Book Title: Jain_Satyaprakash 1944 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
૪૩૦ ] [ વર્ષે ૯ અંગે જે વાંધા ઉઠાવ્યા છે તે અમારા વિચાર પ્રમાણે અસામાયિક અને અસ્થાને છે. વાંધા બતાવવાથી કાઇ પાતાની પ્રાચીન માન્યતા ન છેડી દે આપણે તે શ્વેતાંબરા તથા સ્થાનકવાસીએને પ્રેમપૂર્વક આમંત્રીને જ એકત્રિત કરી શકીએ. આજના સમય અને આજના વિષય શાસ્ત્રાના નથી....જેમ જેમ અપ્રિય ચર્ચાએ છેડશું અને ખેંચતાણુ કરશું તેમ તેમ કેાઈનું ભલું થવાનું નથી. શ્રીમાન જીગલિકશાર મુખતાર જેવા પુરુષે આવી ચર્ચાઓ સમેટી લઈને સિ’ઘીજી જેવા ગૃહસ્થાને પ્રેમપૂર્વક આમંત્રવા જોઇએ. ” વિગેરે.
મુખતારજીએ શ્વેતાંબર પર′પરા ઉપર કેવા પ્રકારના પ્રહાર શરૂ કર્યો છે તે જાણવાનું અમારી પાસે સાધન નથી. ખરેખર જ જો પાતાના પ્રસ્તાવમાં આ માન્યતા અ ંતરાયરૂપ છે એમ માનીને એમણે શ્વેતાંબર માન્યતાઓ ઉપર આક્રમણુ આરંભ્યું હોય તેા તેમની પ્રતિષ્ઠા અને વચને માટે પણ એ અશાલનીય છે. તલવારના ઉપયેગ જેમ માન્યતા બદલાવવા માટે ન થઈ શકે તેમ બુદ્ધિની તિક્ષ્ણ ધાર કે કુહાડા જેવી કલમ કે જીભથી માન્યતાપર પરા અદલાવવાની આશા રાખવી તે નકામી છે. એટલુ જ નહિ પણ સહાગને માટે નજીક આવેલા આશાવાદ રાખી રહેલા ભાઇએ પણ વિમુખ અની જાય છે એ ન ભૂલવું ઘટે. આ વિવાદ જૈન સ ંદેશના તંત્રી કહે છે તેમ અકાળે અને અસ્થાને છે.
''
‘ વિક્રમ-—વિશેષાંક ’ સંબંધો વધુ અભિપ્રાયા
[ 1 ]
[ પૂ. ઉ. મ. શ્રી. સિદ્ધિ મુનિજી મહારાજ ]
For Private And Personal Use Only
તા. ૧૦—૫—૪૪. પ્રાંતિજ ( એ. પી. આર. )
શ્રીયુત ચીમનલાલ ગેાકુલદાસ શાહ, અમદાવાદ.
ધર્મ લાભ પૂર્વક. જૈનધર્મીના સત્યના પ્રકાશ કરવામાં આપના તંત્રીત્વ નીચે ચાલતું માસિક પત્ર સફળતા પ્રાપ્ત કરતું જાય છે એના પુરાવા સિમિતિ તરફથી હાલમાં બહાર પડેલા ‘વિક્રમ વિશેષાંક ' છે. વિક્રમ સવત એ પાછળથી કલ્પિત થયેલા સંવત નથી પણ એ સંવતના પ્રથમાંક વખતે ‘ વિક્રમાદિત્ય ’ નામધારી પરદુઃખભંજક સમર્થ અતિહાસિક વ્યક્તિ હતી એ ‘ સત્ય પ્રકાશે ' સાબિત કરી બતાવ્યું છે, એ કાલનાં સૂચક ચિત્રાથી તથા શ્રી વિક્રમાદિત્યના વ્યક્તિત્વના પ્રતિક સમા ચિત્રથી અંકને સુરમ્ય બનાવવામાં આવ્યા છે. આપને। તથા વ્યવસ્થાપક શ્રીયુત ન્યાયતીથ' રતિલાલભાઈને પ્રયાસ શ્લાધ્યું છે. હું ચ્છું છું કે માસિક ભવિષ્યમાં અધિકાધિક પ્રગતિમાન થાય અને ધર્મ-સત્યાને અધિકાધિક પ્રકાશમાં મૂકે એ જ શુભ ભાવના.
લે. ઉપાધ્યાય સિદ્ધિમુનિના ધ*લાભ,