Book Title: Jain_Satyaprakash 1951 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ] શ્રી. જૈન સત્ય પ્રક્રાશ [વર્ષ : ૧૭ એ ઉપરાંત શ્રી જિનદત્તસૂરિની જન્મભૂમિ તથા તેમનાં પ્રધાન ધર્મક્ષેત્રો સાથે ગુજરાતના સમકાલીન રાજનીતિક વાતાવરણ પર પણ કંઈક ધ્યાન આપવું જરૂરી છે. આમ તે વિહારક્રમથી સૂરિજી ગુજરાતથી નાગપુર ઈત્યાદિ સ્થાનમાં આવ્યા હતા. પરંતુ એમની પ્રધાન કાર્યભૂમિ ગુજરાત અને મરભૂમિમાં જ છે. ગુજરાતમાં ચાલુક્યવંશી રાજાઓનું શાસન ઈ. સ.ની સાતમી શતાબ્દીથી જ શ થઈ ગયું હતું પણ આઠમી શતાબ્દીમાં સિંધના આરબ સરદારના આક્રમણથી આ વંશની શક્તિ ઘટી ગઈ હતી દશમી શતાબ્દીના અંતે ૯૬૧ થી તેરમી શતાબ્દીના મધ્ય સને ૧૨૪૨ સુધી અણહિલવાડ પાટણમાં ચાલુક્યવંશીય રાજાઓએ ગુજરાત પર શાસન કર્યું. ઈ. સ. ૭૨૦ની આસપાસ અણહિલવાડ પાટણને ગુજરાતની રાજધાની બનવાનો અવસર મળ્યો હતે. ચાલુક્યવંશીય પ્રાયઃ બધા રાજાઓએ જૈનધર્મને આશ્રય આપ્યો હતો. શ્રી. જિનદત્તસૂરિજીના સમયમાં આ વંશને રાજા કર્ણ સને ૧૦૬૪ થી ૧૦૯૪ સુધી રાજ્ય કરતા હતા. સને ૧૦૯૪માં સુરિજીની અવસ્થા ૧૬ વર્ષની હતી. આ સમયે તેમને સોમચંદ્ર નામથી વિભૂષિત થયાને ૧૦ વર્ષ વીતી ગયાં હતાં; કેમકે સને ૧૯૮૪માં જ સુરિજીને ૯ વર્ષની અવસ્થામાં દીક્ષા આપવામાં આવી હતી. કણે કેટલાંય મંદિરો અને તળાવો બંધાવ્યાં. તેમના નામથી અણહિલવાડનું કર્ણમેરુ મંદિર અને કર્ણાવતી(અમદાવાદ)નું કર્ણસાગર પ્રસિદ્ધ છે. કર્ણાટકના કદંબરાજા જયકેશીની કન્યાથી તેને પુત્ર જયસિંહ સિદ્ધરાજ ઉત્પન્ન થયે. સિદ્ધરાજ ઘણો પ્રતાપી હતે. શિવ હોવા છતાં પણ જૈનધર્મ સાથે એને અનુરાગ ઓછા નહોતા. પિતાના મૃત્યુ સમયે સિદ્ધરાજ બાળક હતા. શાસનનું કાર્ય બાળકને માટે માતા જ કરતી હતી. બાળક હોવા છતાં સિદ્ધરાજે શાસનને આરંભ કર્યો, ત્યારે માતાએ તેની પાસેથી સોમનાથના મંદિરને કર માફ કરાવ્યો હતો. રૈલોક્યમલ તથા રાજરાજ ઈત્યાદિ એની ઉપાધિઓ હતી. ગુજરાતનું પ્રાચીન શિલ્પ એના જ સમયે ઉન્નત થયું. પ્રસિદ્ધ પંડિત હેમચંદ્રાચાર્ય એની સભાના પંડિત હતા. વાસદ્ધાલંકારના રચયિતા વિખ્યાત વાદ્ધ એના મહામાત્ય હતા. એમની જ રાજસભામાં લેતાંબર જૈન આચાર્ય દેવરિ અને કર્ણાટકના દિગબર જૈનાચાર્ય કુમુદચંદ્ર વચ્ચે શાસ્ત્રાર્થ થયો હતો. આ શાસ્ત્રાર્થનો નિર્ણય કરવા માટે હેમચંદ્રાચાર્યજી મધ્યસ્થ હતા. સિદ્ધરાજને શાસનકાળ સને ૧૦૮૪ થી ૧૧૪૩ સુધી હતો આ સમય શ્રી જિનદત્તસૂરિજીની ઉંમર ૧૮ થી ૬૮ વર્ષ સુધીને હતો. જયસિંહ સિદ્ધરાજની પછી તેના ભત્રીજા કુમારપાલ પચાસ વર્ષની અવસ્થાએ રાજા થયા. એમને શાસનકાળ સને ૧૧૪૩ થી ૧૧૭૪ સુધી હતો. તેમના પ્રધાન ઉપદેશક શ્રી. હેમચંદ્રાચાર્યજી હતા. આ કુમારપાલના સમયે જ જિનદત્તસૂરિજીનું સ્વર્ગારોહણ થયું. અજમેર (અજમેર)ને અરાજ તે શ્રી જિનદત્તસૂરિજીનો શિષ્ય જ હતો. સંભવ છે કે, સાંભર (શાકંભરી) તથા અજમેરના અધિપતિ ચૌહાનવંશીય પ્રસિદ્ધ વિગ્રહરાજ ચતુર્થ એમના સમકાલીન હોય. વિગ્રહરાજ ચતુર્થ પ્રસિદ્ધ પૃથ્વીરાજ ચૌહાણને પિતૃભ્ય હતા. ભારતવર્ષની અતિહાસિક તથા રાજનીતિક પૃષ્ઠભૂમિ પર આ પ્રધાન નાયક પ્રસિદ્ધ જૈન મહાત્મા શ્રી.જિનદત્તસૂરિનું ચિત્ર અંકિત છે. આ રાજાઓમાંથી ઘણા પર પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે પ્રભાવ પડ્યો હશે. એમના દ્વારા પ્રસારિત ઉપદેશને પ્રભાવ તે પ્રત્યેક પર પડ્યો જ હતા; કેમકે માનવધર્મના શાશ્વત સિદ્ધાંતના ઉપદેશક આ મહાત્મા લેક હતા; સત્ય અને અહિંસા તેમને મૂળ મંત્ર હતો. [ અપૂર્ણ ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28