Book Title: Jain_Satyaprakash 1944 06 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીસુન્દરહંસકૃત હેમવિમલસરિ–સ્વાધ્યાય ( [ સંપાદક. ભેગીલાલ જ. સાંડેસરા, એમ. એ. ] [ વિક્રમના સોળમા સૈકામાં થઈ ગયેલા તપાગચ્છાધિરાજ શ્રી સુમતિસાધુસૂરિના શિષ્ય આચાર્ય શ્રી હેમવિમલસૂરિના શિષ્ય સુન્દરહસે તેમની સ્તુતિ રૂપે રચેલી તથા અદ્યાપિ અપ્રસિદ્ધ રહેલી એક ટૂંકી સ્વાધ્યાય અહીં રજુ કરી છે. પટ્ટાવલિઓ અનુસાર શ્રી હેમવિમલસૂરિએ લમીસાગરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તેમને આચાર્યપદ સં. ૧૫૪૮ માં સુમતિસાધુસૂરિએ આપ્યું હતું અને તેમને સ્વર્ગવાસ સં. ૧૫૮૩ માં થયો હતો. - શ્રી જિનવિજ્યજી સંપાદિત ઐતિહાસિક જેન ગુર્જર કાવ્યસંચય'માં શ્રી હેમવિમલસૂરિ પ્રબંધમાં “હેમવિમલસૂરિફાગ” તથા “હેમવિમલરિસ્વાધ્યાય ” એ બે કૃતિઓ છપાયેલી છે, જ્યારે અહીં રજુ કરવામાં આવેલી કૃતિ બન્નેથી ભિન્ન હોઈ આ પત્રદ્વારા પહેલી વાર પ્રસિદ્ધિમાં આવે છે. આ સ્વાધ્યાયના કર્તાનું નામ તેના અંતમાં સુન્દરહંસ આપેલું છે. સ્પષ્ટ છે કે કર્તા શ્રી હેમવિમલસૂરિના શિષ્યમંડળ પૈકીના હોવા જોઈએ. શ્રી હેમવિમલસૂરિ શિષ્ય-ધનદેવ શિષ્ય સુરહ સશિષ્ય-લાવણ્યરત્નકૃત “યશોધરચરિત્ર ” સં. ૧૫૭૩માં રચાયેલું મળે છે. (જુઓ જૈન ગુર્જર કવિઓ ભા. ૧ પૃ. ૧૩૦-૩૧ ). “યશોધરચરિત્રની પ્રશસ્તિમાં કર્તાની ગુરુપરંપરામાં જેનો ઉલ્લેખ છે કે સુરહંસ અને પ્રસ્તુત સ્વાધ્યાયના કર્તા સુન્દરહંસ અભિન્ન હોય એ સંભવિત છે. આ સ્વાધ્યાય પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ પાસેના એક જુના હસ્તલિખિત ગુટકામાંથી મળેલ છે. આખો ગુટકે એક હસ્તાક્ષરમાં લખાએલે છે. ગુટકામાં અન્યત્ર શ્રાદ્ધઅતિચાર સં. ૧૬૨૭માં લખાયો હોવાનો ઉલ્લેખ છે, એ જોતાં આપણું સ્વાધ્યાયની નકલ પણ એજ અરસામાં થયેલી હોવી જોઈએ. ]. મૂળ કાવ્ય જિનશાસનિ ઉદય દિનકરર, નિયવિદ્યા નિજિજય સુરગુ; ગુરુલબધિ અમ ગણહરૂ, શ્રી હેમવિમલસૂરિ ચિર જયુ. ૧ મમંડલ, માલવ, મેદપાટ, ગુજરધર, સોરઠ સંઘ થા; તેહે અપીઅ તુહ તપગચ્છપાટ, જય જય જયરવ ભણઈ ભાટ. ૨ આવઈ સૂહવાઈ સવિ ધરીઅ ધાટ, વૃદ્ધ વધાવઈ મેતીએ ભરી ત્રાટ; તુહ દેશન દીઠિ ગહગહાટ, તુહ્મ વહિતી આ કીધી પુણ્યવાટ. ૩ તુમ પાય નમઈ નિતુ નરપતિ, તુહે પ જીતુ રતિપતિ; શ્રી હેમવિમલસૂરિ ગપતિ, તુહ્ય સેવઈ હુઈ સુષસંપતિ. તુમ્ર મૂરતિ મેહણ વેલડી, તુહ્ય વાણી સાકર–સેલડી; લિઈ એક અભિગ્રહ આષડી, તુા વાંદિયા વિણ ન રહિ ઘડી. તુક્ષે મેહલી માયા મેહમાન, સાહ ગંગાનંદન અતિ સુજાણે, નાણ દંસણું ચારિત્ર ગુણનિહાણ, જયુ જંગમતીરથ યુગપડાણ. શ્રી સુમતિસાધરિ-સસરાય, શ્રી હેમવિમલસૂરિ વિમલકાય; તાંચિ રજા હું અચલઠાય, તુહ્મ સેવઈ સુંદરહંસ પાય. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36