Book Title: Jain_Satyaprakash 1943 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિહનવાદ
[૨૩]
દેવ-દાનવ, ક્રોધ–ક્ષમા, માન-માર્દવ, માયા-આર્જવ, લેભ--સતિષ, પાણી–પત્થર, કાષ્ઠ અગ્નિ વગેરે બબે રાશિની માફક જીવ અને અજીવ એમ બે જ રાશિ છે.” એ પ્રમાણે પરિવ્રાજકે પૂર્વ પક્ષ કર્યો.
પરિવ્રાજકજી! તમે આ જે રીતે બે રાશિનું સ્થાપન કરો છો તે જ પદ્ધતિએ વાદ કરવા માંગે છે કે ન્યાયની રીતિએ પક્ષ, સાધ્ય, હેતુ વગેરેથી વાદ કરવા ઈચ્છે છે? જે એ રીતિએ ઈચ્છતા હો તે તે પ્રમાણે પક્ષ વગેરેથી પૂર્વપક્ષ કરે. રેહશુતે પરિવ્રાજકને પદ્ધતિસર પૂર્વપક્ષ કરવા સૂચવ્યું.
તમે ન્યાયની રીતિથી વાદ કરવા કહેતા હૈ તો જુઓ–છવ અને અછવ, એમ બે જ રાશિ છે, જગતમાં સર્વ વસ્તુઓમાં બે રાશિ જ જણાતી હેવાથી, શુભ અને અશુભ આદિની માફક” એ પ્રમાણે પક્ષ સાધ્ય હેતુ–દષ્ટાન્ત બતાવી પરિવ્રાજક પૂર્વપક્ષ કર્યો.
“જગતમાં દરેક વસ્તુઓ બે રાશિવાળી છે, એ સમ્બન્ધી કેટલાંએક ઉદાહરણ બતાવી તમે જીવ અને અજીવ એમ બે જ રાશિ સિદ્ધ કરે છે તે યથાર્થ નથી. પરંતુ જીવ, અજીવ અને નવ એમ ત્રણ છે. જગતમાં દરેક વસ્તુઓની ત્રણ રાશિ ઉપલબ્ધ થતી હેવાથી, સાંભળો–
લેવાનો રિવાજ મુક, રિગ રિયાહોય પિયત દિyબાબળ, ત્રિત થure: I
ગુoથે પુછશો કમળો, શાપિસ્ટાઈ,
સાન જિઈ જમાડ-વ્યથા: સમૃત: શા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર એમ ત્રણ દે છે. આહવનીય, ગાર્પત્ય તથા પસ્થીય એમ યાની ત્રણ અગ્નિ છે. મંત્રશક્તિ, ઉત્સાહશક્તિ અને પ્રભાવશક્તિ અથવા જનનશક્તિ, રક્ષણશક્તિ અને વિનાશશક્તિ એમ ત્રણ શક્તિઓ છે. હસ્ય, દીર્ધ અને કુતર અથવા ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એમ ત્રણ સ્વરે છે. સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ ત્રણ લેક છે. ઉપજોઈવા, ધુવેઈ વા, વિગમેઈ વા (ઉત્પાદ, વ્યય ને ધ્રવ્ય)એ ત્રણ પદે છે. ત્રિવેણુની માફક ત્રણ પિખરાવાળું ત્રિપુષ્કર તીર્થ છે. શુદ્ધ બ્રહ્મ, માયાવચ્છિન્ન બ્રહ્મ અને અન્તકરણાવચ્છિન્ન બ્રહ્મ એ પ્રમાણે, અથવા તો બ્રહ્મ એક જ છે છતાં સમષ્ટિના કારણભૂત શરીરમાં રહેલા બહ્મ વિરાટ કહેવાય છે, સ્થૂલને ઉત્પન્ન કરવાના કારણભૂત શરીરમાં રહેલ બ્રહ્મ હિરણ્યગર્ભ કહેવાય છે, અને સૂર્ણ ઉત્પન્ન કરવામાં કારણભૂત શરીરમાં રહેલ બ્રહ્મ ઈશ્વર કહેવાય છે, એમ ત્રણ બ્રહ્મ છે. લાલ, પીળો ને વાદળી એમ અથવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય
૧ પસ્થીને સ્થાને દક્ષિણાગ્નિ પણ ગ્રહણ કરાય છે, જે માટે કાળજલ્લા –વનઓ રોજઃ એ પ્રમાણે અમરકેષમાં કહેલ છે. વળી યજ્ઞમાં મંત્રથી સંસ્કારિત કરેલ અગ્નિ ત્રણ પ્રકારને આવે છે, જેનાં નામ સમૂહય, પરિચાચ ને ઉપચાય છે. એ પણ લઈ શકાય.
૨. એક માત્રા જેમાં હોય તે હસ્વસ્વર, બે માત્રાવાળે દીર્ધસ્વર અને ત્રણ માત્રાવાળો લુત સ્વર કહેવાય.
3 ઉચેથી બેલાય તે ઉદાત્ત, નીચેથી બેલાય તે અનુદાત્ત અને મધ્યમ રીતે બોલાય તે સ્વરિત સ્વર કહેવાય છે.
૪. શદ્વ-ઋદ્ર હોવાને કારણે અથવા દિજાતિમાં એટલે જનાદ રાખવામાં તેને અધિકાર નહિ ગયેલ હોવાથી તેની ગણતરી કરેલ નથી.
For Private And Personal Use Only