Book Title: Jain_Satyaprakash 1943 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીથાધિરાજ શ્રી શત્રુંજયગિરિ ઉપર આવેલી એક વસ્તુ ટૂંક
જિનેન્દ્ર-ટૂંક
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી દેવવિમાનશાં મનહર જિનમંદિરાથી આ મૃત્યુલોકમાં સ્વર્ગલોકનું સૌંદર્ય રજુ કરતા તીર્થાધિરાજ શ્રી શત્રુંજયને મહિમા અપરંપાર છે. એની પવિત્રતા અને એના મહિમાથી આકર્ષાઈ અનેક ભવ્ય માનવીઓએ પોતાનાં દ્રવ્યનો એ ગિરિરાજ ઉપર સદ્દવ્યય કર્યો છે. એ ગિરિરાજ ઉપરની અત્યારે ધ્વસ્ત દશામાં આવી પડેલી એક ટૂંકનો પરિચય આપવાને આ લેખને ઉદ્દેશ છે. એ ટૂંક તે જિનેન્દ્ર-ટૂંક !
પાલીતાણું તરફની તળાટીના માર્ગેથી ચઢવાની શરૂઆત કરી છલાકુંડ સુધી ચડ્યા પછી મુખ્ય માર્ગે ન જતાં આપણું જમણી બાજુ એટલે કે છાલાકુંડથી પશ્ચિમ તરફ થોડુંક ચઢાણ આવે છે તે ચઢીને આ ટૂંક તરફ જવાય છે. યાત્રા કરીને પાછા આવતી વખતે આ ટૂંક જવું હોય તો છાલાકુંડ સુધી ઊતરવાની જરૂર રહેતી નથી, પણ વચમાંથી આ ટૂંક જવાની કેડી મળી રહે છે. મુખ્ય માર્ગો ઉપર જતી વખતે દરેકની નજર આ ટૂંક તરફ પડે એવી રીતે આ ટૂંક આવેલી છે. પણ અત્યારે એ સાવ કર્ણ અને ધ્વસ્ત દશામાં પડેલી હોવાથી અને દૂરથી કઈ ભગ્ન ખંડિયેર હોય એમ લાગવાથી ભાગ્યે જ કોઈ યાત્રી એ તરફ જાય છે. કોઈ સામાન્ય યાત્રી કુતૂહલ વૃત્તિથી પ્રેરાઈને અને પુરાતત્ત્વનો અભ્યાસી ઇતિહાસ પ્રેમથી આકર્ષાઈને આ ટૂંક તરફ જાય ત્યારે જ તે સજન લાગે છે, અન્યથા એ સાવ નિર્જન જ રહે છે.
છાલાકુંડની પશ્ચિમે વિશાળ સપાટ પ્રદેશ ઉપર આવેલી આ ટૂંક નીચે પાલીતાણુ શહેર અને તળાટી અને ઉપરની નવે કાનાં સુરમ્ય જિનમંદિર--એ બેની વચમાં જાણે અનુસંધાનને પ્રદેશ હેય એવી લાગે છે. નીચે દૃષ્ટિ કરતાં આખાય શહેર અને તળેટીનું વિહંગદર્શન થાય છે અને ઉપર નજર કરતાં બધી ટૂંકનાં જિનમંદિરની શિખરમાળા નજરે પડે છે. આ ટૂંકના ઊંચાણને લીધે ત્યાં સતત વહ્યા કરતી પવનની શીતળ લહરીઓ જાણે થાક્યા યાત્રીને નવીન શક્તિ ન આપતી હોય એવું બેવડી વિસામો લેવા જેવું એ સ્થાન છે. બે તરફ ઊંચા પહાડ અને બે તરફ ઊંડી ખાઈના સીમાડા ઉપર આવેલી આ ટૂંક સાચે જ મનહર લાગે છે.
આ રીતે કુદરતી સૌન્દર્યથી ભરેલી આ ટૂંક આજે તેના ઉપર માનવીએ સર્જેલ સૌન્દર્યથી વંચિત બની ગઈ છે. તેના ઉપરનાં ધર્મ–સ્થાને ધ્વસ્ત થઈ ગયાં છે, અને દિવસે દિવસે વધુ ધ્વસ્ત થતાં જાય છે. આ ટૂંકમાં મુખ્યત્વે આટલાં સ્થાને છે–વચમાં પદ્માવતી માતાનું હાનું દહેરું, તેની પાછળ ગુરુ-સ્મારકાવાળા વિભાગ, ગુરુ-સ્મારકેની પાછળ એક બે ઓરડાવાળું સાવ પડી ગયેલું મકાન, અને દક્ષિણ તરફ પાણીને મોટો કુંડ અને તેના ચાર ખૂણું ઉપર ચાર દેરીઓ. આ બધાંય સ્થાને ધીમે ધીમે ધ્વસ્ત થતાં જાય છે, તેથી ઈતિહાસના અભ્યાસીને ઉપયોગી થાય એ દૃષ્ટિએ, ત્યાંથી લીધેલા શિલાલે અહીં આપવામાં આવે છે.
For Private And Personal Use Only