Book Title: Jain_Satyaprakash 1951 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧]
શ્રી. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રકાશમાં આવ્યા. શ્રી. હેમચંદ્રસૂરિ ગી મહર્વિ) હતા, શબ્દશાસ્ત્રના નિર્માતા હતા, મહાન કવિ હતા, ધર્મોપદેશક પણ હતા. તેમનું વ્યક્તિત્વ ખરેખર અદ્વિતીય છે. ભારતવર્ષે જે મહાનમાં મહાન સર્વશ્રેષ્ઠ પુરુષોને જન્મ આપે છે તે પૈકીના એક શ્રી. હેમચંદ્રસૂરિ છે. આર્યસંસ્કૃતિ સાથે જેન વિયાને સમન્વય સાધવા માટે તેમણે જે અત્યંત સફળ પ્રયત્ન કર્યો છે તેને જૈન ધર્મમાં તેમણે આપેલા મુખ્ય ફાળા ” તરીકે આપણે વર્ણવી શકીએ. ત્રિષષ્ટિશલાકા પુરષચરિત્ર કે જે ઘણા વિભાગનું બનેલું એક મહાકાવ્યું છે તેમાં આચાર્ય શ્રી. હેમચંદ્રસૂરિએ હિંદુઓની પ્રાચીન કથાઓને જેનસ્વરૂપમાં લેકને બહુ જ ગમી જાય તેવી રીતે રજુ કરી છે. મહાભારત અને રામાયણની કથાઓને તેમ જ ભૂતકાળની મહાન પરંપરાઓને તેમના યાદગાર ગ્રંથ વિષશિલાકા પુરુષચરિત્રમાં તેમણે જે ગૂંથી લીધી છે તેથી ખરેખર તેમણે કલિકાલવ્યાસનું બિરુદ મેળવ્યું હતું. આચાર્ય શ્રી હેમચંદ્ર એ ખરેખર વર્તમાનકાલીન ભારતીય માનસને ઘડનારા પૈકીના એક છે. અને ભારતીય ઈતિહાસમાં) તેમનું સ્થાન વાલમીકિ રામાયણના કર્તા), વ્યાસ મહાભારતના રચયિતા) અને શંકરાચાર્ય જેવું છે.
શ્રી. હેમચંદ્રસૂરિએ સંસ્કૃત ભાષામાં સાહિત્ય નિર્માણ કર્યું હતું, અને આ કાળે ગુજરાતમાં જે ઘણું જ મોટા પ્રમાણમાં સંસ્કૃત સાહિત્ય રચાયું હતું તે શ્રી. હેમચંદ્રસૂરિએ સંસ્કૃત ભાષામાં જે પ્રાણ રેડ્યો હતો તેને જ આભારી છે, એમાં જરા પણ શંકા નથી. બાલચંદ્રસૂરિ વસંતવિલાસના કર્તા, ૧૨૯૬), યશપાલ (મહામોહવિજય (મેહપરાજય)ના. કર્તા), રામચંદ્રસૂરિ (નવલાસના કર્તા) તથા વસ્તુપાલ મંત્રી નરનારાયણીયના કર્તા) કે જેઓ તેરમી શતાબ્દીના મહાન જૈન ગ્રંથકારો છે ને જેમણે સંસ્કૃત ભાષાની સમૃદ્ધિમાં ઘણો મોટો ફાળો આપે છે. (ખરું કહીએ તે) હેમચંદ્રાચાર્ય પછી જૈનધર્મો સંસ્કૃત સંસ્કૃતિના મહાન વાહન તરીકેનું સ્થાન લીધું છે.”
ઉપરના લખાણથી આપણે જોઈ શકીએ છીએ કે નામાંકિત જૈનેતર વિદ્વાને પણ આ. શ્રી. હેમચંદ્રસૂરિ પ્રત્યે કેટલું બધું બહુમાન ધરાવે છે. દેશ-પરદેશના ઘણા ઘણા મોટા વિદ્વાનોએ તેમની મુકતક કે પ્રશંસા કરી છે તે નિષ્પન્ન વિદ્વાને તેમના નામની પ્રશંસા કરતાં થાકતા જ નથી.
આ તે શ્રી. હેમચંદ્રસુરિની જ વાત થઈ. પણ વ્યાપક દષ્ટિએ જોઈએ તો આખું જેન વાય જ એવું છે કે ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં એણે ઘણો મોટો ભાગ ભજવ્યો છે. ભારતવર્ષના સમાજવિકાસ તેમજ લેક પ્રવૃત્તિ આદિ અનેક વિષમાં તેની ઘેરી છાપ જોવામાં આવે છે. કારણ કે અતીત કાળમાં જૈન ધર્મ ભારતના કોઈ નાનકડા ભાગ પૂરતો જ મર્યાદિત નહોતે, કિન્તુ પૂર્વમાં બંગાળથી માંડી પશ્ચિમમાં ગંધાર (આજનું અફઘાનિસ્તાન) અને ઉત્તરમાં કાશ્મીરથી માંડી દક્ષિણમાં કન્યાકુમારીની ભૂશિર સુધી ભારતવર્ષની પ્રજામાં ચોફેર વ્યાપક રીતે પળાતો ધર્મ હતો.
જૈનધર્મનું વાડમય આજે પણ ઘણું મોટા પ્રમાણમાં અનેકાનેક ભંડારોમાં સુરક્ષિત અવસ્થામાં મળે છે. દેશવિદેશના જે જે વિદ્વાનોએ ભારતીય પ્રાચીન સ્વરૂપનું અધ્યયન અવગાહન અને સંશોધન કર્યું છે તેમણે મુકતભાવે આ હકીકતને સ્વીકાર કર્યો છે કે ભારતીય
( જુઓ: અનુસંધાન પૃષ્ઠ: ૫ )
For Private And Personal Use Only