Book Title: Jain_Satyaprakash 1944 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ કાંઈ રચના કરે તેમાં કુંભાર ઘડાનો ઉત્પાદક નથી, કેમકે ઘડાનું ઉત્પાદન તે માટીમાંથી થયું જે કુંભારે બનાવેલ નથી. એવી જ રીતે બીજા પદાર્થોમાં કલ્પી લેવું. આ જ હિસાબે આ વિશ્વના સ્વતંત્ર દ્રવ્યોનો કઈ કર્તા નથી; તેઓ અનાદિસિદ્ધ છે. તેઓ શૂન્યમાંથી બન્યા નથી, પરંતુ અનાદિકાલથી માંડીને અનંતકાળ સુધી તેઓ પિતાપિતાને ગુણ લક્ષણો સહિત છે, હતા, અને રહેશે. વળી ઈશ્વરે સૃષ્ટિ બનાવો એમ માનીએ તો જેમ કુંભાર માટીમાંથી ઘડાનું સર્જન કર્યું તેમ ઈશ્વરે આ પદાર્થો શેમાંથી બનાવ્યા? એ સવાલ ઊભો થશે. પિતામાંથી બનાવ્યા એમ કહેશો તે ઈશ્વરનું સ્વરૂપ જે જ્ઞાનસ્વરૂપ છે તે ગુણ માનેલ તેમાં દૂષણ આવે છે. આ જગતના પદાર્થો જડ અને ચેતન ઉભય લક્ષણવાળાં ભિન્ન ભિન્ન છે. એટલે તેની હયાતિ ઈશ્વર સ્વરૂપમાંથી સંભવી શકતી નથી. બીજી કોઈ વસ્તુમાંથી બનાવ્યા તેમ કહીએ તે તે બીજી વસ્તુની હયાતી પહેલાં હતી તેમ સિદ્ધ થાય છે. તેથી તેમ માનવામાં તે. પિતાને પક્ષ જ અસિદ્ધ થાય છે. તેથી કહેવું પડશે કે, આ વિશ્વ અનાદિ સિદ્ધ છે અને તેમાંના શાશ્વત દ્રવ્યો કેાઈના બનાવેલાં નથી. વળી ઈશ્વરને આ વિશ્વ રચવાનું શું પ્રયોજન ? ઈશ્વરને આ લીલા કરવામાં આનંદ છે તેમ કહીએ તો ઈશ્વર નિર્દય ઠરશે. જગત ઉપર ઉપકાર કરવા માટે કર્યું તેમ કહીએ તે રચના થયા પૂર્વે કાઈન હતું તે ઉપકાર તે વખતે કેના પર કરવાનું હતું ? ઈશ્વરે દયાથી કે પરોપકારના હેતુઓ વિશ્વ રચ્યું, તેમ માનવા કોઈ કારણ સાચું ઠરતું નથી, તેથી ઈશ્વરને આ જગત રચવા કોઈ કારણ નથી તેમજ કરે છે. વળી ઈશ્વરે આ જગત રચી સર્વ સમાનતા-જ્ઞાન ઈત્યાદિ શુભ જ રચના કેમ ન કરી, અને દુઃખ, અજ્ઞાન, રોગ, શેક કેમ થવા દીધા? ઈશ્વરને તે હેતુ ન હતા, તેમ કહેશો તો શું ઈશ્વર આ રચનાનું ફલ પૂર્વે જાણતા ન હતા વારુ ! અને વળી કહેશો કે કર્મથી સુખ દુઃખ ઈત્યાદિ થાય છે તે ફકત એક સારા કર્મવાળા અને બીજો નરસાં કર્મવાળો કેમ રહ્યો? તેમાં તે તેમની પક્ષપાતી બુધ્ધિ ઠરશે. માટે કહેવું જ પડશે કે ઈશ્વરને આ સૃષ્ટિની રચના કરવાનું કોઈ કારણ રહેતું નથી. આમ ઈશ્વરના સ્વરૂપને વિશેષ વિચાર કરતાં કહેવું જ પડશે કે નિરંજન સર્વજ્ઞ ભગવાનને આ દશ્યરૂપી જગત જેમાં દુઃખ રોગ શેક ઈત્યાદિ છે તે અને જડ ચેતન પદાર્થોવાળું જગત રચવાને કાંઈ કારણ નથી. એમ કહેવું કે નિરંજને સર્વજ્ઞ ઈશ્વરને આ દશ્યલીલારૂપ જગત રચવું પડયું તો તે તે “વદત વ્યાઘાત’ જેવું જ છે. નિરંજન ઈશ્વર અને સાકાર દીન જગત એ બેને મેળ જ શી રીતે ખાય? ઈશ્વરને આ વિશ્વની રચના કરવા કેઈનું દબાણ નથી, પિતાની જ મરજીથી કર્યું ઈત્યાદિ સર્વ વિકલ્પમાં ઈશ્વરને રૂપી, કર્મવાળો, જન્મમરણયુક્ત જ માનવો પડશે, જે ઈશ્વરના વિશેષ્યના સ્વભાવથી વિરુદ્ધ છે. માટે તે વિકલ્પો જ અંગીકાર કરી શકાય નહિ. ટૂંકમાં નિરંજન નિરાકાર સર્વજ્ઞ એવા ઈશ્વરે આ વિશ્વની રચના કરી નથી, તેમ સ્વીકારવું પડશે. આ બધી વાતને નિષ્કર્ષ એ છે કે, જૈનધર્મ પણ ઈશ્વરને માને છે, પરંતુ તેને સૃષ્ટિતૃત્વનો વિરોધ કરે છે, અને આ વિરોધને આધાર સ્મૃતિ, યુકિત અને અનુભૂતિમાં રહેલું છે, તેથી આ ધર્મ નાસ્તિક નથી, પણ પૂર્ણ આસ્તિક છે એ સિદ્ધ થાય છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36