Book Title: Jain_Satyaprakash 1943 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૪૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૮ એમ ત્રણ વણે છે. સત્વ, રજ અને તમસ એમ ત્રણ ગુણ છે. ઉત્તમ, મધ્યમ અને અધમ એમ ત્રણ પ્રકારે પુરુષ છે. મંગલાર્થક, અનન્તરાર્થક અને પ્રશ્નાર્થક એમ ત્રણે અર્થો છે, અથવા હવે બીજા ત્રણ ત્રણ પદાર્થો બતાવાય છે. પ્રાતઃસ-ધ્યા, મધ્યાહન સંધ્યા અને સાયંસંધ્યા એમ ત્રણ સધ્યા કાળ છે. અથવા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણ કાળ છે. સવાર, બપોર અને સાંજ એમ ત્રણ વખત કરવામાં આવતી સધ્યાવન્દન ક્રિયારૂપ સધ્યા ત્રણ છે. એક વચન, દ્વિવચન અને બહુવચન એમ ત્રણ વચન છે. ધર્મ, અર્થ અને કામ એ અથવા શબ્દાર્થ, વાક્યર્થ અને તાત્પર્યર્થ એમ ત્રણ અર્થ છે. આ સિવાય પણ વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ એમ ત્રણ આત્મા છે. પ્રતિભાસિક, સ્થાનિક અને કપિત એમ ત્રણ તૈજસ આત્મા છે. જહલક્ષણ, અજહલ્લક્ષણ અને જહદજહલક્ષણ એમ ત્રણ લક્ષણ છે. શક્તિ, લક્ષણ ને વ્યંજના એમ ત્રણ વૃત્તિ છે. વ્યાવહારિક, પ્રાતિભાસિક અને પારમાર્થિક એમ ત્રણ સત છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એમ ત્રણ દુખ છે. આરંભવાદ, પરિણામવાદ અને વિવર્તવાદ એમ ત્રણ વાદ છે. જ્ઞાતા, 3ય અને જ્ઞાન, ધાતા, એય ને ધ્યાન, સ્વામી, સેવક અને સેવા એમ ત્રિપુટીઓ છે. શ્રવણ મનન અને નિદિધ્યાસન એમ ત્રણ આત્મજ્ઞાનનાં કારણ છે. જ્ઞાન, ઉપતિ અને વૈરાગ્ય એ ત્રણ મુક્તિના હેતુ છે. રેચક, કુંભક અને પૂરક એમ ત્રણ પ્રાણુયમ છે. સહજ, કર્મજ અને બ્રાંતિજ એમ ત્રણ એકતા છે. પુરૈષણ, વિāષણ અને લેકૈધણા એમ ત્રણ એષણ છે. લૌકિક, કાર્મિક અને ધાર્મિક એમ ત્રણ વ્યવહાર છે. વાસના, વિષય અને બ્રહ્મ એમ ત્રણ આનંદ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણ આત્માના અદ્વિતીય રત્ન સમાન પ્રધાન ગુણે છે. (આ ઉપર ગણવેલ ત્રણ ત્રણ વસ્તુઓમાં ઘણીખરી વેદાતી વગેરે અન્ય દર્શનીઓને અભિમત છે. જૈનદર્શનની તે સર્વમાં સમ્મતિ છે એમ ન સમજવું.) આ પ્રમાણે જગતની કોઈ પણ ચીજ લ્યો તે તેના ત્રણ પ્રકાર જ થાય છે. માટે જીવ, અજીવ અને જીવ એ પણ ત્રણ રાશિ છે પણ બે રાશિ નથી. એ પ્રમાણે શ્રી હગુપ્ત ત્રણ ત્રણ રાશિવાળા પદાર્થોની ગણત્રી કરાવી છવ વગેરે ત્રણ રાશિ છે એમ સ્થાપન કર્યું. મુનિજી ! તમે આમ લાંબું વિવેચન કી ત્રણ ત્રણ રાશિની ગણત્રી કરાવી છવા વગેરે ત્રણ રાશિ સાબીત કરો છો તે બરાબર નથી. જીવ વગેરે ત્રણ રાશિમાં કોઈ પ્રમાણ બતાવો.” પરિવ્રાજકે પ્રમાણુની આવશ્યક્તા બતાવી. “જીવ, અજીવ અને જીવ એમ ત્રણ રાશિ છે. જગતમાં ત્રણ રાશિ સિવાય બીજી કઈ રાશિ ન હોવાથી, આધિ, મધ્ય ને અન્તની જેમ અથવા નર, નારી ને નપુંસકની માફક. આ પ્રમાણે અનુમાન નામના પ્રમાણથી ત્રણ રાશિની જ સિદ્ધિ થાય છે. શ્રી રેહગુ તે પ્રમાણુ બતાવ્યું. મુનિજી! તમે ત્રણ રાશિને સ્થિર કરતું અનુમાન કરે છે ને હું દ્વિરાશિને સ્થાપન કરતું અનુમાન કરું છું એટલે તે બન્ને અનુમાને પરસ્પર અથડાઈને બળ વગરનાં થયાં છતાં સુન્દ પસુન્દ ન્યાયથી એક પણ રાશિ સિદ્ધ થશે નહિ. એટલે અનુમાનને છોડી ૫. સુન્દ અને ઉપસુન્દ નામના બે ભાઇઓ હતા. તેમને એવું વરદાન હતુ કે પિતા સિવાય બીજે કઈ તેમને મારી શકે નહિ, એક વખત એક સ્ત્રીના પ્રેમમાં ફસાઈને પરસ્પર બને લડી મરે છે. એટલે જેમ સુન્દ ને ઉપસુન્દ પરસ્પર મરાયા તેમ આપણાં અનુમાન પણ પરસ્પર લડી વ્યર્થ જશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38