Book Title: Jain_Satyaprakash 1942 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
ગાળો આપે, માર મારે, બધું કામ કરાવે છતાંય એને જ ઝંખ્યા કરે. અરે કમરાજા ! શું તારી બલિહારી છે ! જેમ સ્ત્રી નચાવે તેમ તે નાચ્યા કરે. એક વખતે તેણે પોતાની સ્ત્રીને કહ્યું : “અત્યારે મારે સ્નાન કરવું છે. તું પાણી લઈ આવ.” ત્યારે સ્ત્રીએ કહ્યું : “પહેલું આ કામ કરે. આ આંબળાંને પથરા ઉપર વાટો. પછી આ જૂનું પંચીયું પહેરી અંગે તેલનું મર્દન કરી છે. અને આ ઘડો લઈ તળાવે જાઓ ત્યાં સ્નાન કરી આ ઘડે ભરીને લાવજે. હું તો કંઈ પાણી આણી આપતી નથી.” બિચારો તેણીને આધીન પડેલ એટલે કરે શું? સ્નાન કરવાનું પડતું મૂકી પહેલાં આમળાં પથરા ઉપર વાટી સ્ત્રીને આપ્યાં. પછી અંગે તેલનું મર્દન કરી, હાથમાં ઘડો ગ્રહણ કરી ગયો તળાવે. ત્યાં જઈ નાન કરી પાણીથી ઘડો ભરી ઘેર આવી સ્ત્રીને આપો. આ રીતે હમેશાં તે કરવા લાગે, એટલે સૌએ હાસ્યમાં તેનું તીર્થસ્નાયી એવું નામ સ્થાપ્યું.
(૪) કિંકરનું દૃષ્ટાંત –એક ગામમાં એક પુરુષ પોતાની સ્ત્રીના સ્પર્શને ખૂબ જ લંપટ હતો જાણે મનુષ્ય અવતાર એને માટે જ ધારણ કર્યો હોય એમ દિવસ અને રાતને ઘણે વખત સ્ત્રીની સેવામાં જ પસાર થતો. એની આજ્ઞા જ એનો ધર્મ. હમેશાં પ્રાતઃકાળે ઊઠીને હાથ જોડીને કહેઃ “હે પ્રાણવલ્લભે! આજે શી આજ્ઞા છે આ “સેવકને ?” ત્યારે તે કહેતી : “જાઓ તળાવેથી પાણી ભરી આવો.” પાણુ ભરી આવી પાછો
છે: “હવે શી આજ્ઞા છે ?” ત્યારે તે કહે : આ ડાંગર સાફ કરી ખાંડીને મારી પાસે લા, પછી રસોઈ કરજે.' આ રીતે એક નોકરની જેમ “હવે શું કરું' “ર્વ વાર નિ' એમ પૂછી નવું નવું કામ કર્યું છે. આ રીતે સ્ત્રીની પાસે જઈ વારંવાર ‘કિં કરેમિ ? ‘કિં કરેમિ ? હું શું કરું ?) એમ બોલવાથી લેકોએ તેનું કિંકર નામ પાડયું.
(૫) ગૃધ્રરિખીનું દષ્ટાંત –એક ગામમાં એક પુરુષ પિતાની સ્ત્રીને એટલે બધા તાબેદાર બની ગયેલો કે શેઠ જેમ નોકરને હુકમ કરે તેમ એ સ્ત્રી પણ પોતાના ધણી ઉપર હુકમ ચલાવે. એ કહે કે અહીં જ બેસ! તો બિચારાની બિલકુલે ઈચ્છા ન હેય છતાં બેસી રહેવું પડે. એકદા તેણે પોતાની સ્ત્રી પાસે ભોજન માગ્યું. ત્યારે તેની સ્ત્રીએ કહ્યું: “થાળી, વાડકે અને લેટે લઈને મારી પાસે આવો ! આજ્ઞા થતાં જ ત્રણે વસ્તુ લઈ રસોડામાં પોતાની સ્ત્રી પાસે પહોંચે. સ્ત્રીએ જોજન પીરસીને કહ્યું: “ જાઓ અહીંથી બહાર બેસીને ખાઈ લ્યો, મારી પાસે નહીં. ” એમ સ્ત્રીનો હુકમ થતાં તે બહાર બેસી ખાવા માંડયો. ખાતાં ખાતાં ખૂટી પડયું એટલે ફેર પિતાની સ્ત્રી પાસે ભોજન માગ્યું ત્યારે સ્ત્રીએ કહ્યું: “ ઊઠીને થાળી લઈ અહીં આવો” થાળી લઈ રસોડામાં આવ્યો. એટલે સ્ત્રીએ પીરસ્યું. અને કહ્યું : “ જાઓ ત્યાં બેસીને ખાઈ લ્યો.” બહાર જઈ ખાઈ લીધું. પછી છાશ માગી એટલે સ્ત્રીએ કહ્યું: “અહીં આવી લઈ જાઓ.” એટલે વૃદ્ધ પંખીની રિખતો ઉડાને લીધે થાળી લઈને આવ્યો. અને છાશ લીધી. લેકાએ એ જોયું એટલે તેનું હાસ્યમાં વૃધરિખી (ગૃધ પક્ષોની જેમ રી ખે) એવું નામ પાડયું.
(૬) હદનજ્ઞનું દૃષ્ટાંત- એક ગામમાં એક પુરુષ પિતાની સ્ત્રીનું મુખદર્શન કરવામાં એટલે બધો લુબ્ધ બનેલ કે-જેમ ભ્રમર કમલના કુલમાં લિન થઈ જાય, તેમ–આ દિવસ ને રાત ઘેરને ઘેર રહે. અને સ્ત્રી કહે તેમ જ કરે. તેની પત્નીએ એક પુત્રરત્નને જન્મ આપો. બાલક એટલે પાલણમાં જ મળ-મૂત્ર કરતે, અને પાલણું તથા વસ્ત્ર બગાડી મૂકતો. તેને સાફ કરવા માટે સ્ત્રી પોતાના સ્વામીને કહેતીઃ “જાઓ,
For Private And Personal Use Only