Book Title: Jain_Satyaprakash 1944 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ૪૨૨ શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ [૪] જેની સેવામાં જીવનનું સર્વસ્વ સમર્પણ કર્યું હતું તે મહારાજા કુમારપાળ દેવ અને જેની ચરણરજ મસ્તકે ચડાવી જીવનને પાવન કર્યું હતું તે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ જે માર્ગે પ્રયાણ કરી ગયા હતા તે સ્વર્ગપંથે પ્રયાણ કરવાને સુઅવસર આમ્રટને સાંપડયો હતો, એટલે તેમના આનંદનો પાર ન હતો. જાણે કઈ આનંદપર્યટણે નીકળવાનું હોય તેમ તેમનું અંતર તૈયારી કરતું હતું. તે દિવસની આખી રાત મંત્રીશ્વરે ધ્યાન અને આત્મચિંતનમાં પસાર કરી. જીવનભર ગુરુ પાસેથી મેળવેલી ધર્મભાવના જાણે આજે મંત્રીશ્વરની સહાયે આવી હતી. આવતી કાલે મરવાનું નિશ્ચિત હતું, પણ જાણે એ મરણને ખ્યાલ સુદ્ધાં ન હોય એમ મંત્રીશ્વર બેપરવાહ હતા. તેમને ચિંતા હતી માત્ર એટલી કે આવતી કાલના મરણ-મહાત્સવ વખતે ચંચળ મન ક્યાંક વિચલિત ન બની બેસે! અને તેમણે ખૂબ ખૂબ ચિંતનમનન કરી એ મનને દઢ બનાવી લીધું. આત્મચિંતનના આશક મંત્રીશ્વરને આજની રાત જાણે ટૂંકી લાગી. પરેડ થયું. મંત્રીશ્વર પ્રતિક્રમણથી પરવારી ગયા. સૂર્યોદય થઃ મંત્રીશ્વર દેવમંદિરમાં દેવાધિદેવ વીતરાગ પ્રભુના દર્શને ગયા, અને પરમાત્માની અનેક રીતે સ્તુતિ કરી સ્થિર આસન લગાવી બે ઘડી ધ્યાનમગ્ન બની બેઠા. છેવટે પરમાત્માને નમસ્કાર કરી પ્રાર્થના કરી ! “દેવાધિદેવ ! આપ સર્વજ્ઞ છે. આપનાથી કશું છુપાવવાનું કે આપને કશું કહેવાનું ન હોય. મને આપના ચરણરજની સેવા સદાય પ્રાપ્ત થજો! પરમાત્મન ! અત્યાચાર કે આતથી ડરીને હું ધર્મવિમુખ ન બનું, કદી પાપનો માર્ગ ગ્રહણ ન કરું, અને મારું વીરવત સદાય અખંડ રહે! એટલું જ આપની પાસે પ્રાર્થ છે. પ્રભુ! મને આપ જેવા અરિહંત અને સિદ્ધ પરમાત્માનું, આપે પ્રરૂપેલ ધર્મનું અને આપે ઉપદેશેલ ગુરુનું સદાકાળ શરણ હજો.” મંત્રીશ્વરની પ્રાર્થના પૂરી થઈ. આત્માની અને દેવની સાક્ષીએ અનશન વ્રત સ્વીકારી જ્યારે તે દેવમંદિરમાંથી બહાર આવ્યા ત્યારે તેમના મુખ ઉપર અદ્દભુત ભાવ દીપી રહ્યા હતા. જાણે મરણો-મહોત્સવ માટેની તેમની સર્વ તૈયારી પૂર્ણ થઈ હતી. [ પ ]. બે પ્રહર સૂર્ય ઉચે ચઢવ્યો અને રાજસુભટો શસ્ત્રસજજ બની રાજપિતામહના મહાલયે આવી પહોંચ્યા. રાજઆજ્ઞા તે એવી હતી કે આમ્રભટને બાંધીને તલવારની ધારથી તેમનું માથું ઉડાવી દેવું. પણ વીર નરોએ આવા મરણને ક્યારે સ્વીકાર્યું હતું કે આદ્મભટ તેને સ્વીકારે ! એ તે જેમ દુનિયામાં પોતાની સાથે અનેક સેબતીઓ લઈ ફરે છે તેમ પરલેકના પ્રયાણ વખતે પણ પોતાની સાથે અનેકને તેડતા જાય છે. આમૃભટ એક રણવીર યોદ્ધો હ. રણસંગ્રાણુની વાત થતાં તેના વૃદ્ધ શરીરમાં પણ જાણે ચેતન રેલાવા માંડતું હતું. તેણે રણભૂમિમાં પિતાની આખરી પથારી કરવાનો નિર્ણય કર્યો હતો, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36