Book Title: Jain_Satyaprakash 1944 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨૮
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે હું मालूम नहीं यह पत्र चित्त और मस्तिष्ककी कैसी स्थिति में लिखा ગયા હૈ ।
શ્રી મુખ્તારજીની આ વાત તા બરાબર છે, પણ તેમાં થાડાક ક્રક છે. પત્ર લખનારે તા પૂરો વિચાર કરીને, કાઇ પણ વાત સંદિગ્ધ ન રહે તે રીતે સ્પષ્ટ ભાષામાં, સ્વસ્થ ચિત્તે પત્ર લખ્યો છે. ચિત્ત અને મસ્તિષ્કની દુરવસ્થા તે પત્ર વાંચનારની થઈ લાગે છે.
<i
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાત એમ બની છે કે—કડાઇમાં ઉકળતી ખાંડની ચાસણીમાં થોડુંક દૂધ છાંટવામાં આવે અને ઉજળી દેખાતી ખાંડના અંતરમાંથી મેલ ઉપર તરવા માંડે તેમ શ્રી જૈન સત્ય પ્રકાશ'ની નોંધા શ્રી સિ'ધીજીના પત્ર અને શ્રી પંડિતજીના પત્ર શ્રી મુખ્તારજીના માનસમાં વેતાંબરા માટે કેવા ભાવ ભ છે તે પ્રગટ કરી દીધા છે. અને તે ભાવને શુદ્ધ બતાવવાના પ્રયત્નમાં પંડિતજી આગળ વધતા વધતા છેક મર્યાદા-ભંગના સીમાડે પહોંચી ગયા છે.
જો આમ ન હાય તા સિંધીજી કે પંડિતજીના જે પત્રથી મુખ્તારજીને પેાતાના પ્રચારની અવળી દિશાનું ભાન થવું જોઈ તું હતું, અને પેાતાનાથી જાણેઅજાણે થઇ ગયેલી ભૂલ સુધારવાના અવસર સાંપડવા જોઇતા હતા, તે જ પત્રા વાંચીને તે પત્ર-લેખકાને ઉતારી પાડવાના તેએ પ્રયત્ન ન કરત.
દર્પણુની સામે ઊભા રહીને પેાતાના મુખ ઉપર કાર્ય દાગ દેખાય તે તે દાગ જ દૂર કરવા ઘટે. પણ એ દાગ દૂર કરવાના બદલે કાચ ઉપર પડદો નાખવામાં આવે, તેને દૂર હટાવવામાં આવે કે તેને ફાડી-તાડીને તેના ટુકડા કરી દેવામાં આવે તે તેથી તે દાગ દૂર ન થઈ શકે. મુખ ઉપરના દાગને દૂર કરવાના બદલે કાચને દૂર કરવા એ સાચેસાચ દયનીય દશા ગણાય.
શ્રી મુખ્તારજી જાણે છે કે જેઓએ તેમને પત્ર લખીને આ ઉત્સવના સબધમાં પોતાના વિરોધ પ્રગટ કર્યો છે તેએ અને જેઓનાં નામ તેમણે ઉત્સવસમિતિમાં રાખ્યાં છતાં મુખ્તારજીને પત્ર લખીને જેમણે પેાતાના સહકાર આપવાની તત્પરતા નથી બતાવી ( અને એ રીતે આ ઉત્સવના પ્રચાર સંબંધી પોતાના મૂક વિધ દર્શાવ્યા છે ) તેઓના એક યા બીજી રીતે વીરસેવામંદિર, ‘ અનેાન્ત ’ કે પેાતાના · લાભ માટે, મુખ્તારજીએ ઉપયેગ કર્યાં જ છે. છતાં આજે એ બધા સબધા મુખ્તારને ડવા અને નિંદવાયેાગ્ય લાગવા માંડયા છે, અને જે વ્યક્તિએ ગઈ કાલ સુધી સારી લાગતી હતી તે આજે અણુગમતી લાગવા માંડી છે એ પણ કાળની બલિહારી જ કહેવાય ! ખેર.
અમે તે પહેલાં જ કહ્યું છે કે જો મુખ્તારજીને વીરશાસન—જયંતી– ઉત્સવમાં શ્વેતાંબરાના સહકાર મેળવવા જ હતા તે તેમણે ભગવાન મહાવીરસ્વામીની પ્રથમ દેશના સંબધી શ્વેતાંબર માન્યતાનું ખંડન કરવાના તેમજ
For Private And Personal Use Only