Book Title: Jain_Satyaprakash 1951 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિન સંસ્કૃત સાહિત્યના
ઈતિહાસની સામગ્રી લેખક છે. શ્રીયુત હીરાલાલ ર. કાપડિયા
જૈન સાહિત્ય' એટલે વિવિધ ભાષામાં અનેક વિયેને અંગેની જાતજાતની કતિઓને સાગર. સાગરને પૂરેપૂરે તાગ મેળવવા માટે એની અનેક બાજુઓથી તપાસ કરવી ઘટે. આ હકીકત જૈન સાહિત્યને પણ લાગુ પડે છે. જૈન સાહિત્યનો સંપૂર્ણ સર્વા. ગીણ સારો અને વિસ્તૃત ઈતિહાસ તૈયાર કરવાનું કામ હજી બાકી છે. પરંતુ આ ક્ષેત્રમાં જે છેલ્લી બે પચ્ચીસીમાં ખેડાણ થયું છે તેને ઉપયોગ કરનાર આ મહાભારત કાર્ય હાથ ધરી શકે. - જૈન સાહિત્યપ સાગરને જુદી જુદી રીતે વિચાર કરીએ તો તેના આગમિક અને અનામિક’ એમ બે ભેદ પાડી શકાય આમાં આગમિક સાહિત્યને લગતું મારું લખાણ A History of the Cannonical literature of the Jainas a Alzen અંગ્રેજીમાં ઈ. સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ થયું છે. આમાંને મોટો ભાગ “આગમોનું દિગદર્શન’ એ નામના મારા ગુજરાતી પુસ્તકમાં મેં રજૂ કર્યો છે. અનાગમિક સાહિત્ય સંબંધે પણ મેં કેટલુંક લખાણ તૈયાર કરી રાખેલું છે.
જૈન સાહિત્યને ભાષાદીઠ વિચાર થઈ શકે તેમ છે. આ હિસાબે એના બે મુખ્ય પ્રકારે છે. પાઈય (પ્રાકૃત) સાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય. પહેલા પ્રકારને ઉદ્દેશીને મારું લખાણ “પાઈયે પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય' એ નામથી ગઈ સાલ (૧૯૫૦ માં પુસ્તક છપાયું છે. એમાં પાઈય ભાષાઓના વિવિધ પ્રકારોને લક્ષીને તેમજ સાહિત્યનાં વ્યાકરણ વગેરે વિવિધ અંગોને ઉદ્દેશીને એમને રીતે વિચાર કર્યો છે. આ પુસ્તક મધ્યમ માર્ગને અનુસરે છે કેમકે એ નથી સંક્ષિપત કે નથી વિસ્તૃત. એ તો મુખ્યતયા જૈનેના પાઈ, સાહિત્યનો વિદ્યાર્થીઓને સામાન્ય પરિચય કરાવવાના ઉદ્દેશથી રચાયેલી કૃતિ છે. એના ઉપર મોટા પાયે સમીક્ષાત્મક પદ્ધતિએ વિસ્તારથી લખી શકાય એમ છે
જેનોને સંસ્કૃત સાહિત્યની હવે વાત કરીશ. જૈન સાહિત્યનું આ ૫ સું એના પાઈ રૂપ પાસા કરતાં વિશેષ જાણીતું છે અને એને રજૂ કરવા માટેનો પ્રયાસ પણ પાઈને હિસાબે વધારે થાય છે. પરંતુ આને કેન્દ્રિત કરવાની જરૂર છે, એ સૌ કોઈ સ્વીકારશે.
એમ જણાય છે કે જૈન સાહિત્યમાં પાઈય કૃતિઓની સંખ્યા કરતાં સંસ્કૃત કૃતિઓની સંખ્યા ઘણી મોટી છે અને એ નવાઈ જેવું નથી, કેમકે એવી તે કેટલીયે પાઈય કૃતિઓ છે કે જેની ટીકા એ કૃતિના પ્રણેતાએ તેમજ અન્યને પણ સંસ્કૃતમાં રચી છે. વળી, પ્રતિસંસ્કૃત કૃતિઓ પણ ઠીક ઠીક પ્રમાણમાં છે, આમ સંસ્કૃત સાહિત્ય પ્રદેશ અતિવિસ્તૃત હોવાથી હું એને તાંબર અને દિગંબર દષ્ટિએ બે વિભાગમાં વિભક્ત કરી
For Private And Personal Use Only