Book Title: Jain_Satyaprakash 1942 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠમું વર્ષ
[તંત્રીસ્થાનેથી ]
“શ્રી જૈન સત્ય પ્રકાશ” ધીમે ધીમે પોતાની મજલમાં આગળ વધતું જાય છે.
વિ. સં. ૧૯૦ માં શ્રી રાજનગરના આંગણે અખિલ ભારતવર્ષીય જેન વેતાંબર મૂર્તિપૂજક મુનિસમેલન મળ્યું, તે વેળા મુનિસમેલને એક ઠરાવ કરી (ઠરાવ ૧૦ મો) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની સ્થાપના કરી. સમિતિએ પોતાના કાર્યને માટે વિ. સ. ૧૯૧ માં “શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિકની શરૂઆત કરી. એ માસિકનાં સાત વર્ષ પૂરાં થઈ આ અંકે આઠમું વર્ષ શરૂ થાય છે.
ગત સાત વર્ષ દરમ્યાન પોતાની કામગીરી બજાવતાં બજાવતાં “શ્રી જૈન સત્ય પ્રકાશે” સમસ્ત શ્રીસંઘનાં જે મમતા અને સહકાર પ્રાપ્ત કર્યો છે તે માટે અમે અતિ હર્ષ અનુભવીએ છીએ. અને એ માટે અમે, અમને વગર સંકોચે લેખો મોકલનાર પરમ પૂજ્ય મુનિવર્યો તથા અન્ય વિદ્વાનો અને ઉદાર દિલે આર્થિક સહાયતા કરનાર સંગ્રહસ્થને આભાર માનીએ છીએ.
ગયા વર્ષની મુખ્ય ઘટના તે “શ્રી જૈન સત્ય પ્રકાશ ને ત્રીજો વિશેષાંક દીપોત્સવી અંક છે. આ અંક પ્રથમના બે વિશેષાંક કરતાં વિશેષ સમૃદ્ધ હાઈ સૌએ એની મુક્તકઠે પ્રશંસા કરી છે. અમારી તો ઈચ્છા છે કે દર વર્ષે આ એક વિશેષાંક પ્રગટ કરી શકીએ; પણ અમારી સ્થિતિ જોતાં, દીપોત્સવી અંક માટે અમને જેમ શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈ તરફથી શ્રીમતી શેઠાણું માણેક બેન દ્વારા સારી જેવી મદદ મળી હતી, તેવી મદદ મળે તો જ આવા વિશેષાંકો પ્રગટ કરી શકીએ એમ છે. આ માટે અવસરે યોગ્ય મદદ કરવા અમે સૌને વિનવીએ છીએ.
અમારી આર્થિક સ્થિતિ તો, પ્રબળ ભાવનાથી ભરેલા પણ કમજોર શરીરવાળા યાત્રી જેવી છે. આ યાત્રી જેમ રોજ ગિરિરાજની યાત્રાએ જાય, સાંજે થાકી જાય અને નવી સવારે ભાવનાને
For Private And Personal Use Only