Book Title: Jain_Satyaprakash 1942 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્તોડના કિલ્લામાંના જૈન અવશેષો
લેખક–પૂજ્ય મુનિમહારાજ શ્રી. ન્યાયવિજયજી
આમ
ત્રણ
મ તો મેવાડ એક રીતે જૈન ભૂમિ છે. આજે પણ મેવાડમાં લગભગ હજાર જૈન મંદિર છે. કાઇ ગામ એવું ભાગ્યે જ હશે કે જ્યાં પાંચ દશ એસવાલ જૈતાનાં ઘર હોય અને ત્યાં જિનમદિર ન હોય. આચાય શ્રી. હરિભદ્રસૂરિજી મહારાજના સમયે ચિત્તોડમાં મહાન જૈન આચાર્ય, વિદ્વાન મુનિ પુગવા અને વિદ્વાન જૈન શ્રમણીએ વિચરી જિનવાણીની ઉદ્ઘોષણા કરી રહ્યા હતા. ત્યારપછી પણ અનેક સુવિહિત આચાયોએ આ ભૂમિને પોતાનાં ચરણકમલાથી પુનીત બનાવી છે.
સુપ્રસિદ્ધ ષટ્ કલ્યાણક પ્રણેતા શ્રી જિનવલ્લભસૂરિજી અહીં પધાર્યા ત્યારે ચિત્તોડમાં જૈનધર્મ'ની પૂરેપૂરી જાહેાજલાલી હતી. ભગવાન શ્રી મહાવીરદેવનું છઠ્ઠું કલ્યાણુક મનાવવાની તેમની મનેાભાવનાએ અહીં જ મૂર્તીરૂપ લીધેલુ' અને તેને ઉત્સવ મનાવવા જિનમંદિરમાં જતાં તેમને ના પાડવામાં આવી ત્યારે તેમણે અહી વિધિમંદિરની સ્થાપના કરાવી હતી. આ આચાય સંબંધી વિશેષ માટે એ ખાખુ પૂરણચંદ્રજી નાહાર સંપાદિત “ખરતરગચ્છ પટ્ટાવલી સગ્રહ”. આ સિવાય અનેક જૈનાચાર્યાં અહી પધાર્યા છે.
પરંતુ સમસ્ત મેવાડમાં જૈનધમ તે વિસ્તૃત રૂપ આપવાનું માન મહાતપસ્વી શ્રી જગચંદ્રસૂરિજીને ધટે છે. મેવાડાધિપતિ–રાણાએ તેમને મહાતપાહીરલાનું માનવંતુ બિરુદ આપી તેમના ઉપદેશથી અહિંસાનું અમૃતપાન કર્યુ હતું. ત્યારપછી તે। જ્યાં જ્યાં મેવાડ રાજ્યને કિલ્લાના પાયા પડે ત્યાં ત્યાં જૈનમંદિર બનતાં આવ્યાં છે. તેમના શિષ્ય દેવેદ્રસૂરિજીને પણ આ રાણાએ બહુ જ આદરમાન આપતા હતા. ત્યારપછી સામસુંદરસૂરિ આદિ અનેક આચાર્યાં પધાર્યાં તેમજ પંદર, સેાલ અને સત્તરમી સદીના તપગચ્છ ખરતરગચ્છના સાધુઓ અહીં વિચર્યાં છે અને પ્રજાને ધર્મામૃતનું પાન કરાવ્યુ છે.
અલ્લાઉદ્દીન ખીલજીના સમયથી મુસલમાનોની ચિત્તાડ ઉપર રાહુના જેવી ક્રૂર દૃષ્ટિ પડી અને ચિત્તોડનું પતન થયું. મેાગલાઇ જમાનામાં અકબર, જહાંગીર, શાહજહાં આદિના સમયે પણ ચિત્તોડ વિદેશીઓની દૃષ્ટિમાં જ રહ્યું છે. આ મુસલમાની સમયમાં અનેક જિનમ ંદિરો બન્યાં અને ધ્વસ્ત થયાં, નાની વસ્તી ધટી, સાધુએના વિહાર પણ એછા થયા. તિએ પણ ઓછા થતા ગયા. આના પરિણામે મેવાડમાં અને ખાસ કરીને ચિત્તોડમાં મંદિરના સંભાળનારા આછા થતા ગયા. ચિત્તોડમાંનાં જિનમદિરા મુસલમાની જમાનામાં ધ્વસ્ત થયાં. એ ધ્વસ્ત જિનમદિરામાં ઝાડ, અને શ્વાસ ઊગ્યાં અને પરિણામે મંદિશ વિનાશના મુખમાં જવાની તૈયારીમાં હતાં ત્યાં તીર્થોંહારક પુણ્યશાલી આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ અહીં પાધા અને તેમની દૃષ્ટિ અહીંના જિનમદિરા તરફ ગઈ. તેમણે ઉપદેશ આપી અહીંના ધ્વસ્ત જિનમંદિરના જીર્ણોદ્ધારની શરૂઆત કરાવી છે.
વિ. સ, ૧૯૯૭ માં અમારું શ્રી કેસરીયાજીની યાત્રાર્થે જવાનુ થતાં ચિત્તોડ જવાનું થયું અને થાડા સમયમાં જે જોયું તેને થાડા પરિચય અહીં આપું છું.
For Private And Personal Use Only