Book Title: Jain_Satyaprakash 1951 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ દિશામાં પગલાં પાડે લેખક : શ્રીયુત મેહનલાલ દીપચંદ રોકસી વિજ્ઞાનના આ કાળમાં, રસાંપ્રદાયિક્તા આથમતી જાય છે, અને ઉદાર વિચારસરણી વિસ્તરતી નજરે પડે છે. એ કાળમાં જૈન સમાજે જૈનધર્મમાં સમાયેલ ઉમદા તને લાખોના હદયસોંસરવા ઉતારવાં હોય તે, સાહિત્યપ્રચારમાં વધુ લક્ષ્ય આપવું પડશે. ગોરખપુરમાંથી પ્રગટ થતી હિંદી “કલ્યાણ” માસિક માફક પોતાના માસિકની “શ્રી જૈન સત્યપ્રકાશ”ની-અને એમાં આજના યુગને બંધબેસતી શૈલીથી જૈન દર્શનની પ્રત્યેક વાતને સ્થાન અપાય તેવી-વ્યવસ્થા હાથ ધરવી પડશે. આપણી પાસે રાજનગર મુનિસ મેલનની મૃતિના જીવંત પ્રતીકસમું માસિક “શ્રી જિન સત્યા પ્રકાશ છે. એને અત્યાર સુધી પોતાના સંયોગ અનુસાર, શક્ય પ્રયત્ન કરી, જૈન-જૈનેતર સૌ કોઈને ઉપયોગી થઈ પડે તેવી સામગ્રી પીરસી જૈનધર્મની સેવા બજાવી છે. એને પણ જ્યારે પોતાના ટકાવ અર્થે અપીલ બહાર પાડવી પડે ત્યારે આપણે ક્યાં છીએ અને દેશકાળની કુચ કેવી રીતે આગળ ધપી રહી છે એનું તેલન કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. એક તરફ આપણે “પ્રભાવના ની કિંમત અપેક્ષાથી “ભાવના' કરતાં પણ વધુ આંકીએ છીએ. પ્રતિવર્ષ હજાર રૂપિઆથી અધિક જ્ઞાનપ્રકાશન માટે ખરચીએ છીએ, સવી છવ કરું શાસનરસી ' જેવી ઉમદા અને ઉદાર ભાવના સ્વજીવનમાં જીવી જનાર શ્રીતીર્થંકરદેવના ઉપાસક હોઈ એનો ફેલા કરવામાં મહાન ધર્મ સમજનારા પણ છીએ, છતાં જ્યારે અન્યની સરખામણીમાં આપણું કાર્યને સરવાળો મૂકીએ છીએ, ત્યારે પરિણામ સાવ છેલ્લે પાટલે જણાય છે. એટલે જ કહેવું પડે છે કે હિંદી માસિક “ કલ્યાણે વેદાંતના પ્રચાર અંગે જે મહાન કાર્ય કરી દેખાડ્યું છે એ દિશામાં પગલાં પાડે. દિ'ઉગે આપણું સાહિત્ય પર જાણે અજાણે કુઠારાઘાત પડતા હોય, આપણી ભાવિ પિઢીને જૈનધર્મના ઉમદા રહસ્યની પિછાન ન હોય, આપણા જ સમાજનો મોટો ભાગ પૂર્વજોના ગૌરવવંતા ઈતિહાસથી અનભિજ્ઞ હોય, જિજ્ઞાસુ વર્ગ સામેથી માગતો આવે તે આપણી પાસે એની સામે ધર વા જેવું, નવીન ને જૈનધર્મનું શંખલાબદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય તેવું સાહિત્ય ન હોય, એ શું ઓછી શરમની વાત છે? પણ જેની પાછળ મુનિસંમેલનના આશીર્વાદ છે એવા જ એક જરૂરી માસિકની દશા ગુમગુ થઈ રહી હોય, હજારે ખરચાતા હોવા છતાં એની ઝોળીમાં ફાક ફાકા જેવી સ્થિતિ હોય, ત્યાં પ્રભાવના, અને દેશકાળને અનુરૂપ કરવાની વાત, એ શેખચલ્લીના હવાઈ કિલ્લા જેવી જ લાગવાની ! આપણી પાસે વાર તો અદ્દભુત છે. આજની દુનિયાને ઉપયોગી થઈ પડે એવી સામગ્રીને તેટો નથી. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28