Book Title: Jain_Satyaprakash 1951 12 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્યકાલીન ગુજરાતી કળાનાં કેટલાંક શિલ્પો લેખક : શ્રીયુત ઉમાકાંત પ્રેમાનંદ શાહ એમ. એ. [કઈ પણ ખંડિયેરની પ્રાચીનતાને અંદાજ કાઢવા માટે પુરાતત્ત્વો એના સ્થાપત્ય અને શિલાલેખે ઉપર ખૂબ આધાર રાખે છે. એ દૃષ્ટિએ શત્રુ જયનાં મંદિરના સ્થાપત્ય અને શિલાલેખ ઉપરથી કેટલાકે એને આબુથી અર્વાચીન કહી દેવાનું સાહસ કર્યું છે. અલબત્ત, આપણે કબૂલ કરવું જોઈએ કે, કાળબળે જે મંદિરે કે ઈમારતોને વિનાશ થયે એનાં પ્રાચીન અવશે પણ જીર્ણોદ્ધાર સમયે સાચવી ન રાખવાનું જ એ પરિણામ છે. પરંતુ સદ્ભાગ્યે કોઈ સંશોધનમીને જ કાને અથડાય એવી મૂક કવિતા હજીયે ખૂણેખાંચરે પડેલાં શિલ્પોમાં ગૂંજી રહી છે. એ દિશામાં મહત્ત્વને પ્રકાશ આપતો આ લેખ એવા સાહસને જાણે પડકારી રહ્યો હોય એમ લાગે છે; એટલું જ નહિ, મૂર્તિશાસ્ત્ર અનુસાર મળી આવતાં શિપની લાક્ષણિક મીમાંસા પણ કરે છે. આ લેખ બનારસથી પ્રગટ થતા હિંદી માસિક “જ્ઞાનેદય”માં પ્રગટ થયે છે, તેને અનુવાદ અહીં સાભાર પ્રગટ કરીએ છીએ. સંપાય] ગર્જરદેશની પ્રાચીન સીમા જુદી હતી. અત્યારે જે પ્રદેશને ગુજરાતના નામથી ઓળખવામાં આવે છે તેને દક્ષિણી ભાગ જે મહીનદીથી તાપી સુધી છે તે (સંભવતઃ દમણ સુધી) લાટ દેશ કહેવાતો હતો. તે એ સમયે ગુજરાત નામે પ્રસિદ્ધ પ્રદેશ હતો. પ્રાચીન કાળમાં આનર્ત, સુરાષ્ટ્ર અને લાટ એવા વિભાગોમાં વિભક્ત હતે. ચીની મુસાફર હુએનત્સાંગ જેને માલવા કહે છે તે પ્રદેશની સીમાનો પત્તો લાગતું નથી. ઈ. સ. ની દશમી શતાબ્દીમાં અત્યારના ઉત્તર ગુજરાતને ગૂર્જરમંડલ, ગૂર્જરદેશ, ગુર્જરત્રા એવી સંજ્ઞાઓ મળી હતી મારવાડના જોધપુર રાજ્યમાં આવેલી શ્રીમાલ અથવા ભિન્નમાળ નગરીના ભંગ પછી ગૂર્જરમંડલમાં અણહિલ્લ પાટણને અભ્યદય થશે. વનરાજ ચાવડાએ સ્થાપન કરેલું પાટણ સોલંકી અથવા ચૌલુક્ય રાજાઓના શાસનકાળમાં અતી સમૃદ્ધિશાળી અને કળાકેન્દ્ર નગર બની ગયું હતું. ગૂર્જરમંડલની આ રાજધાનીને મધ્યયુગીન ચૌલુકય જમાનાનું સંસ્કારકેંદ્ર માની લેવું યોગ્ય ગણાશે. ઈસ. ની દશમી શતાબ્દીથી લઈને અર્વાચીન ગુજરાત, કાઠિયાવાડમાં અને ઉત્તરમાં મારવાડમાં પ્રાચીન સ્થાપત્ય, શિલ્પ અથવા ચિત્રકારી( તાડપત્રીય અને કાગળના પુસ્તકમાં)ના જે અવશેષો મળ્યા છે તે એક જ પ્રકારની કળાનાં પ્રતીક છે. કુમારપાળે નિર્માણ કરેલું જાલોરનું ચૈત્ય અથવા અબુદગિરિ પર બનાવેલું તેજપાલનું લૂણસહિક નામક નેમિનાથ ચત્ય, કુમારપાલનું તારંગા પહાડવાળું અજિતનાથનું મંદિર, આ બધાં એક જ કળાનાં ભિન્ન ભિન્ન ઉદાહરણ છે. પશ્ચિમમાં કચ્છમાં અને સિંધમાં થરપારકર જિલ્લાના વરવનથી મળેલા અવશેષે પણ આ જ કળાના નમૂના છે. એ સમયે રાજસત્તાનું અને વિદ્વાનું કેન્દ્ર પાટણ હોવાથી આ કળાને ગુજરાતી કળા નામ આપવામાં આવ્યું છે. મેઢેરાના સૂર્ય For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28