Book Title: Jain_Satyaprakash 1951 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ]
જેન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૭ આ ગાથાઓમાં પ્રથમ શાશ્વત ચૈત્ય અને બીજી ગાથા તીર્થોનાં નામ પ્રસ્તુત કરે છે જેમાં ઉજયંત– ગિરનાર સિવાય ગજાગ્રપદ, ધર્મચક, રથાવર્તનગાદિ જેવાં બીજાં કોઈ તીર્થો હવે અજ્ઞાત બની ગયાં છે. અષ્ટાપદ તે અજ્ઞાત છે જ, તથા ગજગ્રપદ, ધર્મચક, રથાવત અને ચમત્પાત તીર્થોને પણ વિચ્છેદ થયે સમજવો જોઈએ આ સિવાય પ્રાચીન કાળમાં ખંડગિરિ, ઉદયગિરિ, મથુરા, રાજગૃહ, આદિ અનેક માન્ય તીર્થો હતાં, જેનાં પુરાતત્ત્વાવશેષ આજે પણ એ વાતની સાક્ષી આપી રહ્યાં છે.
પૂર્વકાળમાં શ્રમણવર્ગ શહેરમાં ન રહેતાં વિશેષે કરીને જંગલમાં, ઉદ્યાન અને ગુફાએમાં વિચરણ કરતા હતા. કેટલાક પહાડોમાં આજે પણ ગુફાઓ બનેલી પડી છે જેમાં ધ્યાનના અવલંબનરૂપ આહુત પ્રતિમાઓ ઉત્કીર્ણ છે. કાલાંતરમાં જ્યાં જયાં જૈનોની વસ્તી વધવા લાગી ત્યાં ત્યાં જિનાલયની રચના થવા લાગી. પ્રાકૃતિક સૌદર્યવાળાં સ્થાનો તીર્થકરો અને મુનિરાજથી સંબંધિત નગરોમાં તીર્થયાત્રાની પરિપાટી પ્રાચીન કાળથી ચાલી આવતી હતી. મધ્યકાળમાં ચૈત્યવાસનું જોર હતું. ત્યારે મુનિગણ ચૈત્યમાં રહેવા લાગ્યો. અને ચૈત્યોનું સવિશેષ નિર્માણ થવા સાથે તે મઠાધીશની પિતાની સંપત્તિ બની ગઈ સે વર્ષથી પ્રાચીન મંદિરની ગણના તીર્થરૂપે થવા લાગી, મુનિગણ અને શ્રાવકસંધ તીર્થવંદનાના કારણે જ્યાં જતા, ત્યાંનું વર્ણન “તીર્થમાળા' અને “કલ્પ' ઈત્યાદિમાં મળી આવે છે. અંધાચારણ વિદ્યાચારણ આદિ લબ્ધિધારી મુનિઓ નંદીશ્વર, અષ્ટાપદ આદિ તીર્થોની વંદના માટે જતા હતા, જેનો ઉલ્લેખ પ્રાચીન આગમોમાં પણ સ્પષ્ટરૂપે મળે છે. મથુરાથી પ્રાપ્ત આયોગપટ્ટ આદિના અભિલેખ, શ્રાવક–શ્રાવિકાઓ તથા નર્તકીઓ સુદ્ધાનાં બનાવેલાં અરિહંત બિંબનું બે હજાર વર્ષ પૂર્વનું ઈતિવૃત્ત પ્રસ્તુત કરે છે. પ્રાચીન સ્થાને નાશ પામ્યાં, નવીન બનતાં ગયાં, કેટલાંયે સ્થાને વિસ્મૃત થતાં અતીતના ગર્તામાં અંતતિ થયાં. મધ્યકાળનો ઈતિહાસ પ્રાપ્ત નથી પરંતુ ત્યવાસીઓના યુગમાં જિનબિંબ અને જિનાલયનું નિર્માણ અધિક થયું. મુસ્લિમ યુગમાં યવનોના કર હાથ દ્વારા તેને વિધ્વંસ કાર્યને સુત્રપાત થયે. કવિ ધનપાલના “સત્યપુરીય મહાવીરત્સાહથી જણાય છે કે સૌ પહેલાં સુપ્રસિદ્ધ સેમનાથ તીર્થનો વિધ્વંસ થવાની સાથે જ મહમ્મદ ગિજની દ્વારા સાચે ર તથા બીન જૈન મંદિરની વિધ્વંસલીલાને પ્રારંભ થઈ ચૂક્યો હતો.
જો કે જૈન સંઘ પિતાનાં પૂજ્ય તીર્થો અને ચૈત્યોની રક્ષાને માટે પૂરેપૂરો સતર્ક અને અને સચેષ્ટ હતો પરંતુ જે ઝપટમાં આવી ગયાં છે તે નષ્ટ થઈ જ ગયાં ઉલ્લેખનીય વાત એ છે કે તેજસ્વી જેનોએ હત્સાહ ન થતાં સાથોસાથ નિર્માણ કાર્ય પણ જોરશોરથી ચાલુ રાખ્યું. પરિણામે મુસ્લિમ યુગમાં હજારોની સંખ્યામાં મંદિરો અને મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ શ્રીજિનપ્રભસૂરિ આદિ પ્રભાવક આચાએ યવનસમ્રાટ પર પ્રભાવ પાડીને તીર્થક્ષાનું ઘણું પ્રશંસનીય કાર્ય કર્યું. તેમ છતાં દેવગિરિ, ચ, કન્યાનયન, જાલેર, શત્રુંજય આદિ અનેક પ્રભાવશાળી તીર્થભૂત સ્થાનનાં મંદિરે નષ્ટ થઈ ગયાં. પ્રાચીન “તીર્થમાળાઓ” તથા “ગુર્નાવલી ' આદિ સાહિત્યથી એવાં અનેક સ્થાનો પત્તો લાગે છે ત્યાં પૂર્વકાળમાં જિનાલય આદિ હતાં પરંતુ રાજ્યવિપ્લવ, વાત,
૧. “બ્રહતું ક૯૫ચૂર્ણિ' આદિમાં અહીંના સ્તૂપો અને બીજું એક બે તીર્થસ્થાનો ઉલ્લેખ મળે છે. ૨. જુઓઃ લેખકનું ‘રાજગૃહ” પુસ્તક,
For Private And Personal Use Only