Book Title: Jain_Satyaprakash 1943 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ કેટલી અસર છે વગેરે કાંઈ પણ ખબર નથી. તું ભણેલ છો, પણ હજુ તને અનુભવ નથી. તેં ધાર્યું હશે કે આ કેઈ સામાન્ય જ્ઞાનવાળો હશે, એટલે આપણે તેને વાદમાં છતી લઈશું. તને તારા જ્ઞાન અને બુદ્ધિબળ ઉપર સપૂર્ણ વિશ્વાસ છે એટલે તે વાદને નિર્ણય કર્યો. જોકે તે પરિત્રાજક વિશિષ્ટ જ્ઞાનવાળા નથી, પણ ચાલાક માણસ છે. તે કોઈ પિતાના સ્વતંત્ર સિદ્ધાંત ફેલાવવા માટે કે પોતાને મત પ્રસારવા માટે વાદ કરતે નથી. એ તે ફક્ત અભિમાનથી અને મારે કોઈ પ્રતિવાદી નથી એવી લેકેષણું ખાતર જ્યાં ત્યાં વાદનું કહેતા ફરે છે. સારા માણસો તેના બોલવા ઉપર ધ્યાન પણ આપતા નથી. વાદમાં તે સામે વાદી જે યુક્તિઓ ને જે સિદ્ધાંતોથી પરાજય પામે તે સિદ્ધાંત પિતે ગ્રહણ કરી લે છે. તેમ છતાં તેમાં ન ફાવે તે કેટલીક મેલી ને દુષ્ટ વિદ્યા તેણે સાધી રાખી છે તેને ઉપયોગ કરે છે. છતાં, હવે “વિષવૃક્ષોfજ સંવર્થ, જુમલાત” “ તું યુતિન: રિપાન્તિ “ઝેરનું ઝાડ વાવીને પિતાને હાથે જ ઉખેડી નાખવું એ ઠીક નથી. ડાહ્યા પુરુષ અંગીકાર–સ્વીકાર કરેલાને સારી રીતે પાળે છે. એટલે તું જે કરી આવ્યો છે તેને નિર્વાહ કરવો એ જ ઉચિત છે, હવે છોડી દેવું યુક્ત નથી. છોડી દેવાથી તારી ને જૈનશાસનની અશોભા થાય.” ' “ગુરુજી, સિદ્ધાંતની વાત તો ઠીક, પણ તેને વિદ્યાઓ કઈ કઈ આવડતી હશે? એ શું ખબર પડે અને એ વિદ્યાઓ સામે શું કરવું?” તેની ચિન્તા તું ન કર. તેને સાત વિદ્યાઓ આવડે છે તે પ્રસિદ્ધ છે. તે વિદ્યાઓને નાશ કરનારી પાઠસિદ્ધ વિદ્યાઓ પણ આપણી પાસે છે. વળી બીજી ક્ષુદ્ર વિદ્યાઓ જે તેને આવડતી હશે તે તે સર્વ વિદ્યાઓને બલહીન અને ધી કરી નાખે એવી એક મહાવિદ્યા આપણી પાસે છે. માટે હવે તે જે હાથમાં લીધું છે તે બરાબર પાર કરજે. બોલવામાં જરા પણ ગભરાતો નહીં.” જી, આપનું કહેવું યથાર્થ છે. આપના પસાયથી અને પુણ્યપ્રભાવથી ફતેહ થશે. જરા પણ આંચ આવશે નહીં.” અન્તરંજિકા નગરીના બહારના ભાગમાં ભૂતગૃહ નામનું એક બંતરનું સ્થાય છે. તેમાં શ્રીગુપ્ત નામે આચાર્ય મહારાજ વિરાજમાન છે. તે નગરીથી થોડે દૂર એક ગામમાં તેઓશ્રીના શિષ્ય શ્રીહગુપ્ત નામના મુનિ રહ્યા હતા, તેમને વન્દન માટે ગુરુ મહારાજશ્રી પાસે વિહાર કરીને આવતા વિલમ્બ થયો, એટલે ગુરુમહારાજશ્રીએ કારણ પૂછયું. ને ગુરુશિષ્ય વચ્ચે ઉપરની મતલબનો વાર્તાલાપ થયે. [ ૨ ] - રાજસભામાં આજે બેસવાની પણ જગા નથી. ઘણા સમયથી દેલ પીટાવતા પરદેશી પરિવ્રાજક–વાદી સાથે એક જૈન મુનિ વાદ કરવાના છે, એ સમાચાર પ્રસરતાં શું થાય છે તે જેવા દૂર દૂરથી પણ જનતા આવતી હતી. પ્રધાન પ્રધાન વિદ્વાને પણ ઉચિત સ્થાનકે બેઠા હતા. નક્કી કરેલ સમયે વાદ શરૂ કરવા માટે સૂચન કરાયું, એટલે શ્રીહગુપ્ત પરિવ્રાજકને કહ્યું કે “પૂર્વપક્ષ કરો.” જગતમાં નિત્ય-અનિત્ય, ભાવ-અભાવ, સુખ-દુઃખ, જ્ઞાન–અજ્ઞાન, સ્વામી-સેવક, પતિ-પત્ની, નાથ-અનાથ, માયા-બ્રહ્મ, લોક-અલેક, આતપ-છાયા, પ્રકાર-અલ્પકાર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38