Book Title: Jain_Satyaprakash 1943 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માતર તીર્થ
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુશીલવિજ્યજી ( ક્રમાંક ૮૯થી શરૂઃ ગતાંકથી ચાલુઃ આ અકે સંપૂર્ણ લેખાંક ત્રીજો) શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની ચમત્કારિક મૂર્તિનું વર્ણન
ખેડા જિલ્લાના માતર તાલુકામાં બરડા નામે નાનું ગામ છે. ગામની નજીક વાત્રક નદી છે. ગામમાં જૈનેનાં માત્ર બે જ ઘર છે. એક વખતે ત્યાંના વણકર લેકે વાત્રક નદીમાં કાંકરી કાઢવા ગયા. સદ્ભાગ્યે નદીના કિનારામાંથી સાતમાં સુપાર્શ્વનાથ પ્રભુની ચમત્કારિક મૂર્તિ પ્રગટ થઈ. પ્રતિમાજીને નદીના પાણીથી નવરાવી, માટી દૂર કરી, પોતાના ઘરે લાવી, ઘરની બહારના ચેકમાં તુલસી-કયારો હતો ત્યાં પધરાવી અને તેના કંઠમાં તુળસીની માલા પહેરાવી, પાસે ઘીનો દીવો પ્રગટાવ્યો, અને મૂર્તિની સન્મુખ હરહમેશ ભજનાદિ કરવા લાગ્યા. જે દિવસે આ મૂર્તિ વણકરને ત્યાં આવી તે દિવસે ૫૦ વર્ષની ઉમ્મરવાળા એવા તે વણકરને ઘરે પુત્રને જન્મ થયો, એટલું જ નહીં પણ ઘરના પાયામાંથી રૂ. ૧૦૦) જેટલી કિંમતને માલ નીકળ્યો. આ બનાવ બનવાથી તેને પ્રભુ પર બહુ જ આસ્થા બેઠી અને આ મૂર્તિ મહાચમત્કારિક છે તેમ તે માનવા લાગ્યો. પિતાના ઘેર આ રીતે મૃત્તિ આવી અને લાભ થયો તે વાતની બહાર ખબર પડવા દીધી નહીં. જેમ જેમ તેને વધુ ફાયદા થતા ગયા તેમ તેમ તેની મૂર્તિ પરની આસ્થામાં વૃદ્ધિ થવા લાગી અને તે મૂર્તિની ભક્તિ દિવસે દિવસે વિશેષ કરવા લાગ્યો. મૂર્તિના અધિષ્ઠિત દેવે માતરના રહીશ સાંકળચંદ હીરાચંદને સ્વપ્ન આપ્યું કે હું બરડા ગામમાં વણકરને ઘેર છું ત્યાં આવીને લઈ જાઓ. સાંકળચંદ શેઠ માતરથી બરેડા ગયા પણ પત્તો લાગ્યો નહીં એટલે તે પાછા આવતા રહ્યા.
ત્યારપછી ફરીથી મૂર્તિના અધિષ્ઠિત દેવે માતરના રહીશ શા. નગીનદાસ કાળીદાસ તથા ચુનીલાલ ભીખાભાઈને સ્વપ્ન આપ્યું કે–પહેલાં મેં સાંકળચંદ હીરાચંદને સ્વપ્ન આપેલું, તેઓએ તે વાત ખોટી માની છે, પણ તે વાત સાચી જ છે. અને હું તે જ વણકરને ત્યાં તુલસીક્યારામાં છું. આવીને મને લઈ જાવ. આ વાતથી બન્ને જણાએ સંઘ ભેગો કરી સર્વ હકીકત કહી સંભળાવી. બાદ ઉપરોક્ત ત્રણ વ્યક્તિ સહિત દશ માણસો ગાડાં જોડીને વારસંગ ગામે ગયા. વારસંગ ગામમાં નાથાલાલ શ્રાવકનું એક ઘર હતું. તે સુખી અને બાહોશ હતો. માતરથી પધારેલા આ બધાની પરણાગત સારી રીતે કરી. અને તેમના કામમાં મદદ કરવા તે પણ સાથે જવા તૈયાર થયા.
બરડા અને વારસંગ વચ્ચે વાત્રક નદી પથરાએલો છે. નદીના સામસામા કાંઠા પર આ બન્ને ગામ વસેલાં છે. નદી ઊતરીને સર્વ બડા આવી પહોંચ્યા. બાદ વણકરવાસમાં ગયા ને જેનેત્યાં તુલસીના ક્યારાઓ હતા તેને ત્યાં જઈ કયારાઓમાં તપાસ કરવા લાગ્યા. તપાસ કરતાં કરતાં અધિષ્ઠિત દેવે જે “વણકરના ઘરના ચોકમાં રહેલ તુલસીકયારામાં હું છું, ત્યાંથી મને લઈ જાવ” એવા પ્રકારનું સ્વન આપ્યું હતું, તે જ વણકરના ઘરના ચેકમાં રહેલ તુલસીક્યારામાં સુપાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂર્તિ નિહાળી. સાંકળચંદ હીરાચંદે મૂર્તિની પાસે જઈ બારીકાઈથી તપાસ કરી તે શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની પીળા પાષાણની વેતાંબરીય પ્રાચીન મનોહર મૂર્તિ જણાઈ. આ દશ્ય જોતાં વણકરના હૃદયમાં મુંઝવણને પાર રહ્યા નહીં. તે મનમાં ને મનમાં જ રડવા લાગ્યઃ અરેરે ! શું આ લેકે આ
For Private And Personal Use Only