Book Title: Jain_Satyaprakash 1942 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
પ્રેર્યો નવું જોમ મેળવી ફરી યાત્રા કરે તેમ અમે પણ એક વર્ષના ખર્ચ પૂરતી પણ આર્થિક સગવડના અભાવમાં જ નવા વર્ષની શરૂઆત કરીએ છીએ, અને મુશ્કેલીભરી સ્થિતિમાં વર્ષ પૂરું કરીને શ્રીસંઘની મમતાના બળે નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. આ માટે અમારે અકળાવાની જરૂર નથી; જે શ્રી સંઘે આટલી મમતા પૂર્વક “શ્રી જૈન સત્ય પ્રકાશ ને અપનાવ્યું છે તે અવસરે એની જરૂર સંભાળ રાખશે એટલો અમને વિશ્વાસ છે.
અત્યારે ખરી મુશ્કેલી કાગળના ભાવની છે. મૂળ ભાવ કરતાં અત્યારે ચારથી પાંચ ગણું ભાવ વધી ગયા છે. અને છતાંય શ્રી જૈન સત્ય પ્રકાશ પહેલાંના લવાજમ (માત્ર બે રૂપિયા)માં જ અને પહેલાંના જેટલાં જ પૃથ્થામાં પ્રગટ કરવામાં આવે છે. આ દષ્ટિએ ગ્રાહકોને વધુ ગ્રાહકે બનાવી આપવાની અને સહાયકોને વધુ સહાય આપવાની અમારી વિનંતી સમયસરની અને વ્યાજબી છે, એમ અમને લાગે છે. આશા છે આ તસ્ક સો અવશ્ય ધ્યાન આપશે.
માસિકને સમૃદ્ધ બનાવવા સંબંધી અમારી ઈચ્છા ઘણું ઊંચી છે. આ સાત વર્ષના અનુભવે અમે જોયું છે કે આપણે ત્યાં સારા સારા લેખો લખીને જનતાની અને વિદ્વાની પણ જિજ્ઞાસાવૃત્તિને પિષી શકે એવા વિદ્વાનોની ખામી નથી. જરૂર છે માત્ર તેઓની પાસે પહોંચવાની અને તેઓને વારંવાર વિનંતી કરીને તેમની લેખિનીને લેખ લખવામાં પ્રવાહિત કરવાની ! શ્રી સંઘમાં સિા કેઈની પાસે લેખે આપવાની વિનમ્ર માગણી કરવાનું અને સે કઈ જરા પણ સંકોચ વગર લેખ મોકલવા પ્રેરાય એવું અહોભાગ્ય આ સમિતિને સાંપડયું છે, અને એના બળે અમે અમારાથી બનતા પ્રયત્ન કરીને સૌની પાસેથી લેખો મેળવીએ છીએ. પણ માસિકનું ૪૦ પૃષ્ઠ જેટલું અતિ મર્યાદિત કદ અમારા આ પ્રયત્નને પણ મર્યાદિત બનાવી દે છે. આ માટે તો દર મહિને ૧૦૦–૧૨૫ પૃષ્ઠનું દળદાર અને સચિત્ર માસિક પ્રગટ કરવા જેવી સ્થિતિ પ્રાપ્ત થાય તો જ સંતેષ થઈ શકે.
આશા રાખીએ કે શાસનદેવની કૃપાથી અને ચતુર્વિધ શ્રી સંઘના સહકારથી આવો અવસર જલદી સાંપડે, અને “શ્રી જૈન સત્ય પ્રકાશ” વધુ સેવા કરવા શક્તિમાન અને !
For Private And Personal Use Only