Book Title: Jain_Satyaprakash 1953 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૈમ કૃતિઓમાં હારિભદ્રીય ઉલ્લેખો અને અવતરણો લેખ – શ્રીયુત હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિની પૂર્વે જે સમર્થ જૈન ગ્રંથકાર થયા છે તેમાં હરિભદ્રસુરિનું સ્થાન જેવું તેવું નથી. આ હરિભદ્રસૂરિએ વિપુલ અને વિવિધ સાહિત્યનું સર્જન કર્યું છે અને કેટલીક બાબતો પરત્વે તે એમણે ન ચીલો સ્પષ્ટપણે જણાઈ આવે એ પાળ્યો છે. આને લઈને એમના પછી થયેલા અનેક મુનિવરેએ એમની પુષ્કળ પ્રશંસા કરી છે અને એમની કૃતિઓને યશેષ લામ ઉઠાવ્યો છે. એમાં “ ન્યાયાચાર્ય' યશવિજયગણિનું નામ તે સુપ્રસિદ્ધ છે. એમને “લઘુ હરિભદ્ર ' કહેવામાં આવે છે. | ગુજરાતને જ્ઞાનની વિવિધ શાળાના અભ્યાસ માટે પગભર બનાવવાની તીવ્ર અભિલાષા સેવનાર અને એને સક્રિય બનાવનાર હેમચન્દ્રસૂરિએ કેવળ જૈનોના જ કામની કૃતિઓ ન રચતાં જાતજાતની સાર્વજનીન કૃતિઓ પણ રચી છે. આને લઈને એમની કૃતિઓમાં હરિભદ્રસુરિને નામનિદેશ, એમની કૃતિને ઉલ્લેખ તેમજ એ કૃતિઓમાંથી અવતરણા મળી આવે એવી સહેજે આશા રખાય, પરંતુ સમય અને સાધન અનુસાર આ બાબત અંગે જે તપાસ હું કરી શક્યો છું તે તે આશાને જાણે ઊગતી જ કરમાવી દેતી હોય એમ લાગે છે. આથી કરીને વિશેષ આ સંબંધમાં પોતાનાં મંતવ્યો સપ્રમાણ રજુ કરે એવા ઈશ દાથી હું આ લેખ લખવા પ્રવૃત્ત થયો છું. અત્યાર સુધીમાં તે મને એકે હૈમ કૃતિમાં હરિભદ્રસૂરિનું નામ જેવા જાણવા મળ્યું નથી. અલબત્ત, મેં પ્રત્યેક કૃતિનાં પાને પાનાં તપાસ્યાં નથી. હરિભદ્રસૂરિએ વ્યાકરણ, કેશ, છંદ અને અલંકારને અંગે કોઈ કૃતિ રચી હોય એમ જણાતું નથી. હેમચન્દ્રસૂરિએ તે આ ચારે વિષયોનું મનનીય નિરૂપણ કર્યું છે. એમણે કાવ્યાનુશાસનની અલંકાર ચૂડામણિ અને વિવેક સહિત રચના કરી છે. આ કાવ્યાનુશાસન (અ. ૮, સ. ૮) માં જાતજાતની કથા સમજાવવાનો પ્રસંગ ઉપસ્થિત થતાં અલંકાર ચૂડામણિ, (૫. ૪૬૫ ) માં એમણે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે – __ " समस्तफलान्तेतिवृत्तवर्णना समरादित्यादिवत् सकलकथा " વિવેક (પ. ૩૬૫) માં આ અંગે નીચે મુજબ પક્તિ છે – “જતિ રિમિક્ષ્ય ” આમ આ બંને સ્થળામાંથી એક સ્થળમાં સમરાદિત્યના ચરિત્રથી શું સમજવું તેને હેમચંદ્રસૂરિએ નિદેશ કર્યો નથી, પરંતુ વિદ્વાનોનું માનવું છે કે આ ચરિત્ર તે હરિભદ્રસરિત સમરાઈચચરિય જ છે, કેમકે એનાથી કોઈ વિશેષ પ્રાચીન ચરિત્ર હેમચન્દ્રસૂરિને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28