Book Title: Jain_Satyaprakash 1942 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સ્થાપત્ય અને જ્ઞાનભંડારેથી સમૃદ્ધ, રાજપુતાનાનું એક જૈન તીર્થ લેખક–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ; અમદાવાદ. શત્રુંજય ગિરનાર, આબુ, તારંગા વગેરે ગુજરાતનાં જૈન તીર્થો જેવી રીતે ગુજરાતી પ્રજાની જાણુમાં અત્યાર અગાઉ આવેલાં છે, તેવી રીતે રાજપુતાનાનાં જૈન તીર્થો લગભગ ગુજરાતની જૈન પ્રજામાં અજ્ઞાત છે તેમ કહીએ તો પણ ચાલી શકે. રાજપુતાનામાં પણ કેટલાંક સ્થાપત્યની દૃષ્ટિએ ઉચ્ચ કેટીનાં જૈન તીર્થો આવેલાં છે. તે બધાં તીર્થોને પરિચય નહિ આપતાં, માત્ર જેસલમેર તીર્થને જ પરિચય આ લેખમાં આપવાનું મેં યોગ્ય ધાયું છે. જેસલમેર જવાના રસ્તાઓ જૈસલમેર તીર્થને પરિચય આપતાં પહેલાં, જેસલમેર જવાના રસ્તાઓને પ્રથમ પરિચય આપ ઠીક થઈ પડશે. જેસલમેર જવા માટે મુખ્ય ત્રણ રસ્તાઓ છે (૧) બી. બી. એન્ડ સી. આઈ. હવેની મીટરગેજ લાઈનના બાડમેર સ્ટેશનથી મોટર રસ્તે છે; જે રસ્તે જેસલમેર જનાર મુસાફરને સુપરિચિત છે. બાડમેર સ્ટેશન મારવાડના લુણી જંકશનથી સિંધ-હૈદ્રાબાદ જતી બી. બી. એન્ડ સી. આઈ. રેવેની મીટરગેજ લાઈનનું સ્ટેશન છે. બાડમેરથી જેસલમેર જવા માટે મોટર હમેશાં નિયમિત મળે છે. બાડમેરથી જેસલમેરની કાચી ખાડા ટેકરાવાળી સડક છે અને જેસલમેર બાડમેરથી ૧૧૦ માઈલ દૂર આવેલું છે. આ મેટર, રસ્તામાં પણ, જુદાં જુદાં ગામોએ પેસેન્જરે તથા સામાન ઉતારવા ચઢાવવા ખેતી થાય છે અને એકંદરે રસ્તામાં ખાસ બીજો અકસ્માત ન થાય તે લગભગ બાર કલાકે બાડમેરથી જૈસલમેર પહોંચાડે છે. બાડમેરમાં પાંચ જેન દેરાસરો છે.. (૨), મારવાડ રાજ્યની જેધપુર સ્ટેટ રેલ્વેના પિકરણ સ્ટેશનેથી બીજે એક મોટર રસ્તો છે. પોકરણ સ્ટેશન જવા માટે હંમેશાં જોધપુર સ્ટેશનેથી રાતના ૧૦-૨૫ વાગે એક ટ્રેઈન ઉપડે છે; આ ટ્રેઇન સવારના લગભગ ૮-૩૦ વાગે પિકરણ પહોંચી જાય છે. સ્ટેશનની સામે જ જેસલમેર મોટર સર્વીસની ઑફિસ છે. અહિંયાં નિયમિત મોટર મળતી નથી, પરંતુ જે અગાઉથી જેસલમેર મોટર સવીસના મેનેજરને લિખિત ખબર આપવામાં આવે અને ઓછામાં ઓછા આઠ પેસેન્જર હોય તે મોટર તરત મળી શકે છે, બહુ બહુ તે એકાદ દિવસ મેટરની રાહ જોવી પડે છે. પોકરણમાં જેનોની વસ્તી બિલકુલ નથી એમ કહીએ તો પણ ચાલે, કારણ કે માત્ર એક જ જેનનું ઘર છે. તે પણ કોઈ વખત હાજર હોય અને ન પણ હેય. પિકરણમાં શિખરબંધી દેરાસરે ત્રણ છે. દેરાસરની નજીક જ ઉપાશ્રય છે અને તેને ઉપયોગ ધર્મશાળા તરત કરવામાં આવે છે. પિકરણથી જેસલમેર માત્ર ૭૦ માઈલ દૂર થાય છે ૫ણ પાકી તે ખાસ નથી જ, છતાં પણ બાડમેરની સાડની સરખામ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44