Book Title: Jain_Satyaprakash 1951 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૭ * તરત જ નોકર એક પાણીનું પાત્ર લઈ આવ્યો. એક નાની ઝારીથી સહુને આપવા માંડયું. આ વાત વિચિત્ર હતી, પણ મહારાજાની વર્તણૂક કેટલીકવાર વિચિત્ર બની જતી. એ વખતે એમને મિજાજ સમાલી લે શાણે દરબારીઓની ફરજ બની જતી.
મહારાજ! ખારું દૂધ પાણી છે. એકે કહ્યું. દરિયાનું જળ છે.” બીજાએ કહ્યું. “મીઠાના અગર માટે ઉપયોગી પાણી છે.' ત્રીજાએ ભેજું દોડાવ્યું. ગુજરાતમાં અગરિઆ જ માથાભારે છે,’ ચોથાએ એમ ને એમ ઠબકાર્યું. પાટણમાં તે આવાં પાણી નથી.'
નથી. પાટણના પાણીમાં બહુ મીઠાશ થઈ લાગે છે. સોલંકી સિંહાસન કંઈક ફિકક પડી ગયું છે. એ માટે ખંભાતથી પાણી લઈને હું આજે જ ચાલ્યા આવું છું.' મહારાજ સિદ્ધ રાજે ધડાકે કર્યો. સભા મહારાજના કથનના પ્રથમ ભાગને સાંભળી આશ્ચર્યમાં પડી ગઈ ઉત્તર ભાગમાં ન જાણે શા ભૂકંપ હશે, એની ચિંતામાં પડી.
“સભાજન ! હું ત્રણ દિવસ અંતઃપુરમાં આરામ લેવા નહોતો પડ્યો રહ્યો. કુતુબઅલી તમારા દરવાજે આંટા ખાઈ ગયો, પણ તમે એની ફરિયાદ ન સાંભળી પણ મારે રાજા તરીકે પ્રજા માત્રના પાલકે તો સાંભળવી જોઈએ ને! મેં સાંભળી. સાંભળ્યા પછી એના ન્યાય માટેની મારી જવાબદારી વધી. એને ફરિયાદ માટે તમારે દરબાર નહિ, પણ જંગલ પસંદ કરવું પડયું. સોલંકીના દરબારમાંથી જાણે ન્યાય અદશ્ય થયો. આ શરમ મારા હૈયાને કરી રહી. સોલંકી સિંહાસન વિક્રમી ન્યાય માટે ખડું થયેલું સિંહાસન છે. આમાં કેટલીય કેમોને હાથ એમ મેં જાણ્યું, એટલે ઘડિયા જોજન સાંઢણી લઈ જાતે ખંભાત ગયો.”
મહારાજ થોડીવાર થોભ્યા. આખી સભા ભય અને આશ્ચર્યથી સ્તબ્ધ હતી.
છુપા વેશે ખંભાતની ગલી ગલી ને શેરીએ શેરીએ ફર્યો. મુસલમાન પર ખરેખર જુલમ વરસ્યો હતો, એની મને ખાતરી થઈ. આતશપૂજકોને એમાં પ્રેરક તરીકે અગ્રભાગ છે, અને હિન્દુઓ તમામ એમાં શામેલ છે.”
મહારાજ વળી સભા તરફ જોઈને થાળ્યા. પુનઃ બેલ્યાઃ “પ્રજામાત્ર–પછી ગમે તે નાતજાત કે કેમ હોય—મારી રૈયત છે. સહુને સોલંકી દરબારમાં ન્યાય માગવાનો સરખો અધિકાર છે. એનું રક્ષણ કરવાની અને એ સહીસલામતીથી રહી શકે તેની કાળજી રાખવાની પ્રત્યેક રાજવીની ફરજ છે. ખંભાતની હરેક કેમના બે બે આગેવાનોને સજા કરવાને મેં ઠરાવ કર્યો છે. મજિદ ને મિનાર દરબારી ખર્ચે બનાવી આપવામાં આવશે, ને એ વસ્તી ફરી વસી શકે તેવો બંદોબસ્ત કરવાના તમામ હુકમ મેં રવાના કરી દીધા છે. યાદ રાખો સોલંકી સિંહાસનના ન્યાયાસન પાસે સર્વ સમાન છે ! શું હિંદુ-શું મુસલમાન !' મહારાજ જયસિંહ બેલતાં બોલતાં કુતુબઅલી તરફ ફર્યા અને કુતુબઅલી ! જાઓ વફાદાર પ્રજા તરીકે રહીને શાહી મસ્જિદના મિનાર પર ચડી જાહેર કરે કે ખુદાની નજરમાં જેમ માણસ માત્ર સમાન છે એમ સિદ્ધરાજના રાજ્યમાં રેયત માત્ર સમાન છે !'
કુતુબઅલી જમીન પર પડી કુરનીસ બજાવી રહ્યો દરબારીઓના હૈયામાં ક્ષણભર ભૂકં. પના આંચકા લાગ્યા. પણ સોલંકી ન્યાય ગુજરાતી તવારીખમાં સુવર્ણાક્ષરે અંકિત થઈ ગયો.
ત્રણ દિવસના શ્રમિત મહારાજા એ પછી પૂરતી આસાયેશ લેવા અંતઃપુરમાં ચાલ્યા ગયા.
For Private And Personal Use Only