Book Title: Jain_Satyaprakash 1944 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ અજયપાલની સમક્ષ હાજર થયા. આ જ સ્થાનેથી આ મહામંત્રીએ અનેક રાજઆજ્ઞાઓ સંભળાવી હતી અને અનેકની પાસેથી ખુલાસાઓ સાંભળ્યા હતા. આજે તેઓ પોતે રાજઆજ્ઞા સાંભળવા અને ખુલાસાઓ આપવા રાજાની સામે ઊભા હતા. જાણે કાળબળે સ્થાનને બદલી નાખ્યું હતું. પણ મહામંત્રીને આને કશો ઓરતો ન હતો. તેમણે ત્યારે રાજઆજ્ઞાઓ સંભળાવી હતી તેય માતૃભૂમિની સેવા માટે અને આજે ક્ષણ માટે એક રાજઆજ્ઞાને શિરે ચડાવી હતી તેય એ જ માતૃભૂમિ ગુજરાતની સેવા કાજે ! તેઓ સ્વસ્થ ચિત્તે ઊભા હતા. તેઓ જે તરફ દષ્ટિ ફેરવતા તે તરફનાં મુખો નીચાં ઢળી પડતાં, મધ્યાહ્નના સૂર્યને જોઈને આંખ ઢળી પડે તેમ, તેમનું તેજ જાણે કેઈનાથી સહન થતું ન હતું. રાજસભામાં જાણે એક પ્રકારની સ્તબ્ધતા પ્રવર્તતી હતી.
અજયપાળને આજે આ બૂઢા મંત્રીને પિતાની સત્તાનો પરચો બતાવ હતો. આ મહાઅભિમાની મંત્રીના ગર્વનું ખંડન થઈ જાય અને તે મરણભીરૂ બની પિતાની આજ્ઞાનું પાલન કરનારે થઈ જાય-એ ઘડીનું દર્શન કરવા તેનું મન તલપાપડ થઈ રહ્યું હતું. તેણે કહેવાની શરૂઆત કરી
આદ્મભટ! ગઈ કાલે મારા મંત્રીમંડળને કહેલી વાત સંબંધી તમારે કંઈ ન ખુલાસો કરવાનું છે?”
“ના.” આમ્રદેવે માથું ઊંચું કરી ટૂકે છતાં મક્કમ જવાબ આપ્યો.
ગુર્જર દેશના સિંહાસનને સ્વામી-ગુર્જરપતિ તમારા સ્વામી નહીં ? તેની આગળ તમારું શિર મૂકશે નહીં ? ગુર્જરપતિને ગુરુ તે તમારા ગુરુ નહીં ? ગુજરપતિને દેવ તે તમારે દેવ નહીં ?”
“ના.” આમ્રદેવે એ જ જવાબ આવ્યો. “કેમ? શા માટે નહીં ?”
આદ્મભટને લાગ્યું કે હવે પિતાનું અંતર ખોલવાને અવસર આવી લાગ્યો છે. તેણે ચારે કેર દૃષ્ટિ ફેરવી, અને કહ્યું: “ મહારાજા કુમારપાળના સર્વકલ્યાણમય સ્વામિત્વ આગળ ઝુકેલું આ શિર બીજા કેઈની આગળ ઝુકવાનો ઈન્કાર કરે છે. ગુરુવર્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ચરણે ઢળેલી બુદ્ધિ બીજાને ગુરુ માનવા તૈયાર નથી. અને શ્રી વીતરાગદેવને પિતાના મને મંદિરના સિહાસને આરૂઢ કરનાર આ હૃદયમાં બીજા દેવનું સ્થાન નથી. સતી સ્ત્રીને એક ભવમાં બે સ્વામી હોય તો આ મસ્તકને બીજે સ્વામી હેય !”
સભા સ્તબ્ધ બની ગઈ. પણ અજયપાળ એમ પાછો પડે એમ ન હતું. એને તે આજે આ વાતનો અંત લેવો હતો. તેણે કહ્યું: “રાજઆજ્ઞા તમને એવો આદેશ આપે છે ?”
તે ય શું?” આમ્રદેવે કહ્યું. આમ્રભટ! સત્તા આગળ શાણપણ શા કામમાં આવવાનું?”
“કુતરાની જેમ સત્તા આગળ પૂંછડી હલાવનાર શાણપણનો શો અંજામ આવે છે તે આ મંત્રીઓ, આ સામંતો અને આ પ્રજાનાયકને પૂછો? કયાં ગઈ ગુર્જરપતિના મંત્રીઓની એ નિડરતા, સામંતની એ શૂરવીરતા અને પ્રજાનાયકોની એ સર્વોપરિતા? આજે સરસ્વતી લક્ષ્મીની દાસી બની છે, શુરવીરતા સત્તાની ગુલામ બની છે, અને નિડરતાએ
For Private And Personal Use Only