Book Title: Jain_Satyaprakash 1944 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢિોલના જૈન મંદિરની મૂર્તિઓના લેખ લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) રીદ્યોલ ગામ પ્રાચીન કહેવાય છે. દંતકથા મુજબ આ ગામને ચંબાવતી નગરી કહે છે. અત્યારે પણ ગામની પશ્ચિમ તરફ જૂનાં ખંડિયેર અને ટેકરા દેખાય છે. ત્યાં મોટી મોટી પ્રાચીન ઈ દેખાય છે. વરસાદની ઋતુમાં અવારનવાર પ્રાચીન સિક્કાઓ નીકળે છે, જેના ઉપર ગર્દભરાજનું ચિહ્ન દેખાય છે. અહીંથી પૂર્વમાં અમોડગઢ રાજધાની છે. ત્યાં ગધેસિંહ રાજા રાજકરતા હતા, જેના સિક્કાઓ અત્યારે પણ ઉપલબ્ધ થાય છે. રીઢોલની પશ્ચિમે ધમેડાગઢ કહેવાય છે. રીદ્રોલ કે જે પ્રાચીન ત્રયંબાવતી કહેવાય છે તે અમોડગઢ અને ધમેડાગઢની ફરતી બારગાઉ લાંબી પહોળી હતી. ઉપર્યુકત બને ગામોમાં પણ પ્રાચીન સિક્કાઓ-ગભરાજના ચિહ્નવાળા સિક્કાઓ અને પ્રાચીન ઈંટો મળી આવે છે, તથા જૂનાં ખંડિયેરો દેખાય છે. આ ગામ બે સિદ્ધપુરુષોએ વસાવ્યાનું કહેવાય છે. અજેનોમાં બેચાર મહાત્મા સંતપુરો થઈ ગયાનું પ્રસિદ્ધ છે. આજુબાજુના ગામમાં આ ગામના ભકતો-સંતે પ્રસિદ્ધ છે. અહીં અત્યારે જૈનોનાં ઘર ૨૦ થી ૨૨ છે. આઠ દસ ઘર અમદાવાદ વગેરે શહેરોમાં બહાર ગયેલાં છે. કુલ બત્રીશથી પાંત્રીસ જૈન ઘરની વસ્તી છે. ગામની કુલ વસતી હજારથી બારસે ઘરની છે. આ ગામનું બીજું નામ લીલુડી પશુ કહે છે. જે સંતે આ ગામ વસાવ્યું તેમણે લાડથી આ ગામનું નામ લીલુડી રાખેલું. અર્થાત આ ગામ સદાયે લીલું છમ રહે, આ ગામનો નિવાસી કદીયે દુઃખી- દરિકી ન રહે એ એને આશય છે. અહીં એક સુંદર શિખરબદ્ધ જિનમંદિર છે, જેની સં. ૧૯૬૩ના જેઠ શુદિ બીજની પ્રતિષ્ઠા થઈ છે. મૂળનાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથજીની ભવ્ય અને ચમત્કારી પ્રતિમા છે. અવારનવાર જુદા જુદા ચમત્કારની અનેક દંતકથાઓ સંભળાય છે. અહીં હમણાં શ્રી શત્રુંજય ગિરિરાજના પટની પ્રતિષ્ઠા જેઠ રુ. ૨ ની હતી તે પ્રસંગે પ્રતિષ્ઠા કરાવવા મહારે ત્યાં જવાનું થતાં મંદિરમાંથી મૂતિઓના લેખ સમય મેળવી ઉતારી લીધા, તે ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી-જરૂરી હેવાથી નીચે આપું છું મૂલનાયક શ્રીગેડીપાર્શ્વનાથજીની ગાદીમાં નીચે પ્રમાણે લેખ છે– ' संवत् १७८१ वर्षे माघ शुदि १० शुक्र सा. गुलालचंद पुत्र दीपचंदेन श्री गोडीपावनाबिंब कारापितं श्रीअंचलगच्छे श्रीपूज्य श्रीविद्यासागरसूरि उपदेशेन. મૂર્તિની પાછળ લેખ હશે પરંતુ સીમેંટથી પાછળ ભાગ ઢાંકી દીધે હેવાથી લેખ નથી દેખાતો. મૂલનાયકજીની જમણી બાજુ શ્રી સંભવનાથજી છે અને ડાબી બાજી શ્રી વાસુપૂજ્ય પ્રભુજી છે. બન્ને ઉપર લેખ આગળના ભાગમાં તે નથી જ. સુંદર વેલની આકૃતિ કરેલી છે. અને પ્રભુજીનાં અનુક્રમે ઘેડ અને મહિષનાં લાંછન સાફ જણાય છે. મૂલનાયકની પ્રતિમાજી ૧૭૮૧ની સાલનાં છે અને અંચલગચ્છના શ્રીપૂજ્ય શ્રી વિદ્યાસાગરજીપ્રતિષ્ઠિત છે. આ મૂર્તિ સં. ૧૯૬૩ની પ્રતિષ્ઠા વખતે ખંભાતથી લાવવામાં ૧ શત્રુંજયગિરિરાજ, ગિરનારગિરિરાજ, સમેતશિખરગિરિરાજ, અષ્ટાપદગિરિરાજ રાજગૃહી અને પાવાપુરી આ છ પટોને પ્રતિષ્ઠાઉત્સવ હતા. તેમાં પ્રથમના પટમાં કાતરકામ છે અને બીજાં રંગીન છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36