Book Title: Jain_Satyaprakash 1942 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] ક્ષલક મુનિની ભિક્ષા [ ૧૭ ] શ્રી. વર્ધમાન રામજી સાહિત્ય અને મુસાફરીના શોખીન છે. તેમ ધાર્મિક શ્રદ્ધા પણ તેમની રગેરગમાં ભરી છે. પોતાના ગામ કચ્છ નલીઆમાં જૈન દેરાસરની શતાદિ ઊજવવા માટે જ્યારે અઠાઈ ઓચ્છવ કરવામાં આવ્યો હતો ત્યારે તેઓએ અઠ્ઠાઈનાં દર્શન કરવા મુંબઈથી વિમાન દ્વારા મુસાફરી કરી કચ્છ જઈ શ્રીચંદ્રપ્રભુ મહારાજની પૂજા કરી હતી, પાછા વીમાનઠારા મુંબઈ આવ્યા હતા. એટલું જ નહીં પણ નવલખાનો જાપ પૂર્ણ કરવા ઉપરાંત વર્તમાને પણ નવપદની ઓળી ચલાવે છે. આ પુસ્તકાલયમાં હિંદી સાહિત્યના પ્રથે જઈશું તો કાશી નાગરી પ્રચારિણી સભાનાં પુસ્તક ઉપરાંત ઉત્તરાખંડના યોગી મહાત્માઓના “ખટસટનિરૂપણ' આદિ સચિત્ર ગ્રંથો છે, કે જે અલભ્ય યા દુર્લભ છે. આપણું ગુજરાતી સાહિત્યમાં આ પુસ્તકોનાં અવતરણ જ મળતાં નથી. ચીની મુસાફરે સૂગયુન અને ફાઈયાન, જે ચૌદસ વરસ પર મુસાફરી કરવા હિંદુસ્તાનમાં આવેલા તેમની મુસાફરીના તે સમયના વર્ણન આદિના ગ્રંથે, કે જેમાં ગુજરાતી અવતરણ મારા જોવામાં નથી આવ્યાં, એ અપૂર્વ હીંદી પ્રથાને સંગ્રહ અહીં છે. મરાઠી સાહિત્ય પ્રત્યે નજર નાખશું તે અમૂલ્ય અને અપૂર્વ ગ્રંથોનો સંગ્રહ નિહાળીશું. દક્ષિણ પ્રદેશના ઇતિહાસ ઉપરાંત દિવ્ય નગરોનાં વર્ણન કે ઈતિહાસના સચિત્ર ગ્રંથ, હેમકુટનાં વર્ણનો વગેરે ખાસ જોવા જેવો છે. અંગ્રેજી સાહિત્યમાં જઈશું તે ટાઈમ્સ ઓફ ઇન્ડીઆની વારલીના ફાઈલે તથા વ્યાપારી ડાયરીઓ, કેટલોગ, ગેઝીટીયર અને આરોલેજીકલ સર્વેના ગ્રંથો ખાસ જોવા જેવા છે. “અલ્સ રીલેકસન એન ઈન્ડીઅન ઓફીસર ”(Rambles Recolection an Indian Officer) સચિત્ર કે જે આજથી સો વરસ પર છપાયેલ છે; અને જેની નકલ આજે મળવી પણ દુર્લભ છે, તેનાં વોલ્યુમે પણ આ સંગ્રહાલયમાં છે. (ચાલુ) મુલકમુનિની ભિક્ષા લેખક–પૂજ્ય મુનિરાજ શ્રી સુશીલવિજ્યજી, છાણી. ગગનચુંબી દેવાલય, વૈભવશાળી રાજમહેલે, મનહર હવેલીઓ, વિશાળ રાજમાર્ગો. સુંદર ઉપવન, શાંત આશ્રમ, અને નિર્મળ જળાશયોથી સુશોભિત ગિરિપુષ્પનામે નગર હતું. નગરનાં પ્રજાજને ધન-ધાન્યાદિથી અતિ સમૃદ્ધ હતાં. અનેક ગોકુળથી સભર એ નગરમાં દુધ, દહીં, ઘીની કશી કમી ન હતી. એવામીઠાઈ અને ફળ-ફુલાદિ પણ ઢગલાબંધ વેચાતાં. ગિરિપુષ્પનાં બજારોમાં જાણે હજારો સોદાગરનો મેળો ભરાતો. સંતપુરુષો, મહાત્માઓ, મુનિઓના પુનીત પગલાં અવારનવાર નગરને પાવન કરતા. એક સમયે સિંહ નામના જૈનાચાર્ય પોતાના પરિવાર સહિત અહીં પધાર્યા. આચાર્ય મહારાજે થોડા દિવસની નગરમાં સ્થિરતા કરી. એક દિવસ પૌરસી થતીત થયા બાદ કેટલાક તરુણ સાધુઓ, સાથે બેસી પરસ્પર વાર્તાલાપ કરતા હતા. તે વખતે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44