Book Title: Jain_Satyaprakash 1951 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક કપ, ધ્યાન આપવા ગ્ય વિનંતિ વિ. સં. ૧૯૯૦ ની સાલમાં રાજનગર-અમદાવાદમાં મળેલ અખિલ ભારતવર્ષીય જે. તામ્બર મૂર્તિપૂજક મુનિસંમેલને જૈનધર્મ, જૈન સાહિત્ય, જૈન તીર્થો વગેરે ઉપર બીજાઓ તરફથી થતા આક્ષેપોને પ્રતિકાર કરવા માટે એક ઠરાવ (ઠરાવઃ ૧૦ મો) કરીને પાંચ મુનિવરોની એક સમિતિની સ્થાપના કરી હતી એ બહુ જાણીતું છે. આ સમિતિએ ત્યારપછી એક વર્ષ – સં. ૧૯૯૧ માં-પિતાના ઉદ્દેશને પાર પાડવા માટે “શ્રી જૈન સાય પ્રકાશ' માસિક અમદાવાદમાંથી પ્રગટ કરવું શરૂ કર્યું એ પણ સહુ કોઈ જાણે છે. એ માસિકને પ્રગટ થતાં સોળ વર્ષ થઈ ગયાં અને આવતા મહિને એ સત્તરમા વર્ષમાં પ્રવેશ કરશે. શ્રી. જૈન સત્ય પ્રકાશ” ને તા. ૧૫-૯-૫૧ ને અંકમાં એના તંત્રીશ્રીએ સતિની આર્થિક સ્થિતિ તરફ જૈન સંઘનું ધ્યાન દોરતી એક વિનંતી પ્રગટ કરી છે અને સમિતિની સ્થાપના અંગે મુનિસમેલને કરેલ ઠરાવ આ અંકના ૨૨ મા પૃષ્ઠ ઉપર જુદ આપવામાં આવ્યું છે. * તંત્રીશ્રીની વિનંતી સમિતિની આર્થિક સ્થિતિ માટે ચિંતા ઉપજાવે એવી છે એટલે સ્વાભાવિક રીતે જ સમસ્ત જૈન સંઘે-આપણી નાની મોટી બધીય સંસ્થાઓએ, આચાર્ય મહારાજ આદિ સર્વ મુનિવરેએ તેમજ જુદા જુદા ગામના સઘ અને આપણું આગેવાન ગૃહસ્થોએએ વિનંતી તરફ સત્વર અને પૂરેપૂરું ધ્યાન આપવાની તેમજ એ દિશામાં સક્રિય પગલાં ભરવાની જરૂર છે આ સમિતિ અને આ માસિક અનેક દૃષ્ટિએ સમસ્ત જૈન સંઘ તરફના સંરક્ષણ અને સંવર્ધનનું અધિકારી છે અને એમ હોવાથી એનો સુયે રીતે નિભાવ થાય એવી આર્થિક વ્યવસ્થા કરી આપવી એ આપણા સમસ્ત જૈન સંઘની ફરજ છે એમ અમે ચોક્કસ માનીએ છીએ, અને તેથી આ ધ લખીને જૈન સંઘનું એ તરફ ધ્યાન દરવાની અમારી ફરજ સમજીએ છીએ. ધ્યાન ખેંચે એવી સહુથી પહેલી વ ત તે એ છે કે-આ સમિતિ અને આ માસિક મુનિસમેલનના રચનાત્મક સંભારણારૂપ છે. સમેલનના બીજા બીજા ઠરાવને અમલ તે વ્યક્તિગતરૂપે સહુ કોઈની પોતપોતાની સમજણ, સગવડ અને મરજી ઉપર આધાર રાખે છે, જ્યારે આ ઠરાવને અમલ તે એક સંસ્થાની સ્થાપનારૂપે થયેલ હોઈ એ હમેશાં સહુ કોઈનું ધ્યાન દોરીને સમેલનની રકૃતિને તાજી રાખે છે. પોતે કરવા ધારેલ એટલે કે સન્મેલને પિતાને સેપેલ કાર્યને સમિતિ સોએ સો ટકા ન પહોંચી શકી હોય તે તે બીજી વાત છે; એમ થવામાં કેવળ સમિતિને જ કે સમિતિના સંચાલકોને જ દોષ ન કાઢી શકાય પિતાને જેટલા પ્રમાણમાં સગવડ મળી તેટલા પ્રમાણમાં સમિતિએ જરૂર કામ કર્યું છે. વધુ સગવડ મળી હોત તો જરૂર વધુ કામ થઈ શકત. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28