Book Title: Jain_Satyaprakash 1942 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છી જૈનોનાં ખાનગી પુસ્તકાલયો
લેખક—શ્રીયુત શાહ ખીમજી હીરજી છેડા, મુંબઈ
આપણે સામાન્યપણે વિચાર કરીશું તે જણાશે કે પુસ્તકાલય આપણને અનેક રીતે સહાયકર્તા નીવડે છે. પુસ્તકાલયનું સંસ્કૃતિ-મૂલ્ય અલ્પ નથી. પુસ્તક-શાળા મનુષ્યની બુદ્ધિ અને શક્તિને ખીલવે છે, તેના ડહાપણના ભંડારમાં ઉમેરો કરે છે, તેનું જ્ઞાન વિસ્તૃત બનાવે છે, અને તેને રસિકતા અને સસ્કારિતા પે` છે. ચિત્રની જેમ પુસ્તકા આવ અને ગમ્મત પૂરાં પાડે છે, અને એક વડીલની પેઠે ઉપદેશ આપે છે. પુસ્તકનું વાચન, સુખ અને શાંતિ બક્ષે છે; ખરેખર, પુસ્તકવાચનને આનંદ અકથ્ય છે.
જેમ પુસ્તકાનું વાચન મુદ્ધિને ખીલવે છે તેમ ચારિત્ર્યને ધડે છે. પુસ્તકા દ્વારા આપણને વિવિધ પ્રકારનું જ્ઞાન અને અનેક પ્રકારની માહીતીઓ પ્રાપ્ત છે. મુસાફરી કરવી હાય અગર દેશ-દેશાંતરની હકીકત જાણવી હોય, વ્યાપાર રાજગારના આંકડા જોવા હાય અગર હુન્નર ઉદ્યોગથી વાકેફ થવું હોય, કેકાઇ નવીન શોધ કરવી હાય તેા તેની સધળી હકીકતા પુસ્તકા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. જેમ આપણે હજારા બન્ને લાખા રૂપિયાનાં ધરેણાં આદિના સંગ્રહ કરી આનંદ માનીએ છીએ, તેમ પાશ્ચાત્ય લેકા લાખા રૂપિયા ખરચી પેાતાનાં ખાનગી પુસ્તકાલયા બનાવે છે. રશિયાની સરકારે ચારસે। વરસના જૂના બાઈબલની હસ્તલિખિત પ્રતિ એક લાખ પૌડ (પંદર લાખ રૂપિયા) ખરચી ખરીદ કરી હતી. અત્રે હિંદુસ્તાનમાં પણ એક રાજ્યના ખાનગી પુસ્તકાલયમાંથી હસ્તલિખિત સચિત્ર “ખાસ્તાન” નામક પુસ્તકની બ્રીટીશ મ્યુઝીયમે સાડાત્રણ લાખ રૂપિયામાં માગણી કરી હતી, પરંતુ તે સ્વીકારાઇ ન હતી. આ શુ' સૂચવે છે? જ્ઞાન મેળવવા માટે કેટલી બધી આકાંક્ષા અને કેટલા બધા શેખ! ખરેખર જ્ઞાનની બલિહારી છે. અસ્તુ ! હવે આપણે મૂળ વિષય ઉપર આવીશું'.
આપણી જૈન કામના ભિન્ન ભિન્ન પેટા વિભાગા છે. વમાન કચ્છી દશા ઓશવાળ કામ સમૃદ્ધ છે અને કેળવણીનું રહસ્ય કંઈક સમજી રહી છે. એ કામના ઇતિહાસ લખવા બેસીએ તેા બહુ લંબાણુ થાય, તેથી અહીં વાચકાને તેના ઘેાડા પરિચય આપીશ. કચ્છી દશા ઓશવાળ કામના આદ્ય પુરુષ પ્રાતઃસ્મરણીય શેઠે નરસી નાથા ઇ. સ. ૧૭૯૯ માં જ્યારે પહેલ વહેલા મુંબઈ આવ્યા ત્યારે મુંબઇની વસ્તિ માછીમારી સિવાય થાડાક હિંદુ અને પારસીઓની હતી. ત્યારબાદ મુંબઈમાં તે જ્ઞાતિનું થોડું થોડું આવાગમન થયું. આપણી જૈન કામમાં શેઠ પ્રેમચંદ રાયચંદ લાખાની સખાવત કરી અમર નામ કરી ગયા છે. તેમજ શેઠ કેસજી નાયકે પણ લાખાની સખાવત કરી છે. છપ્પન લાખ રૂપિયા તા જૈન તીર્થોમાં ખર્ચાયાના આંકડા મળે છે. પૂર્વે જ્યારે એ કામની જાહેાજલાલી હતી ત્યારે સેાનું તાલા લેખે નહીં પણ રતલાના હિસાબે ખરીદ કરાતું હતું. છ વર્તમાનમાં પણ હજારા તાલા મેનું ધરાવનારાં ધણાં કુટુંબ એ જ્ઞાતિમાં છે.
For Private And Personal Use Only