Book Title: Jain_Satyaprakash 1953 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬] શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૧૮ મળ્યું હોય એમ લાગતું નથી. વિશેષમાં હરિભદ્રસૂરિની પછી અને હેમચન્દ્રસૂરિની પૂર્વ થયેલા કોઈએ સમાદિયચરિત્ર રચ્યું હોય એમ જણાતું નથી. આ ઉપરાંત ધનપાલે તેમજ ઉદ્દઘોતનસૂરિએ જે સમરાઈચચરિયની પ્રશંસા કરી છે. તે હારિભદ્રીય જ છે. આવી પરિસ્થિતિમાં હું અત્યારે તે એ મત ધરાવું છું કે આ ઉલલેખ હારિભદ્રીય કૃતિને જ લક્ષ્યમાં રાખીને હેમચન્દ્રસૂરિએ કર્યો છે. હેમચન્દ્રસૂરિએ ન્યાયને અંગે પ્રમાણમીમાંસા રચી છે અને એને સ્વપજ્ઞવૃત્તિથી વિભૂષિત કરી છે. આ એમની રચના પૂરેપૂરી હજી સુધી તે મળી આવી નથી એટલે અનેકાંતવાદના મહાનિબંધરૂપ અનેકાંત જયપતાકા સ્વપત્તવૃત્તિપૂર્વક હરિભદ્રસૂરિએ રચી છે તેનો ઉપયોગ હેમચન્દ્રસૂરિએ આગળ જતાં કર્યો છે કે કેમ તે જાણવું બાકી રહે છે. પ્રમાણુમીમાંસા (સં. ૧, આ. ૨, સે. ૧૨ )ની પત્તવૃત્તિ (પૃ. ૪૩)માં વહુ” એવા ઉલ્લેખપૂર્વક નિમ્નલિખિત બે પદ્યો અપાયાં છે – " गम्भीरगर्जितारम्भनिर्भिन्नगिरिगह्वराः । त्वङ्गत्तडिल्लतासङ्गपिशङ्गगोत्तुङ्गविग्रहाः। रोलम्बगवलयालतमालमलिनत्विषः। वृष्टिं व्यभिचरन्तीह नैवंप्रायाः पयोमुचः॥" આ બંને પડ્યો હેમચનરિથી પૂર્વકાલીન જયન્ત ભટ્ટની ન્યાયમંજરી (પૃ. ૧૨૯)માં નજરે પડે છે. બંને પદ્યોને અંગે ભેગો “યવાદુ:” જેવો ઉલ્લેખ છે એ જોતાં તે એ બંને પક્ષે એક જ કૃતિનાં હોવાનું અનુમનાય. આવી પરિસ્થિતિમાં હરિભદ્રરિફત પદનસમુચ્ચયને વીસમા શ્લોક જે તટથી શરૂ થાય છે તે અત્ર ઉદ્દધૃત કરાયાનું કેમ મનાય વળી, કેટલાક આધુનિક વિદ્વાને તે પદ્દનસમુચ્ચયમને આ વીસમે શ્લેક હરિભદ્રસુરિએ ન્યાયમંજરીમાંથી લીધાનું માને છે તેનું કેમ? આ સંબંધમાં મેં થોડીક ચર્ચા અનેકાંતજયપતાકા (ખંડ ૨)ના મારા અંગ્રેજી ઉપદૂધાત (પૃ. ૪ર)માં કરી છે. હરિભદ્રસૂરિની પૂર્વે કઈ એ પ્રમાણમીમાંસા નામની કૃતિ રચી છે એમ અનેકાંતજ્યપતાકા (ખંડ ૨, પૃ. ૬૮) ઉપરથી જણાય છે. શું આ હારિભદ્રીય ઉલ્લેખ હેમચન્દ્રસૂરિને પિતાની કૃતિનું નામ પ્રમાણમીમાંસા રાખવામાં પ્રેરક બન્યું હશે ? હેમચન્દ્રસૂરિએ ભેગશાસ્ત્ર રચ્યું છે એટલું જ નહિ પણ એના ઉપર પડ વિવરણ પણુ રચ્યું છે. આ વિવરણમાં અનેક અવતરણો એમણે આપ્યાં છે એથી આના મહત્ત્વમાં વૃદ્ધિ થાય છે. આ વિવરણ સહિત મૂળનું સંપાદન કરનારે અવતરણેનાં મૂળ સ્થાને નિર્દેશ કર્યો નથી એટલું જ નહિ પણ આ અવતરણોની અકારાદિ ક્રમે સૂચી પણ આપી નથી. આ તેમજ અન્ય કેટલીક બાબતે વિચારતાં એમ જણાય છે કે આ વિવરણનું સમીક્ષાત્મક પદ્ધતિએ સંસ્કરણ થવું ઘટે. તેમ થાય તે આમાં કયાં કયાં હરિભદ્રસૂરિની કૃતિઓને પ્રભાવ પડે છે તે સહેજે ખ્યાલમાં આવે. અત્યારે તે આ સંબંધમાં હું થ્યાછવાયા વિચારો જ રજુ કરું છું – યોગશાસ્ત્ર(પ્ર. ૧)માં . ૪૭–૫૬માં પત્ર ૫૦ અ. આમાં ગૃહિધર્મ તરીકે ન્યાયસંપન્ન વૈભવ ઇત્યાદિને ઉલ્લેખ છે. એ હારિભદ્રીય ધર્મબિન્દુનું સ્મરણ કરાવે છે. [ જુઓ: અનુસંધાન પૂ૪ : ૧૯૦ ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28