Book Title: Jain_Satyaprakash 1951 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વષકનો ચમકા. લેખકઃ–પૂજ્ય પંન્યાસ શ્રીદુરધરવિજ્યજી [ ગતાંકથી પૂર્ણ! | [૪] મંગલ આદિના ૨૦ શ્લેક થઈ ગયા પછી કાદમ્બરીમાં ગદ્યનો આરંભ થાય છે. તેનું અવતરણ આપતાં ટીકાકાર જે લખે છે તે ખરેખર બારીકાઈથી વિચારવા જેવું છે. એમ ને એમ ઉપલક દૃષ્ટિથી જોનાર ભ્રમમાં પડ્યા વગર ન રહે. આ છે તે અવતરણ – ___ 'दशरूपकेऽपि प्रख्यातोलायमिश्रत्वभेदात्त्रेधाऽपि तत् त्रिधा। प्रख्यातमितिहासादेरुत्पाद्य कविकल्पितम् ।। मिश्रं च सङ्करात्' इत्यादेरुक्तभेदानां काव्यनाटकचम्पूनां मध्ये गद्यपद्यमयी चम्पूनां द्विधा श्लेषवती च या। राजवर्णनमादौ स्यान्नगरीवणन ततः । तथाचामुकमन्यस्मिन्न तु तन्नृषु कुत्रचिद्' । यथा 'शूलसम्बन्धो देवतायतनेषु न नृषु' इति नलचम्प्वाम् । तथात्रैवाने 'चित्रकर्मसु वर्णसङ्करो न मनुष्येषु' इत्यादि चम्पूलक्षणयुक्तां कादम्बरीसंज्ञिका कथामारचयति-आसीदिति-(पृ. ७) આ અવતરણને સહસા વાચનાર એમ માની લે કે ટીકાકાર કાદંબરીને ચંપૂ માને છે, પણ એવા નિર્ણય પર આવતાં પહેલાં શેડો વિચાર કરવો જોઈએ. કાદંબરી જેવા સાહિત્યના વિશિષ્ટ ગ્રન્થ પર ટીકા કરનારને “ચંપૂ' કોને કહેવાય અને “કથા કોને કહેવાય એ ખબર ન હોય એમ ન બને. સાહિત્ય ગ્રન્થમાં આ ભેદનું સ્પષ્ટ વર્ણન છે. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસુરીશ્વ-રચિત કાવ્યાનુશાસન' ગ્રન્થને તે તેમને ખાસ પરિચય હોય. તેમાં આઠમા અધ્યાયમાં જણાવ્યું છે, તે આ પ્રમાણે– 'धीरशान्तनायका गद्येन पद्यन वा सर्वभाषा कथा' તેમાં ગદ્યમયી કથાના ઉદાહરણ તરીકે કાદમ્બરીને નામ લઈને ઉલ્લેખ કર્યો છે “સા વરિયમથી થયી સ્વરી ”આથી સ્પષ્ટ સમજાય છે કે કાદમ્બરી કથા છે પણ ચંપૂ નથી. ટીકાકાર આ વાત નથી જાણતા કે નથી માનતા એવું સમજવું એ મહાભ્રમ છે. ‘વપૂરુક્ષગયુni vશ્વરસજ્ઞિ કથામારચંતિ” એ ઉપરથી ઉપરનો ભ્રમ થાય એ શક્ય છે પણ તે બરાબર નથી. જો ટીકાકારને કાદમ્બરી એ ચંપૂ છે એમ કહેવાનું અભિમત હતા તો તેઓ ઉપર પ્રમાણે ન લખતાં સીધું એમ જ લખત કે– યાક્ષિાયુ જારી - હૃત્તિ વનચતિ” “રૂા િવવૃક્ષણયુ” એ પ્રમાણે ચંપૂને જ વિશેષ્ય બનાવત પણ ટીકાકારે એમ નથી કર્યું. ટીકાકાર તે સ્પષ્ટ લખે છે કે, “કાદમ્બરી નામની કથા રચે છે” કાદમ્બરી એ કથા છે એ વાત ટીકાકારના આ અવતરણમાં સ્પષ્ટ છે. અવતરણમાં કથા એ વિશેષ્ય છે; તેના વિશેષણ તરીકે ટીકાકારે એક વિશેષ વાત પણ કરી છે. તે એ છે કે આ કથા અન્ય કથા જેવી નથી પણ આ કથામાં કેટલાક ચંપૂના પણ લક્ષણવિશેષ સ્વરૂપે છે. તે કયાં કયાં છે એ હકીકત ટીકાકારે શરૂઆતમાં દર્શાવી છે. આમ ટીકાકારે અન્ય કથાઓ કરતાં કાદંબરીને વિશેષતાવાળી દર્શાવવા સાથે એક સુન્દર કાવ્યના મર્મની વાત પણું કહી છે. કાવ્યના કથા નામના ભેદ કરતાં ચંપૂમાં એટલી અધિકતા હોય છે કે તેમાં શરૂઆતમાં રાજવર્ણન હોય, પછી નગરી વર્ણન હોય, અમુક વર્ણન અન્યમાં કરવું પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28