Book Title: Jain_Satyaprakash 1944 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ ]
રણુશગ્યા
[ ૪૨૩
રાજસુભટે આવતાં તેણે તાબે થવાની ના પાડી અને પિતાની પાસે જે છેડા રણવીર સુભટે હતા તેમની સાથે તે રાજસુભટોની સામે ઊતરી પડે. મંત્રીશ્વરના સુભટએ મહાલયમાંથી જ એવો સપાટો બોલાવ્યો કે, ઝંઝાવાતથી ઊડેલા તણખલાઓની જેમ, રાજસુભટ મહાલયથી દૂર નાસી ગયા.
પણ મંત્રીશ્વરને પિતાનાં સાધનોને બરાબર ખ્યાલ હતો. આટલા ટૂંકા વિજયથી એ ફુલાઈ જાય એમ ન હતા. આજે મરણ અવસ્થંભાવી છે એને એને બરાબર ખ્યાલ હતો. એટલે છેવટે એ પિતાના સુભટો સાથે હાથમાં તલવાર લઈ મેદાનમાં ઊતરી પડ્યા. જોતજોતામાં રાજસુભટો સાથે ઘેર સંગ્રામ મચી ગયો. અને લડતાં લડતાં એ બધા ઘંટાઘરની નજીક જઈ પહોંચ્યા.
રાજસુભટોની સંખ્યા વધતી જતી હતી. એક ખૂટતે તે તેના સ્થાને બીજા બે આવી ચડતા હતા. મંત્રીશ્વરના મૂઠી જેટલા સુભટો ધીમે ધીમે ઘટતા જતા હતા. છતાં સંગ્રામ પૂરો થવાને હજુ વાર હતી. મહામંત્રી આમ્રભરના વૃદ્ધ શરીરે જાણે આજે નવજીવન પ્રાપ્ત કર્યું હતું. તેને સપાટો કેઈથી સહન થતા ન હતા. એ જ્યાં ઘૂમવા લાગતા ત્યાં મેદાન ખાલી થઈ જતું.
પણ આજે તેને અંત લખાઈ ચૂક્યો હતો.
સૂર્ય જ્યારે મધ્યાહ્ન વટાવી અસ્તાચળ તરફ પ્રયાણ કરતો હતો ત્યારે મંત્રીશ્વરનું શરીર પણ શિથિલ થતું જતું હતું. તેમનાં અંગોમાંથી લોહી ટપકતું હતું. હવે વધુ વખત ટકવું અશક્ય હતું. તેમણે ક્ષણભર આંખ મીંચી ઈષ્ટદેવનું સ્મરણ કરી લીધું, અને છેવટની રણગર્જના કરી પિતાની જીવનસંગિની સમતલવારનું છેવટનું તર્પણ કરાવ્યું અને પછી એક રાજસુભટની તલવારથી જખમી બની એ જમીન ઉપર ઢળી પડ્યા.
અને એ પડતાંની સાથે બીજા રાજસુભટે તેમના ઉપર તલવારથી તૂટી પડયા; કોઈ મૃતક ઉપર ગીધડાઓ તૂટી પડે તેમ. જોતજોતામાં ત્યાં લેહીનું ખાબોચિયું ભરાઈ ગયું.
જન્મભર સેવેલી માતૃભૂમિના ચરણે કંકુવર્ણ શોણિતનું તિલક કરી રાજપિતામહને આત્મા પરાકનું પ્રયાણ કરતા હતા ત્યારે સ્વર્ગની અપ્સરાઓ સ્વર્ગના પંથમાં રાવણ સંધ્યાનું કંકુ વેરી રાજપિતામહના સ્વાગતની તૈયારી કરતી હતી.
શરશયાપર સૂતેલા ભીષ્મપિતામહની યાદ આપતી રાજપિતામહ આમ્રભટની આ રણાવ્યા અમર બની !*
–રતિલાલ દીપચંદ દેસાઈ
પ્રબંઘચિંતામણિના આધારે,
For Private And Personal Use Only