Book Title: Jain_Satyaprakash 1951 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ પડી નાસનારને ભેય પછાડ્યા. આગ તે આગળ વધતી આવતી હતી. મકાને, ઝૂંપડાં ને રાવડીઓને ભસ્મસાત કરતી આવતી હતી. ખંભાતના ગરીબ પરામાં નાની એવી લંકા ઝગી ઊઠી. સ્ત્રીઓ ને બાળકે તે ભાગ્યાં, પણ પુરુષ માત્રને માથે આફત વરસી. મર્દ હતા તે સામે થઈને મર્યા. ડાહ્યા હતા તે ખૂણેખાંચરે ભરાઈને ભુંજાયા. નામર્દ હતા તે બકરાની જેમ હલાલ થયા. પરેઢ થતાં તે સર્વનાશ સંપૂર્ણ થયો. એક ગાય સિવાય કોઈ અખંડિત બચ્યું નહોતું સૂર્યનારાયણે જ્યારે ખંભાતના અખાત પર સેનલવણ કિરણે ફેંક્યા, ત્યારે ભભકતી આગના બે–ચાર ભડકા સિવાય ત્યાં શેષ કંઈ નહોતું સહુ કહેતાં, આગ લાગી. પણ કોણે લગાડી એ વાત કઈ જાણતું નહોતું. શક પરથી કેઈનું નામ આપવું એ તે ફરીથી બુઝાયેલી આગને ચેતવવા જેવું હતું. ખજૂરાના એક પગ જેવું ખંભાતનું આ પરું નામશેવ જેવું બની ગયું ! અને તે પણ એક રાતમાં ! શું ખુદાનો કોપ ! અને બચ્યું કેણ ? એક માત્ર ગરીબ ગાય ! આવતી કાલે હલાલ કરવા માટે આણેલી દુઃખી ગાય ! ખરેખર ! ગાયના રોમરોમમાં દેવતા વસે છે, તે આનું નામ ! કો ધર્મ સાચે, એની ખાતરી આજ સ્વર્ગના દેવતાઓએ ખંભાતના એક પરામાં પ્રત્યક્ષ રીતે આપી ! સર્વનાશની એ વાદળી, અંધારી રાત્રિનું ઉદર ચીરીને એકાએક ટપકી પડી: ને પાતાળની કોઈ અતળ ગુફામાં અગમ્ય રીતે છુપાઈ ગઈ [૨] ઘેર રાતે ઘોર કર્મ થયું! એ ઘોર કર્મ પર સવારના સુયે પિતાનાં અજવાળાં પાથર્યો, ત્યારે આખું ખંભાત એ તરફ હલક્યું હતું. એમાં અઢારે વરણ હતી. એમાં કસ્તી બાંધતા શાણુ પારસી બે હતા, જનોઈ બાંધી ત્રિપુંડ તાણુતા ભૂદે હતા, દયાધર્મને મંત્ર જપતા જેને હતા, શૈવ ધર્મના પરમ પૂજારી ક્ષત્રિયે હતાઃ ને વાતડાહ્યા વૈષ્ણવ પણ હતા. આ અને એ બધા સામાન્ય પુરુષો નહોતા. કારણ કે ખંભાત એ કંઈ સામાન્ય શહેર નહોતું. અરબી સમુદ્રની છોળથી નહાતું ખંભાત બંદર એ કાળે સમૃદ્ધિશાળી નગર હતું. એનાં ભર્યા ચકલામાં સોના-રૂપાની પાટો ઊછળતી : ને નાણાવટ ને શરાના ચૌટામાં હીરા, માણેકના ઝળહળાટ હતા. દેશદેશાવરનાં વહાણ અહીં નાંગરતાં. દેશ દેશાવર જવા માટે વહાણો અહીંથી ઊપડતાં. લાખોની હૂંડીઓ અહીં સ્વીકારાતી. અહીં ગગનચુંબી મંદિરો હતાં, ને અહીંથી જ વહાણ, હજ કરવા જતા હાજીઓને મક્કા-મદીના લઈ જતાં. દરેક માણસને હોય છે, એમ દરેક શહેરને પણ બીજી બાજુ હોય છે. આ સમૃદ્ધિશાળી નગરને પણ બીજી બાજુ હતી. દરિયાની છાળાથી બનેલી એક ખાડીને કિનારે કેટલાંક કાચા માટીનાં, કેટલાંક ઘાસનાં તો કેટલાંક ચામડાની છતવાળાં મકાનનું પરું આવેલું હતું. અસ્પૃશ્યોનું આ પરું હતું. આ પરાથી થોડે દૂર મુસલમાનવાડો હતો. શ્રમજીવીઓના આ પડામાં કલાકારે હતા, કસબીઓ હતા, શિલ્પીઓ હતા, ભિસ્તીઓ હતા, ખાટકીઓ હતા, માછીઓ હતા; નટ, નાચણીઆ ને ગાડી હતા. નાત-જાત વચ્ચે બને છે તેમ, સંઘર્ષની આછી ચિનગારી અહીં પડોશી કેમકોમ વચ્ચે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28