Book Title: Jain_Satyaprakash 1951 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૩ ] ચષકના ચસકા [ ૬૭ અહીં સંપાદકે શ્લેષ છૂટો પાડીને રાજાને “મf ' કહ્યો છે. અશ્વર્યયુક્ત ઈત્યાદિ અર્થમાં માવત્' શબ્દ વ્યવહત અને પ્રયુક્ત છે પણ “મની’ એ પ્રમાણે સર્વથા અપ્રયુક્ત છે. કોઈ પણ સાહિત્યકારે એ શબ્દપ્રયોગને આદર્યો નથી છતાં તેને આદર બાણભટ્ટ પાસે કરા એ ખરેખર દુઃસાહસ છે. સાહિત્યમાં મર્યાદાઓ છે. એ મર્યાદા વિરુદ્ધનું કથન કે લેખન એ દેષ છે. એવા દેષ તરફ ખેંચી જતા સંપાદક બાણભટ્ટ પ્રત્યેની સુન્દર ભક્તિ પ્રદર્શિત કરે છે! રાજા “મા” અને “ પ્રવૃત્તઃ' છે એમ છૂટા પાડવાથી રાજામાં વિશેષતા પણ શું આવે છે? ખરેખર, સંપાદક કાદમ્બરીની આવી ટીકા રચીને જ સર્વશ્રેષ્ઠ ટીકાકાર તરીકે ગણાવવાની પિતાની પ્રચંડ લાલસાને અન્યથા તૃપ્ત કરત. સંપાદક પોતાને અભિમત હરિદાસીય ટીકાને પણ વિચારવાનું ભૂલી જાય છે, અને ભ્રમમાં ને ભ્રમમાં સાહિત્યના દોષનો ભોગ બને છે પરુ એમ બનવું સહજ છે. “પરસ્થ ચિત્તે ચા સ્વસ્થ તન્નાથતે ધ્રુવમ્ ” આટલા દષ્ટાન્તથી સંપાદકની વિદ્વત્તા કેવા પ્રકારની છે અને ટીકાકાર પ્રત્યે તેમની દૃષ્ટિ કરી છે તેને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. શરૂઆતના આઠ પૃષ્ઠમાં દશ ટિપ્પણે છે. તેમાંનાં પાંચ ટિપ્પણે સાધારણ અને સામાન્ય છે. બાકી પાંચ ટિપણે કેવાં છે એ વિસ્તારથી જોયું. આ ઉપરથી અન્ય ટિપણે કેવાં હશે તે સમજી શકાય એવું છે. ૭૫૧ પૃષ્ઠના પુસ્તકમાં લગભગ પાને પાને ટિપ્પણો--આવાં વિરૂપ અને અસાર ચિતરી ગ્રન્થને બગાડવામાં સંપાદકે ખામી રાખી નથી. કોઈ સ્થળવિશેષમાં કોઈ પણ ગ્રન્થના સંપાદકને ભૂલ જણાય છે તે ભૂલને સંપાદક સયુક્તિક સુધારીને નીચે જણાવી શકે છે પણ તેથી ગ્રન્થકર્તાને ગાળો આપવાની કે નિન્દવાની છૂટ સંપાદકને હરગીજ મળી શકતી નથી. ગાળે તે તે આપે કે જેની પાસે સારી વસ્તુઓ ન હેય. યુક્તિ અને બુદ્ધિનું દેવાળું—એ ગાળો કહેવાય છે. અષક-મદ્યપાત્રમાં કાદમ્બરી–મદિરાને પીનાર આવું કરે તેમાં કાંઈ નવાઈ નથી. આમ કરવાથી જ તેઓ તેમના યથાર્થ સ્વરૂપમાં પ્રકટ થાય છે. આવું ન કરે તે ઉલટું લેકે ભ્રમમાં રહે તેમને સભ્ય માનીને ઊંધે રસ્તે દોરવાય. એટલે જે થયું છે તે તેમને ખરા સ્વરૂપમાં ઓળખવા માટે ઉપયુક્ત છે. આ કાર્ય માટે ખરા જવાબદાર અને ઉપાલંભપાત્ર તે પ્રકાશક છે. જેનોને સારે સહકાર સાચવી રાખનાર નિર્ણયસાગર પ્રેસને આ ગ્રન્થ આવા પ્રકારના પ્રકાશનથી કેવળ જેનોને જ માત્ર દુઃખ થાય એટલું જ નહિ પણ સાહિત્યના કોઈ પણ વિદ્વાનને ધૃણા થયા વગર રહે નહિ. આથી પ્રકાશકની પ્રતિષ્ઠા ઘટે છે અને કાદમ્બરી જેવા મહત્ત્વના ગ્રન્થની આવા વિરૂપ ટિપ્પણથી અનુપાદેયતા વધે છે. પ્રકાશકે અર્થ તરફ દષ્ટિ ન કરતાં પિતાની પ્રતિકાન ખાલી કરીને આ અંગે વહેલી તકે ઉચિત કરવું જરૂરી છે. આ આવૃત્તિની બાકી રહેલી કાદમ્બરીની નકલે રદ કરીને આવાં ટિપ્પણોથી રહિત સારા સંપાદક પાસે વ્યવસ્થિત રીતે કાદમ્બરીનું પુનઃ પ્રકાશન કરવું જોઈએ અને થયેલ ભૂલ માટે દીલગીરી જાહેર કરવી જોઈએ. આવી ભૂલ એ સાહિત્યક્ષેત્રમાં જરી પણ સન્તવ્ય કે ચલાવી લેવા જેવી ગણાતી નથી. વહેલી તકે પ્રકાશક ભૂલ સુધારે અને સંપાદકને પણ પોતાની ભૂલ સમજાય તેમજ તે પિતાના આ અનુચિત કર્તવ્ય અંગે હદયમાં પશ્ચાત્તાપ અનુભવે એવી આશા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28