Book Title: Jain_Satyaprakash 1951 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ લેખકોએ જે અન્યાય કર્યો છે એ કલ્પનાના રંગે રંગાયેલ હોઈ મૂળ વિનાની શાખા જે છે. ઈસ્વીસન પૂર્વે પણ જેની નોંધ મળે છે અને જેના આગમ ગ્રન્થમાં આજે પણ એવી સંખ્યાબંધ ને વિખરાયેલી દષ્ટિગોચર થાય છે કે એ સર્વને વિદ્વાન અભ્યાસીના હાથે સંકલન થાય તે ઈતિહાસની સાંકળને સાંધવામાં ખપ આવે અને ભારતવર્ષના પ્રાચીન ગૌરવમાં ઊમેરે કરે એવી સંગીન સામગ્રી દુનિયાની નજરે ચઢે. ચલુ લેખમાળામાં આંગ્લ ઇતિહાસકારને આધાર લઈ જે કંઈ સામાન્ય છે રજૂ કરી છે. એ ઉપરથી પણ જૈનધર્મના પ્રણેતા માટે, એના ગુરુઓ માટે અને એની ઉદાર ને ઉમદા તવગૂંથણી માટે હરકઈને બહુમાન પેદા થાય તેવું છે. શરૂમાં જણાવ્યું છે તેમ આ ગ્રન્થમાં જે કંઈ ઉલ્લેખ છે તે આછી-પાતળા અને જુદા જુદા મુસાફરો કે લેખકના લખાણ ઉપરથી સંઘરાયેલાં છે. એના ઊંડાણમાં ઉતરવાનો કે બારીકાઈથી ગવેવણું કરવાની પૂરેપૂરી તક લેવાઈ નથી. આમ છતાં સો ટચનું સુવર્ણ ઓછું જે ઢાંક્યું રહે. એમ જે કંઈ કહેવામાં આવ્યું છે એ જૈનધર્મને ગૌરવને વધારનારું જ છે. જૈન સમાજ દેશ-કાળને એંધાણ પારખી પ્રાચીન શેધખોળ પાછળ રસ લેતે થાય એ સારું સારી રકમ ખરો, એમાં જ સાથી પ્રભાવના ગણે તે ભગવંત શ્રી. મહાવીરદેવના સિદ્ધાંત વિશ્વભરનું આકર્ષણ કરે અને એ દ્વારા સાચી શાતિનો સંદેશ સહજ પ્રસરે. [ આ અંકે સમાપ્ત ] ( અનુસંધાન પૃષ્ઠ : ૫૦ થી ચાલુ . અને મહમૂદ ગજનવીની મૂર્તિઓ તેડવાની ધૂનથી બચેલા સ્થાને પણ તેણે માટીમાં મેળવી દીધાં. એ જ કારણ છે કે, દેવનિમિતરૂંપના આકારપ્રાકારનું જ્ઞાન કરાવનાર તેને કેઈ વિશિષ્ટ ખંડ અથવા રૂપ આપણને મળતું નથી. હા, કેટલાંક આયાગપટ્ટો ઉપર તેની પ્રતિકૃતિઓ અવશ્ય મળે છે. તેનાથી જણાય છે કે આકારપ્રાકારમાં તે સાચી અને ભરાહતના સ્તૂપના પૂર્વને અનુરૂપ હતા. અને વેણની, સ્તંભ, સૂચી, ઉષ્ણષ, તરણ આદિથી સંપૂર્ણ હતે. તારણની સુંદરતાનું જ્ઞાન લખનઉ સંગ્રહાલયમાં સુરક્ષિત (જ. ૨૫૫ સંખ્યક) આયોગપદ્રની પ્રતિકૃતિથી કરી શકાય એમ છે. આયાગપટ્ટોથી અતિરિક્ત નૈગમેષ મૂર્તિઓ, સર્વતભદ્રિકા પ્રતિમાઓ, સરસ્વતી, કિન્નર, ગંધર્વ, સુપર્ણ, ધરણેન્દ્ર, નાગ, કુબેર, શાલભંજિકા, સધરનાતા, આયવતી તથા યક્ષ-યક્ષિણ આદિની પ્રતિમાઓ મથુરાની કળાના તે નમૂનાઓ છે કે જેના વિના ભારતીય તક્ષણકળા અને મૂર્તિકળાનું અધ્યયન એકાંગી અને અધૂરું રહી જાય. એની શૈલી અને ઓડિસાની ખંડગિરિ પહાડની ગુફાઓની મૂર્તિઓની શૈલીમાં સમાનતા છે. પાછલી સાલેમાં તે યુગ યુગની વિશેષતાઓને અપનાવતી અગિયારમી સદી ઈ. સ. સુધી બીજાને પ્રભાવિત કરતી ધારારૂપમાં ચાલી આવે છે. સંક્ષેપમાં મથુરાને દેવનિર્મિત સ્તૂપ મથુરાની કળાનો બે હજાર વર્ષોને ક્રમબદ્ધ ઈતિહાસ રહ્યો છે. “ધર્મયુગ” (તા. ૨૩-૯-૫૧) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28