Book Title: Jain_Satyaprakash 1953 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦] શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૧૮ વૈશાલીની ભૂમિ કંઈક ભૂરા રંગની બરડ છે. ગ્રીષ્મ ઋતુ સિવાયના કાળમાં કમળનાં કે ખીલી નીકળતાં બહુ જ મનહર લાગે છે. આની આસપાસ નાની નાની નહેરો અને કેટલાક તળાવો છે અને જ્યાં ત્યાં કેટલાક ટેકરાઓ છે, જે પચીસ ફૂટ ઊંચા છે, તે ઘણું ખરું માટીને ઈટના છે. સંભવિત છે કે તે ટેકરાઓ ચેત્ય અને સ્વપના હેય. વૈશાલી પાસેના વસુલુંડ ગામમાં હમણાં જ એક પદ્મપ્રભુની મૂર્તિ મળી છે. કેટલાક વિદ્યાનું માનવું છે કે વસુકુંગામ પ્રાચીન ક્ષત્રિયકુંડ મહાવીર પ્રભુની જન્મભૂમિ છે પણ એ વાત કઈ પણ સંયોગમાં સત્ય જણાતી નથી, વધારેમાં વધારે ધ્યાન આપવા જેવું તે એ છે કે ગામના નામનું પણ મળતાપણું નથી તેમ ભાષાની દ્રષ્ટિથી પણ મહાવીર અર્ધમાગધને ઉપયોગ કરતા એ સાફ જણાવે છે કે ક્ષત્રિયકુંડ મગધ સરહદનું ગામ હતું. વૈશાલીમાં હાલ ઘણુંખરું મુસલમાન અને હિંદુઓની વસ્તી છે. તેમાં કેટલાંક એવાં પણ માણસો જોવામાં આવ્યા કે જેઓ જૈનધર્મ સાથે સહાનુભૂતિ ધરાવે છે. અહી ૨૦૦૧ માં વૈશાલી સંઘની સ્થાપના થઈ છે. પછી જે ઉત્સવ થાય છે તેથી અહીંના વતનીઓની એ તરફ વિશેષ પ્રીતિ ઉત્પન્ન થઈ છે. આ ક્ષેત્રનું મુખ્ય સ્થાન વાસર ગામ છે. અહીં એક આઠ ફુટ ઊંચે માટીને ટેકરો છે, તેને અહીંના લોકો રાજા વિશાલને ગઢ કહે છે. અહીં આખા ટેકરા ઉપર ઈટાના ટુકડા પડેલા છે અને મહેશે પણ મળે છે. આ ગામમાં એક ૨૩ ફૂટ ઊગે સ્તૂપ છે જેના ઉપર શેખ-મમ્મદ કાજીની દરગાહ છે. તેને મીરજીની દરગાહ કહે છે. - કોહુઆમાં એક સ્તૂપ છે, જેના ઉપર સિંહની પ્રતિમા છે. સ્ત્રી જ પાસે બાવીસ કુટ ઊંચો અને બાર ફુટ ઘેરાવાને એ સ્તૂપ છે તે ચુનાર પાસેથી મળતા પથ્થોને બનેલું છે, ને પોલિશ કરેલું છે. તે જ્યાં ત્યાંથી તૂટી ગયું છે. રાજા અશોકની આકૃતિ છે એમ લોનું અનુમાન છે. અહી' લેકમાં એવી વાત ચાલે છે કે આ સ્તુપ કાશીમાં તૈયાર થયા પછી ગંગા, ગંડક ને નેવલીનાલાને રસ્તે અહી' લાવી તૈયાર કરેલ છે. એ નાળનાં નિશાને પણ સ્પષ્ટ દેખાય છે. અહીં હાલ બે ત્રણ બીજા મંદિરમાં અશોકના સમય પછીની કેટલીક પથ્થર અને કેટલીક કાંસાની પરશુરામ, સૂર્ય, શંકર, ગૌરી, કાર્તિકેય, રામ, લક્ષ્મણ, સીતા વગેરે અન્ય દેવની મૂર્તિઓ પણ છે. તેમાં એક ગેમુખી મહાદેવની છે. આવી મતિ નેપાળમાં પશુપતિનાથમાં છે, જેને તાંત્રિક કહેવામાં આવે છે. [અમૃતપત્રિકા વિશેષાંક ૧૯-૪-૧૯૫૭ શ્રી. આર. આર. દિવાકરના લેખ ઉપરથી ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28