Book Title: Jain_Satyaprakash 1942 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ] ચિતોડના કિલ્લામાંના જેન અવશે [૩૩] નીચે પ્રમાણે છે. [4]– ૨૦૨૦ (૭) શ્રી મદ્ભfસંતાનો” ચાર લીંકીને લેખ છે, પણ બરાબર વંચાતો નથી. [૬]-સં. શરૂદ 9 જs . . . . આગળ નથી વંચાતું. આ સત્યાવીશ દેવરીનું મંદિર વિશાલ છે. જમીનમાં હજી બીજી દેરીઓનાં ચિહ્યા દેખાય છે. મંદિરમાં ઝાડ ઊગવાથી આખા મંદિરને નાશ થયો છે. જીર્ણોદ્ધારનું કાર્ય સારી રીતે ચાલે છે. અહીંથી અમે સુપ્રસિદ્ધ કૃષ્ણભક્ત મીરાંબાઈનાં મંદિરમાં ગયા. આ મંદિરને જીર્ણોદ્ધાર સદ્દગત મહારાણુ શ્રી. ફત્તેહસિંહજીએ કરાવ્યો છે. આ મંદિર બહુ જ ભવ્ય અને વિશાલ છે. ડબલ આમલસારાની સુંદર ગોઠવણી છે. શિખર ઉપરના ભાગમાં એક મંગલચૈત્ય છે તેમાં ડાબી અને જમણી બન્ને બાજુ એક x x x દેવ છે. તેના ઉપર છાજલીમાં સુંદર જિનમૂર્તિ છે અને તેના ઉપર તોરણમાં બીજી નાની જિનમૂર્તિ છે. આ નાની નાની જિનમૂતિઓ મનોહર અને લંગોટથી વિભૂષિત છે. આ જ મીરાંબાઈના મંદિરના ચોકમાં જમણી બાજુના મંદિરની પાછળની દિવાલમાં પાષાણુની પંચતીર્થીની મૂર્તિ છે. સુંદર કારીગરીવાળી આ મૂતિ વેતાંબરી છે અને પરમ દર્શનીય છે. અહીંથી અમે આગળ વધી મોકલરણાના મંદિરમાં જેનું બીજું નામ સમિધેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં ગયા. આ મંદિરની રચના માટે આ પ્રમાણે જુદા જુદા મતે પ્રવર્તે છે. (૧) કોઈ કહે છે કે મહારાણુ કુંભાએ પોતાના પિતા (મહારાણા મોકલજી) ના સ્મરણાર્થે બ્રહ્માનું મંદિર બનાવ્યું છે. (૨) કોઈ એમ કહે છે. કે મહારાણું લાખાજીએ આ મંદિર બનાવ્યું, અને અંકેશ્વર (બ્રહ્મા)જીના નામ પર ભેટ કરેલું છે. (૩) જ્યારે કોઈ કહે છે કે આ મંદિર સમિધેશ્વર મહાદેવનું મંદિર છે, અને મહારાણ માલદેવે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. (૪) રાયબહાદુર પંડિત ગૌરીશંકર ઓઝા લખે છે કે આ મંદિર સમિધેશ્વર મહાદેવનું છે અને ૧૪૮૫માં મહારાણું મોકલદેવે આને જીર્ણોદ્ધાર કરાવ્યો છે. આ મંદિરમાં બે મોટા શિલાલેખ છે એક લેખ વિ. સં. ૧૨૦ને છે. યવપિ સમયાભાવે અમે લેખ નથી લઈ શક્યા, પરંતુ લેખનો સાર એક ભાઈએ જણાવ્યો છે તેમ વિ. સં. ૧૨૦૭માં (ઈ. સ. ૧૧૫૦)માં પરમપ્રતાપી ગુર્જરેશ્વર મહારાજા કુમારપાલ અજમેરના ચૌહાણ રાજા આનારાજને પરાસ્ત કરી ચિત્તોડ જોવા આવ્યા હતા તે સમયે તેમણે આ મંદિર બનાવરાવ્યું છે. બીજા લેખ પ્રમાણે માલવાના સુપ્રસિદ્ધ વિદ્યાનુરાગી રાજા ભેજે આ મંદિર બનાવ્યું છે અને વિ. સં. ૧૪૮૫માં મહારાણું મોકલદેવે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44