Book Title: Jain_Satyaprakash 1942 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ભકતામર સ્તોત્ર
લેખકઃ-પૂજ્ય મુનિરાજ શ્રી દશનવિજયજી, વઢવાણુકેપ ચા હિત્યકારે સાહિત્ય સર્જનમાં ક્યારેક સંખ્યાને પણ પ્રધાનતા આપે છે અને c કોઈકવાર તે તે જ સંખ્યાના નામથી ગ્રંથને પણ જાહેર કરે છે. આ રીતે નીચેની સંખ્યાને સાહિત્યમાં વિશેષ આદર મળેલ છે.
ચોક, અષ્ટક, ષોડષક, વીશી, ચોવીશી, પચ્ચીશી, બત્રીશી, ચાલીશા, ચુમ્માલીશા પશદશક-પચ્ચાસા, સત્તરી, શતક, અષ્ટોત્તરી, બારસા, અને સહસ્ત્રી વગેરે.
જૈન સંસ્કૃત સાહિત્યમાં કલ્યાણમદિર તેત્ર અને ભકતામર સ્તોત્ર એ બન્ને ચુમ્માલીશ ચુમ્માલીશ લેકમાં ગુંથાએલ ઉચ્ચકોટિનાં સ્તોત્રો છે. આ બન્નેમાં વૃત્ત, બ્લેક સંખ્યા, વિષયદર્શન, વિશદતા અને રચનાશૈલીમાં ઘણું સામ્ય છે. જેન સમાજમાં આ સ્તોત્રોનું નિત્ય પઠન-પાઠન થાય છે.
શ્વેતામ્બર આચાર્ય શ્રી. સિદ્ધસેન દિવાકર કે જેઓ જૈન ન્યાયવાડ્મયના આદિ પ્રણેતા અને મનુfસે કવાઃ એ ઉક્તિ પ્રમાણે મહાન કવિ તરીકે પ્રસિદ્ધ છે, તેઓએ કલ્યાણુમંદિર સ્તોત્ર બનાવ્યું છે. અને તેને જ દીવાદાંડી બનાવી વેતામ્બર વનવાસી ગચ્છીય આચાર્ય શ્રી માનતુંગરિજીએ ભકતામર સ્તોત્રનું સંદર્ભન કરેલ છે.
હવે આપણે આ ભકતામર સ્તોત્ર માટે કંઈક વિચાર કરીએ.
એકવાર મયૂર પંડિતને તેની પુત્રીએ શ્રાપ આપી કાઢિયો બનાવ્યો, એટલે તે પંડિત સૂર્યની સ્તુતિ કરી અને તેથી પોતાના કોઢને વિનાશ કરી પુનજીવન મેળવ્યું. એ જ રીતે તેના જમાઈ બાણ પંડિતના હાથ પગ કાપી નાખી રાજા હર્ષદેવે તેને વ્યંગ બનાવ્યો હતો. એટલે તે પંડિતે પણ ચંડિકાદેવીની સ્તુતિ કરી તેના દ્વારા હાથ પગ મેળવ્યા અને દિવ્ય કાંતિ પ્રાપ્ત કરી. આથી રાજાએ તે બન્નેની તારીફ કરી, અને જગતમાં આ બને જેવો ત્રીજો કઈ પ્રભાવશાળી પુરુષ નથી એમ તે બોલવા લાગ્યા. આ જ વખતે બ્રહ્મક્ષત્રીય ધનદેવ શેઠના પુત્ર કે જેણે પ્રથમ દિગમ્બરીય દીક્ષા લીધી હતી અને પછી વિશેષ વિવેક પ્રાપ્ત થતાં શ્વેતામ્બર દીક્ષા લીધી હતી તે શ્વેતામ્બર આચાર્ય માનતુંગસૂરિ તે નગરમાં વિદ્યમાન હતા.
રાજા હર્ષદેવે તે આચાર્યને સત્કારપૂર્વક રાજસભામાં બોલાવી વિનતિ કરી કે“પૃથ્વી પર બ્રાહ્મણ મહાપ્રતાપી છે ! એકે સૂર્યને આરાધીને પોતાને રોગ કાઢયો અને બીજાએ ચંડિકાની સેવા વડે હાથ પગ મેળવ્યા. તે હે મુનિવર ! જે તમારામાં કોઈ અદ્દભુત શક્તિ હોય તે કૈક ચમત્કાર બતાવો.”આ સમયે આચાર્યો જાહેર કર્યું કે“અમારે અમારી શકિત રાજાને રીઝવવામાં નહીં, કિન્તુ ધર્મપ્રચારમાં જ વાપરવી જોઈએ”.
રાજાએ તે તરત જ રાજપુરુષ પાસે લેઢાની ૪૪ સાંકળો વતી આચાર્યશ્રીને બંધાવ્યા, અને અંધારિયા ઓરડામાં પૂરી તેના દરવાજે મજબુત લેખંડી તાળું માર્યું.
આ અવસરે આચાર્ય માનતુંગસૂરિ એકાગ્ર મન કરી “ભકતામર' શબ્દથી આરંભીને નવાં નવાં કાવ્યો વડે ભગવાન આદિનાથની સ્તુતિ કરવા લાગ્યા. તેઓ કાવ્ય
૧ આ. શ્રી. સમાભકરસૂરિ આ. શ્રી. માનતુંગસૂરિ અને આ. શ્રી દેવસૂરિ એમ ઘણા આચાર્યોએ પ્રથમ દિગમ્બર દીક્ષા અને પછી વેતામ્બર દીક્ષાને સ્વીકાર કરેલ છે,
For Private And Personal Use Only