Book Title: Jain_Satyaprakash 1951 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ] જેન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ [૩] વિક્રમની છઠ્ઠી સદી લગભગમાં થઈ ગયેલા છે. શ્રોધદાસગણિ વાચકે પ્રાકૃતમાં રચેલી ૧ વસુદેવહિંડી નામની બૃહત્કથામાં (૧૪ મા મદનગાલંભમાં) પણ સંક્ષિપ્ત રામાયણ–પ્રસંગ સૂચવેલ છે. (પત્ર ૨૪૦ થી ૨૪૫). જૈન નિર્વતિગ૭ના માનદેવસૂરિના શિષ્ય શીલાચાર્યે પ્રાયઃ વિક્રમ સંવત ૯૨૫ માં પ્રાકૃતભાષામાં ગદ્યમય ૧૨૬ ૨૦ શ્લેકપ્રમાણ ચઉપમહાપુચિરિય (ચતુષ્કચાશ ન્મહાપુરુષ -ચરિત) રચેલું છે, જેનો પરિચય અને જેસલમેરભંડાર–ગ્રંથસૂચીમાં આવ્યો છે, ત્યાં રહેલી તેની તાડપત્રીય પોથી વિક્રમ સંવત ૧૨૨૮માં કુમારપાલના રાજ્યમાં લખાયેલી છે, હજી આ ગ્રંથ અપ્રકાશિત છે. તેમાં પણું આઠમા બલદેવ, વાસુદેવ તથા પ્રતિવાસુદેવ તરીકે રામ, લક્ષ્મણ અને વિષ્ણુનાં ચરિત્ર છે. વિક્રમની બારમી સદીમાં વિદ્યમાન જણાતા ભવે. જેનાચાર્ય ભદ્રેશ્વરસૂરિએ રચેલી વિસ્તૃત પ્રાકૃત ગદ્ય થાવલીમાં પણ રામાયણ જણાય છે. સુપ્રસિધ્ધ આચાર્ય શ્રી હેમચન્દ્ર કુમારપાલ ભૂપાલની પ્રાર્થનાથી સંસ્કૃતમાં દસ પર્વોમાં વિસ્તૃત ૩૨ હજાર શ્લેક-પ્રમાણુ જે ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર રચેલું છે, તેમાં ૭મું પર્વ જૈન રામાયણ તરીકે છે, તે પૂર્વોકત પ્રાકૃત પઉમરિયને અનુસરતું જણાય છે. જૈનધર્મપ્રસારક સભા, ભાવનગર તરફથી પ્રકાશિત થઈ ગયેલ છે. તેને અંગ્રેજી અનુવાદ અમેરીકન વિદુષી મિસ હેલન એમ જોહન્સનઠારા થઈ એ ગ્રંથ ગાયકવાડ ઓરિયન્ટલ સિરીઝુઠારા પાંચ ભાગમં પ્રકટ થઈ રહેલ છે, તેના ચોથા ભાગમાં જૈન રામાયણનો અનુવાદ આવશે. વિક્રમની ૧૭મી સદીમાં થઈ ગયેલા જૈન છે. તપાગચ્છના પ. મુનિ દેવવિજયજીએ સંસ્કૃતમાં ગદ્યમાં રામ-ચરિત રચેલ છે, તે પૂર્વોક્ત પદ્યમયે જેરામાયણને અનુસરે છે.” [૮-૧૧] અન્ય જે વિદ્વાનોમાં મહાકવિ સ્વયંભુએ પૂર્વોક્ત વિમલસરિના પઉમરિયને અનુસરતી રચના કરેલી જણાય છે, પરંતુ સં. ૯૫૫ લગભગમાં થયેલા દિ. જિનસેનસ્વામીના શિષ્ય ગુરુભદ્ર કવિએ ઉત્તરપુરાણમાં અને મહાકવિ પુષ્પદંતે તિસદિમહાપુરિસગુણાલંકાર નામના અપભ્રંશ મહાકાવ્ય (મહાપુરાણ રજા)માં (પરિચ્છેદ ૬૯થી ૭૯) પણ કંઈક પ્રકારાન્તરથી રામાયણની રચના કરી છે. મહામાત્ય ચામુંડરાયે કનડીભાષામાં રચેલ ત્રિષષ્ટિલક્ષણ મહાપુરાણુ, ચામુંડરાય-પુરાણમાં પણ તેને મળતું રામાયણ છે. એ સર્વમાં વિમલસૂરિનું પઉમરિય પ્રાચીન અને આધારભૂત જણાય છે. સં. ૨૦૦૭ શ્રાવણી પૂર્ણિમા ૧. જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી સં. ૧૯૮૬-૮૭માં પ્રકાશિત એ. જે. . નં. ૮૦-૮૧. ૨. પં. હી. હ. જામનગર તરફથી પ્રકાશિત. ૩, બેબે માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાલા નં. ૪૧માં સન ૧૯૪૦માં પ્રકાશિત, ડે. પી. એલ. વૈદ્ય દ્વારા સંપાદિત. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28