Book Title: Jain_Satyaprakash 1942 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માંડવગઢની મહત્તા
[ ઐતિહાસિક ટ્રેક પરિચય ] લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી ઘુરંધરવિજયજી
| [ ગતાંકથી ચાલુ : લેખાંક ત્રીજો ]
જૈન વ્યાપારીઓ શ્રી માંડવગઢની ઉન્નતિના સમયમાં ત્યાં વિશાળ સંખ્યામાં જે વસતા હતા. એ જગપ્રસિદ્ધ વાત છે કે જેને કેમ વ્યાપારી કેમ છે. કહેવાય છે કે તે સમયે ત્યાં એક લાખ જેનાં ઘરે હતાં અને સાત લાખ જેનો ત્યાં વસતા હતા. તે સર્વેમાં સંપ એટલે બધે હતું કે કેઈ ન જેને ત્યાં વસવા માટે આવતે તે તેને ઘર દીઠ એક સુવર્ણ મહેર અને ઈટ આપતા ને તેથી તે એક જ દિવસમાં સુવ્યવસ્થિત મહેલાતને માલિક અને લક્ષાધિપતિ બની જતો. આ ઉપરથી કહી શકાય છે કે લક્ષપતિથી અલ્પ સમૃદ્ધ તે ત્યાં કોઈ વસતે ન હતા. ત્યાંના કેટલાએક સમૃદ્ધ વ્યાપારીઓની હકીકત નીચે પ્રમાણે મળે છે. ૧. જાવડશાહઃ
વિ. સં. ૧૫૫થી ૧૫૫૬ સુધી જ્યારે માંડવમાં ગયાસુદ્દીન ખીલજીનું રાજ્ય છે હતું તે સમયે ત્યાં જાવડ નામના એક શ્રીમંત શ્રીમાળી રહેતા હતા. તેમણે મુનિસુન્દરસૂરિજીના પ્રશિષ્ય લક્ષ્મીસાગરસૂરિજીના હાથે આચાર્ય પદવીથી વિભૂષિત થયેલા સુમતિસાધુસૂરિજી (કઈ સાધુરત્નસૂરિજી કહે છે) ને માંડવગઢમાં એક લાખ દ્રવ્ય ખરચી મહામહોત્સવપૂર્વક પ્રવેશ કરાવ્યો અને શ્રી આદિનાથ, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી એમ પાંચ પ્રધાન પ્રભુના પાંચ વિશાળ જિનાલયો માંડવમાં કરાવી ૧૧ લાખ દ્રવ્યને સદ્વ્યય કરી, ઉત્સાહભેર પ્રતિષ્ઠા કરાવી. અને ૧૧ શેર સુવર્ણના તથા ૨૨ શેર રૂપના પ્રતિમાજી ભરાવ્યાં. ઉદારતા તથા સમ્પત્તિને કારણે “શ્રીમાલભૂપાલ” ને “લઘુશાલિભદ્ર’ એવાં ઉપનામોથી કે તેમને સંબોધતા હતા, ૨-૩ ગદ્ધાશા અને ભેંસાણાઃ
વ્યાપારી કામમાં ગદ્ધાશા ભેંસાશાનું નામ ઘણું જ પ્રસિદ્ધ હતું. તેમની શક્તિ અને સમૃદ્ધિને ખ્યાલ નીચેના એક પ્રસંગથી સમજાય તેમ છે.
એક સમય ગદ્ધાશાનાં માતુશ્રી શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા માટે પધાર્યા. સાથે સરંજામ સારા હતા. માર્ગમાં કંઈક પૈસાની જરૂર પડી. ધોળકામાં તેમના મુનિમો - ત્યાંના વેપારીઓ પાસે શેઠને નામે પૈસા લેવા ગયા. ત્યારે વેપારીઓએ કહ્યું કે “અમે કંઇ. તમારા શેઠને ઓળખતા પાળખતા નથી. એવા ગદ્ધા ભેંસા તે અમારા ગામમાં ઘણું
૧ તેમનાં નામે ગુન્ત શાહ અને ભીમશાહ એવા હતાં. પણ હુલામણીમાં ગદ્ધાશા ને ભેંસારા એ રીતે વિખ્યાત થયાં હતાં.
For Private And Personal Use Only