાચ્છાદિત મંડળ તેમજ તેના ઉપરનું છત્ર વિશેષરૂપે દર્શનીય છે, તીથ કરની ડાબી અને જમણી બાજુ એ તેમના યક્ષયક્ષિણીને આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યાં છે. એ બંનેની એકાવલી, કળાપૂર્ણ" કેશપાશ તેમજ પરિધાન દ્રષ્ટગ્યું છે. ડાબી બાજુએ યક્ષિણીની નીચે પૂજાભાવમાં નતમસ્તક બેઠેલી એક સ્ત્રી બતાવેલી છે. મૂર્તિના મધ્યભાગમાં ભગવાન પાર્શ્વનાથની બંને બાજુએ એકેક તીર્થકરની કૃતિ ધ્યાન મુદ્રામાં કમલાસન પર બેઠેલી છે. ઉપર “તેના ઉપર પુષ્પમાલ સાથે ગગનચારી દેવાને અંકિત કરવામાં આવ્યા છે. મૃતિની ચોકી ઉપર મધ્યમાં ચક્ર તથા તેની આજુબાજુએ સિહ ઉત્કીર્ણિત છે. કળાની દષ્ટિએ આ મૂર્તિના નિર્માણકાળ લગભગ ૬ ૦ ૦ ઈસ્વીસન છે. અગાના વિન્યાસ, અલ'કરણ તથા ભાવપ્રદર્શનબધું પ્રસ્તુત કૃતિમાં સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. ઉત્તરભારતની મથુરાકળામાં જૈનધર્મનુ' જે બહુમુખી મૂતિરૂપ શુંગ તેમજ કુષાણુકાળમાં મળે છે, તેના વિકાસ બરાબર જારી રહ્યો છે. ગુપ્તકાળમાં તે અધિક પરિષ્કૃત તેમજ ભાવેમુ ખ બનીને મધ્યકાળમાં અલંકૃત તેમજ વ્યાપક બન્યા. કલાકારો, ધર્મગુરુઓ, તથા જન સાધારણ યુગ યુગમાં પોતાની ધામિક સાધનાની જે અભિવ્યક્તિ કરી તે આ કલાવશેષોમાં અમર છે. ‘અહિંસાવાણી માંથી ] [ અનુવાદિત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28