Book Title: Jain_Satyaprakash 1942 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] શ્રી સિદ્ધચકની સાત્વિકી આરાધના [ ૭. રહેવાનું હોય છે. તેથી તેમને દેહ શ્યામ હોય છે. ઈત્યાદિ કારણે સાધુઓને શ્યામ વર્ણ છે, અને તે ગુણો કેળવવા માટે સાધુપદ શ્યામ વર્ણ આરાધાય છે સાધુના ૨૭ ગુણ છે, માટે તે પદ ૨૭ વસ્તુઓથી આરાધાય છે. ૬. દશનપદ– દર્શન શુદ્ધ શ્રદ્ધાન રૂપ છે. એકનિકા કેળવવાને ઉદ્દેશ દર્શન પદની આરાધનામાં છે. “જે તિથિનારીશ્વરનાથ, તાનિયાવલિ કરતો થેઇન” | “એક જ સ્વામીને આશ્રયીને જે રહે છે, તેને યથેચ્છ વિચરવામાં કોઈ બાધા કરી શકતું નથી. ' એકનિષ્ઠ અટકાયત વગર સર્વત્ર વિહરી શકે છે. દર્શન– શ્રદ્ધા સર્વ ઉન્નતિનું બીજ છે. બીજ વેત હોવાને કારણે દર્શનપદ વેત છે, ને શ્વેત વણે આરાધાય છે. દર્શનના ૬૭ ભેદ છે, તેથી ૬૭ વસ્તુઓથી તે આરાધાય છે. ૭. જ્ઞાનપદ–જ્ઞાન પ્રકાશરૂપ છે. પ્રકાશ સ્વરૂપ થવાની ભાવના જ્ઞાનપદની આરાધના કેળવે છે. બીજના વિકાસ માટે પ્રકાશ–હવા-જલ વગેરેની જરૂર હોય છે. તે સર્વ શ્વેત છે, માટે જ્ઞાનપદ ભવેત વર્ષે આરાધાય છે. જ્ઞાનના ભેદ ૫૧ છે તેથી ૫૧ ચી જેથી તે આરાધાય છે. ૮. ચારિત્રપદ–ચારિત્ર નિયમિત જીવન અને સદાચાર શિખવે છે. બી, સંરક્ષણ માટે વાડની જરૂર છે, તેમ દર્શનના રક્ષણ માટે ઈંટ ચૂનાની મજબૂત વાડને કામ ચારિત્ર કરે છે. માટે ચારિત્ર શ્વેત વણે આરાધાય છે. તેના ૭૦ ભેદ છે તેથી ૭૦ ચી જેથી તે આરાધાય છે. ૯ તપપદ–તપ દુષ્ટ તત્તનો નાશ કરે છે અને વૃત્તિ ઉપર કાબૂ મેળવવાની કેળવણી આપે છે. ધાન્ય સારું ઉત્પન્ન કરવાને માટે અગ્નિ આદિથી ક્ષેત્રમાં ખરાબ તર નાશ કરાય છે. તેમ આત્મામાં બીજનો વિકાસ કરવાને તપઅમિ દુષ્ટ તો બાળી નાખી આત્માને શુદ્ધ બનાવે છે માટે તે વેત વર્ષે આરાધાય છે. તપના પ૦ ભેદ છે તેથી ૫૦ વસ્તુઓથી તેની આરાધના કરવામાં આવે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ એ છેલ્લા ચારે ગુણો છે. તે સ્વયં ઉજજવળ છે ને આત્માને ઉજજવળ બનાવે છે માટે તેમની આરાધના ઉજજવળ વણે કરાય છે. આત્મારૂપી ક્ષેત્રને પરૂપ અગ્નિથી શુદ્ધ કરી, ચારિત્રરૂપ વાડથી રક્ષિત કરી, જ્ઞાનરૂપ પ્રકાશમાં દર્શનરૂપ બીજ વાવ્યું છે. તેમાં સાધુધર્મરૂપ શ્યામ મેઘ વર્ષે, ઉપાધ્યાયસ્વરૂપ લીલા અંકુ પ્રકો, આચાર્યરૂપ પીળાં પુષ્પો આવે, અરિહન્તરૂપ સફેદ-પ્રાથમિક ફળ આવે, ને પરિપકવ-લાલ-સિદ્ધ સ્વરૂપ અન્તિમ ફળ પ્રાપ્ત થાય-આ કલ્પના પણ તે તે પદના તે તે વર્ણને સમજાવે છે. અથવા સાધુધર્મ રૂપી કૃષ્ણ ભૂમિમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તારૂપી શ્વેત બીજ વાવ્યાં છે ને તેને સદ્દભાવનારૂપી જલથી સિંચી અંકર, પુષ્પ, પ્રથમ ફળને પરિપક્વ ફળવાળું કરાય છે તે પણ વર્ણની રચનાને બતાવે છે. આમ નવપદની આરાધનાના વણેમાં અનેક સારા સારા ભાવે સમાયા છે, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44