Book Title: Jain_Satyaprakash 1944 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૯. અજયપાળનું શાસન દિન પ્રતિદિન વધુ ને વધુ પ્રજા–પીડક બનતું જતું હતું. અત્યાચાર અને અન્યાય જાણે અત્યારસુધી દબાઈ રહ્યા હોય તેમ, સમય મળતાં પિતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચારે કાર ઘૂમી રહ્યા હતા. એક દિવસ સમાચાર આવતા કે આજે આટલા નરવીરેનો સંહાર કરવામાં આવ્યો. કોઈ દિવસ ખબર મળતા કે આજે આટલાં દેવમંદિરોને ધ્વસ કરવામાં આવ્યું. વળી કઈ દિવસ સમાચાર મળતા કે માતા ગુર્જરીના ચરણે પિતાનું સર્વસ્વ સમર્પણ કરનાર અમુક વીર નરને જીવતો મૂંજી નાખવામાં આવ્યો. પ્રજાનું હૃદય આવા આવા સમાચારોથી થંભી જતું. મરીને અમર થવાની ભાવનાવાળી પ્રજાના દિલમાં આજે ઠંધીભાવ પેદા થયો હતોમરીને અમર બનવાને માર્ગ લે કે મરણતોલ દશામાં જીવવાને લેભ સેવ. ગુજરાતની પ્રજાનું ખમીર આજે જાણે અગ્નિ પરીક્ષામાં મુકાયું હતું. પ્રજાની આ વીર-ભાવનાને અગ્નિ બલિદાન વગર જાગ્રત રહે એ અશક્ય હતું. અને તેથી જ એ આતશને જલતો રાખવા કેટલાય વીર નરેએ હસતે મેએ પિતાના જીવનની આહુતિ આપી હતી. પિતાના દેશ અને ધર્મ માટે રણશયાની મોજ માણનાર માતા ગુર્જરીના આવા જ એક વીર જૈન સપૂતની આ અમર કથા છે! [ ]. સૌરભ સૌને સુવાસિત કરવા ચાહે છે, દુર્ગધ સર્વત્ર દુર્ગધ પસારવા મથે છે; બેમાં જે બળવાન હોય તે જીતે છે. નવા ગુર્જરપતિ અજયપાળની આસપાસ તેને અનુરૂપ નવું મંત્રીમંડળ ગોઠવાઈ ગયું હતું. આ મંત્રીઓને ગુર્જરપતિના ગૌરવનું અને ગુજ૨ દેશના મંત્રીપદાની મહત્તાનું ભાન ન હતું એમ નહીં; હજુ ગઈ કાલે જ મહારાજા કુમારપાળના શાસનકાળમાં એ બધું એમણે જોયું અને અનુભવ્યું હતું. પણ આજે તેમણે દિલની લતને ઠોકર મારી દુનિયાની દોલતને પ્યારી ગણી હતી-માન, મહત્તા અને વર્ચસ્વના સ્થાને વૈભવ, વિલાસ અને ભીરુતાના તેઓ ઉપાસક બન્યા હતા. રાજાના માર્ગદર્શક થવાના બદલે રાજાના અનુગામી બની આ મંત્રીઓ સ્થાનભ્રષ્ટ બન્યા હતા, અને બીજાને સ્થાનભ્રષ્ટ કરવા મથતા હતા. અજયપાળનું અવિચારી શાસન તેમને વધુ વેગ આપતું હતું. એક પછી એક કેટલાય દેશ સેવકે ઉપર આથી આફત ઊતરી હતી. કમળવનને ખીલવત પ્રભાતન બાલરવિ પાટણનાં મહાલયને સોનેરસ્યા બનાવી ઊંચે ચઢતો હતો ત્યારે એક રાજદૂત મહામંત્રી અમૃભટ (આંબેડ)ના મહાલયનાં પગથિયાં ચઢતો હતો. મલ્લિકાર્જુન જેવા સમર્થ નૃપતિ ઉપર વિજય મેળવી ઠેઠ કાંકણુ સુધી ગુર્જરપતિની આણ પ્રવર્તાવનાર આ મહામંત્રીને મહારાજા કુમારપાળે રાજપિતામહના ગેરવવંતા બિરુદથી નવાજ્યા હતા; રાજા અને પ્રજા બધા તેમને એ નામે જ પિછાણતાં અને સન્માનતાં. મસ્તકને હથેળીમાં રાખી પોતાની પળે પળ રાજસેવામાં સમર્પણ કરનાર આ વૃદ્ધ રાજપિતામહને મન આજે રાજદરબાર અકારે બન્યો હતો. તરણું ચરવા કરતાં ભૂખની મેજ માણનાર વનરાજની જેમ તેઓ આજે રાજકાજથી નિવૃત્ત બની અંતર્મુખ જીવન ગુજારતા હતા. રાજદૂત જ્યારે મહાલયમાં પ્રવેશ કરતે હતો ત્યારે મહામંત્રી ધર્મકર્મમાંથી નિવૃત્ત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36