Book Title: Jain_Satyaprakash 1951 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૩ ] ખતીબ
[ ૬૩ મહામંત્રી ! ખંભાતના કંઈ વર્તમાન છે?” સિંહાસન પર બેસતાં જ મહારાજે પ્રશ્ન કર્યો.
ખાસ કંઈ નહિ. ફક્ત થોડા દિવસ પહેલાં મુસલમાન વગામાં આગ લાગી હતી.' મહામંત્રીએ વાત સામાન્ય હોય તેમ કહ્યું.
“ આગ લાગી હતી?”
હા, પ્રભુ!’ “કંઈ નુકશાન.” “ સામાન્ય.”
આગનું કારણ?”
કારણમાં કંઈ જણાયું નથી. આપસ-આપસને કલેશ હેય, કાં અકસ્માત હેય. કઈ ફરિયાદ કરવા આવનાર જ નહોતું. પુરાવા તથા સાક્ષી વગરને ન્યાય તે લાચાર જ ને! ત્યાંના મહાજને પૂરતી રાહત આપી છે!” મહામંત્રીએ ખુલાસો કર્યો. તેઓને આવી નાની બાબતમાં મહારાજાને ઊંડા ઊતરતા જોઈ આશ્ચર્ય થયું.
તમે કંઈ જાતતપાસ કરી?”
મહારાજ, રાજના બીજા અગત્યના મામલા ક્યાં ઓછા છે, કે આવી નાની નાની. બાબતમાં સમય બરબાદ કર. ત્યાંના અધિકારીઓને યોગ્ય કરી લેવા સૂચના અપાઈ ગઈ છે' સંત્રીરાજે સહજભાવે કહ્યું.
શિવસિંહ ?” મહારાજે બૂમ મારી. એમને સીને પલટાઈ ગયું હતું. અવાજમાં જો રણકાર હતા. શિવસિંહ આવીને નમસ્કાર કરીને ઊભે રહ્યો.
કળ્યાં છે મસ્જિદને ખતીબ કુતુબઅલી ? એને હાજર કરે.” ડીવારમાં કુતુબઅલી હાથ બાંધી, ગરદન નમાવી હાજર થયો. કુતુબઅલી ! પેલી તમારી કવિતા વાંચે.’
કબૂતરની જેમ ફફડતા કુતુબઅલીએ ધ્રૂજતા કંઠે કવિતા વાંચી. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. કવિતા પૂરી થતાં મહારાજ સિદ્ધરાજે કહ્યું: “સભાને આ બાબતમાં કંઈ કહેવું છે?”
“સ્વામી ! આ વાતમાં કંઈ માલ નથી. આ લેકે ગાયને લાવીને એના માંસને વેપાર કરે છે. પાંજરાપોળવાળાઓની એમની સામે ઘણું વખતથી ફરિયાદ હતી. આ લોકે પાકા હેય છે. પિતાની લાગણીને વિચાર કરે છે. બીજાની લાગણી સામે જોતા નથી. એમને ત્યાં રોજ ઝઘડા ચાલતા હોય છે. સળગાવ્યું હશે કાઈકે, ને બીજાને બદનામ કરવાની તક ઝડપી લીધી ! હજૂર, પારસી શેઠ કેખુશરૂછો જ હેવાલ છે. એવા સજજન નાગરિક ઉપર અવિશ્વાસ કરવાનું દરબારને કઈ કારણ નથી; ને આ લેકે પર વિશ્વાસ કરવાનું કાઈ પ્રમાણ પણ નથી!' મહામંત્રીએ પૂરો ખુલાસો કર્યો.
વારુ, વારુ’ મહારાજ સિદ્ધરાજે વાતને વાળી લીધો. સહુને લાગ્યું કે સભાના ખુલાસાથી મહારાજાના મનનું સમાધાન થઈ ગયું છે. સ્વાભાવિક રીતે હોય તેમ મહામંત્રીએ કુતુબઅલીને પણ ચાલ્યા જવાને ઈશારો કર્યો.
થોભ, મંજીરાજમારે એનું હજી કામ છે. અરે, શિવસિંહ, પેલું પાણીનું પાત્ર લાવો તે? સહુને આચમન કરવો જોઈએ.?' મહારાજા સિદ્ધરાજે કહ્યું.
For Private And Personal Use Only